બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / What is the 'final' in Ahmedabad police crackdown? Major update in Uttarakhand tunnel tragedy, Surya now the new captain of Team India

2 મિનિટ 12 ખબર / અમદાવાદ પોલીસ તોડકાંડમાં 'ફાઈનલ' શું? ઉત્તરાખંડ ટનલ ટ્રેજેડીમાં મેજર અપડેટ, સૂર્યા હવે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

Vishal Khamar

Last Updated: 11:40 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીનો તોડકાંડ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો. તો બીજી તરફ ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલ 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમની મહેનત સફળ નીવડી રહી છે.

  ram temple consecration in ayodhya will take place on january 22 at 12 20 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે રામ લલ્લાનાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા ક્રાયક્રમને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સંઘ પરિવારે રવિવારે બેઠક યોજી હતી. જેમાં સમારોહને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરને લઈને બનાવવામાં આવેલો પ્રથમ અભિયાન રવિવારથી શરૂ થયો હતો. આ અભિયાન 20મી ડિસેમ્બર સુધી ચાલશે. અયોધ્યામાં રામ મંદિરના કાર્ય માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના અમલીકરણ માટે ઘણી સંચાલન કમિટીની રચના કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા અને બ્લોક સ્તરે 10-10 લોકોની ટીમ બનાવવામાં આવશે.

અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કરતો વધુ એક તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં રીંગ રોડ પર ફરી એક વખત પોલીસે દિલ્હીથી મેચ દેખવા આવેલ યુવકનો તોડ કર્યાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીથી  મેચ જોવા આવેલા યુવક પાસે દારૂની બોટલ સાથે પકડાતા પોલીસકર્મીએ ફરિયાદ નોંધવાની જગ્યાએ યુવકનો તોડ કર્યા હતો. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો. ગુનાની ગંભીરતા જોતા મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક ક ડિવિઝનને તપાસ સોંપવામાં આવેલ છે. તેમજ જવાબદાર ઈસમ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાધનપુર ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનો માટે સર્કીટ હાઉસ ખાતે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્ય તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત હતા. તે સમયે ધારાસભ્ય તેમજ પૂર્વ તાલુકા સદસ્ય વચ્ચે બોલાચાલી થવા પામી હતી.

total 27 companies including dell hp cleared for pli over 50000 jobs expected says ashwini vaishnaw

સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ ડેલ, એચપી, ફોક્સકોન અને લેનોવો સહિત 27 કંપનીઓને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપી છે. આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે કે, જ્યારે સરકાર IT હાર્ડવેર કંપનીઓને પોતાની નીતિઓ અને પ્રોત્સાહનોથી આકર્ષી રહી છે. સાથો સાથ કેન્દ્ર સરકાર દેશમાં મેન્યુફેક્ચરિંગ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે 23 કંપનીઓ તરત જ મેન્યુફેક્ચરિંગ કામ શરૂ કરવા માટે તૈયાર છે, જ્યારેચાર કંપનીઓ આગામી 90 દિવસમાં કામ શરૂ કરશે. સરકારના આ પગલાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3000 કરોડ રૂપિયાનું રોકાણ આવવાની ધારણા છે, જ્યારે 50 હજાર લોકોને સીધી અને 1.5 લાખ લોકોને પરોક્ષ નોકરી મળવાની આશા છે.

Raid on Ambika crackers in Ahmedabad still ongoing, Benami transactions worth crores found including 7 crores in cash

દિવાળી બાદ હવે આયકર વિભાગે એક્શનમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં IT દરોડા પડ્યા છે. વિગતો મુજબ દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ તો સામે કરોડો રૂપિયાનો બિનહિસાબી સ્ટોક મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ હોલસેલરો પાસેથી ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમાં લેવાતુ હતું. આ સાથે IT રિટર્નમાં સાચી આવક બતાવવામાં આવતી ન હોવાનું પણ ખૂલ્યું છે. 

Gujarat Police account becoming fake social media account of this famous officer, crime will be registered

IPS હસમુખ પટેલનાં નામનું  ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હતું. જે બાબત આઈપીએસ હસમુખ પટેલનાં ધ્યાને આવતા તેઓ દ્વારા આ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને અવગત કર્યા હતો. તેમજ ફેક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ ફેક એકાઉન્ટ મામલે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.  

Uttarkashi tunnel collapse : 6-inch pipe installed to send more food

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને લઈને સારા સમાચાર છે.  સિલ્કયારા ટનલમાં ડ્રિલિંગ કરતી રેસ્ક્યૂ ટીમને સફળતા મળી છે. રેસ્ક્યૂ ટીમની મહેનતના કારણે 6 ઇંચની પાઇપલાઇન ટનલની અંદર પહોંચી ગઇ છે અને હવે તેના દ્વારા જ ફસાયેલા મજૂરોને ઓક્સિજન અને ખાવાનું પૂરું પાડવામાં આવશે. ગતરાત્રે 12 વાગ્યાથી ડ્રિલિંગ કર્યા બાદ છ ઇંચની પાઇપનો બીજો છેડો આજે બપોરે 12 વાગ્યાના અરસામાં કાટમાળ પાર મજૂરો સુધી પહોંચી ગયો છે. આ સાથે, ઓગર મશીન દ્વારા ટનલની અંદર એસ્કેપ પાઇપ ટનલ બનાવવાની આશા વધુ મજબૂત બની હતી.

nawaz modi singhania demands 75 of gautam singhania s 1 4 bn net worth in settlement report

રેમન્ડ લિમિટેડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાથી જૂદી થયેલી પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ કથિત રીતે 1.4 બિલિયન ડોલરની સંપત્તિમાંથી 75 ટકા પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા અને નિસા માટે વળતર તરીકે માંગ્યા છે. સિંઘાનિયાએ 32 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પોતાના પાર્ટનરથી અલગ થવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે બંનેએ અલગ-અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે.

isro chandrayaan4 to bring back soil samples from the moon check details of next lunar mission


ચંદ્રયાન-3 ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-4 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. જેનાથી ભારત અવકાશ સંશોધનમાં આગળ પડતા દેશોમાં સામેલ થશે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ પૂણેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના 62મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી માટીના નમૂનાને પાછો લાવવાનો હશે. તેમણે કહ્યું કે આ મિશનનું લેન્ડિંગ ચંદ્રયાન-3 જેવું જ હશે.

West Bengal: 23-year-old Dies by Suicide After India's Loss in World Cup Final

ભારતમાં લોકો ક્રિકેટ સાથે એટલા જોડાયેલા છે તેનો એક દાખલો આજે જોવા મળ્યો. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હારથી એક ચાહકને એટલો આઘાત લાગ્યો કે તેણે ઘેર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પશ્ચિમ બંગાળના બાંકુરાનો રહેવાસી 23 વર્ષીય રાહુલ લોહાર ટીમ ઇન્ડિયાનો મોટો ફેન છે. રવિવારે ટીમ ઇન્ડિયાની જીતને લઇને તેને પૂરો વિશ્વાસ હતો, પરંતુ તે ભારતની હારથી ઘણો દુખી હતો. તે ડિપ્રેશનમાં ગયો હતો અને રાત્રે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મોડી રાત્રે ભાઈ પોતાના રૂમમાં ગયા ત્યારે તે લટકતો જોવા મળ્યો હતો.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ કપ 2023 માટે તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી છે. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઈંગ-11માં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.

વર્લ્ડ કપની બે ફાઈનલ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી ટક્કર થવાની છે. 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝ રમાવાની છે. આ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ