બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / what not to keep in store room as per vastu

વાસ્તુ શાસ્ત્ર / તમારા ઘરમાં પણ સ્ટોર રૂમ હોય તો ખાસ જાણી લેજો: વાસ્તુ અનુસાર ક્યારેય ન મૂકવી જોઈએ આ વસ્તુઓ, ફેલાઈ જાય છે નેગેટિવિટી

Manisha Jogi

Last Updated: 12:13 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધારાનો સામાન સ્ટોર રૂમમાં રાખવામાં આવે છે, પરંતુ ગમે તે સામાન સ્ટોર રૂમમાં ના રાખવો જોઈએ. અનેક વાર લોકો સ્ટોર રૂમમાં નકામો સામાન રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે.

  • વધારાનો સામાન સ્ટોર રૂમમાં રાખવામાં આવે છે
  • અનેક વાર લોકો સ્ટોર રૂમમાં નકામો સામાન રાખે છે
  • આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે

અલગથી સ્ટોર રૂમ બનાવવાનું ચલણ વધી ગયું છે. ઘરમાં એક સ્ટોર રૂમ હોય તો ઘર સરળતાથી ઓર્ગેનાઈઝ કરી શકાય છે. વધારાનો સામાન સ્ટોર રૂમમાં રાખવામાં આવે છે, પરંતુ ગમે તે સામાન સ્ટોર રૂમમાં ના રાખવો જોઈએ. અનેક વાર લોકો સ્ટોર રૂમમાં નકામો સામાન રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં નકારાત્મકતા ઉત્પન્ન થાય છે. સ્ટોર રૂમમાં કઈ વસ્તુ ના મુકવી જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

તૂટેલો સામાન ના રાખવો
ઘરમાં તૂટેલો સામાન સ્ટોર રૂમમાં રાખવામાં આવે છે. આ સામાન ભંગારમાં અથવા રિપેર કરવાનું વિચારીને સ્ટોર રૂમમાં મુકીએ છીએ, પરંતુ તે પ્રકારે થઈ શકતું નથી. આ કારણોસર સ્ટોર રૂમમાં તૂટેલો સામાન ના મુકવો જોઈએ. 

વેસ્ટ પેપર ના રાખવા
અનેક લોકો સ્ક્રેપમાં આપવા માટે સ્ટોર રૂમમાં વેસ્ટ પેપર મુકવા લાગે છે. સ્ટોર રૂમમાં વેસ્ટ પેપર રાખવાથી ઘરમાં નેગેટિવિટી ફેલાવા લાગે છે. આ પ્રકારના ઘરમાં અન્નપૂર્ણા માતાનો વાસ થતો નથી. 

ગાડીનો જૂનો સામાન રાખવો નહીં
અનેક લોકો સ્ટોર રીમમાં કારનો જૂનો સામાન (જૂના ટાયર અથવા સ્પેર પાર્ટ્સ) મુકે છે. આ તમામ વસ્તુઓ શનિનું પ્રતિક હોય છે. આ વસ્તુની જરૂર ના હોય અથવા ખરાબ થઈ ગઈ હોય તો તેવ વસ્તુ ભેગી ના કરવી જોઈએ. આવી વસ્તુએ ભેગી કરવાથી ઘરમાં સખુ અને સમૃદ્ધિનો નાશ થાય છે. 

જૂના પોતા રાખવા નહીં
અનેક લોકો સ્ટોર રૂમમાં જૂની સાવરણી અથવા પોતા મુકે છે. આવી વસ્તુઓ ક્યારેય પણ કામ આવતી નથી, તેથી સ્ટોર રૂમમાં આવી વસ્તુ ના મુકવી જોઈએ. ઘરના અન્ય રૂમની જેમ સ્ટોર રૂમ પણ સાફ રાખવો જોઈએ.

પૂર્વ અને ઉત્તર દિશામાં વસ્તુઓ ના રાખવી
ઘણી વાર સ્ટોર રીમમાં પૂર્વ તથા ઉત્તર દિશા ભરીને મુકી દેવામાં આવે છે. અહીંયા ખાવા પીવાની વસ્તુ અને અનાજ રાખવામાં આવે છે. આ દિશામાં તિજોરી તથા અન્ય સામાન રાખવામાં આવે છે. પૂર્વ તથા ઉત્તર દિશામાં ભારે સામાન ના મુકવો જોઈએ. આ પ્રકારે કરવાથી વિકાસ થતો નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ