બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / 'what is #NoMore50, Leaders to Bollywood stars come out on top know Prevention of Cruelty to Animals Act 1960

જાણી લો / ભારતના પશુઓ માટે ટ્રેન્ડ થયું 'NoMore50': નેતાથી લઈને બોલિવૂડ સ્ટાર્સ આવ્યા આગળ, પણ આ છે શું? સમજો

Megha

Last Updated: 11:55 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રાણીઓને બિનજરૂરી ત્રાસ આપનાર લોકો પકડાય તો આ ગુના માટે કેટલી સજા મળે? પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960. તેની કલમ-11 મુજબ 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના દંડ કરવામાં આવે છે

  • સોશિયલ મીડિયા પર #NoMore50 ટ્રેન્ડ કરી રહ્યું છે
  • પ્રાણીઓ પર બિનજરૂરી ત્રાસ આપવાના ગુના માટે સજા કેટલી છે? 
  • આ સજા માટે વધુમાં વધુ દંડ 50 રૂપિયા વસૂલવામાં આવે છે
  • સોશિયલ મીડિયા પર #NoMore50 સાથે પોસ્ટ કરો 

#NoMore50 આ હેશટેગ ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ હોય કે કરિશ્મા તન્ના, મેનકા ગાંધી પણ ઘણા રાજકારણીઓ પણ આ હેશટેગ સાથે પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ તેનો અર્થ શું છે?

#NoMore50 શું છે?
આપણએ બધા છેલ્લા થોડા દિવસોથી કેદારનાથ, અમરનાથ જેવા તીર્થસ્થળો પર ઘોડા અને ખચ્ચરની ખરાબ હાલતનો વીડિયો જોઈએ છીએ. આ સાથે જ ઘણા એવા કિસ્સાઓ પણ જોયા છે જેમાં શેરીમાં કે રસ્તા પર પણ પ્રાણીઓને બિનજરૂરી ત્રાસ આપવામાં આવે છે. એવામાં જો કોઈએ વીડિયો બનાવ્યો હોય તો આવા ત્રાસ આપનાર લોકો પણ પકડાય છે. આ બધુ તો ઠીક પણ શું તમે જાણો છો કે આ ગુના માટે કેટલી સજા છે? ફક્ત 50 રૂપિયા.. 

પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960
જણાવી દઈએ કે આ સજા માટે વધુમાં વધુ દંડ 50 રૂપિયા વસૂલવામાં આવે છે.  વાત એમ છે કે પ્રાણીઓ પ્રત્યે હિંસા રોકવા માટે વર્ષ 1960માં કાયદો લાવવામાં આવ્યો હતો. જેનું નામ છે - પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960. તેની કલમ-11 મુજબ જો કોઈ વ્યક્તિ પ્રાણીઓ પર ક્રૂરતા કરે છે તો તેને 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના દંડ અથવા ત્રણ મહિના સુધીની જેલની જોગવાઈ છે. 

આ કાયદાને હવે 63 વર્ષ થવા જઈ રહ્યા છે પણ દંડની રકમ હજુ માત્ર 50 રૂપિયા છે. આવી સ્થિતિમાં પ્રાણીઓ પર હિંસાના કેસમાં દંડની રકમ વધારવા માટે દેશભરમાં #NoMore50 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર #NoMore50 સાથે પોસ્ટ કરો 
પ્રાણીઓ પર થતાં અત્યાચારની સજામાં ફેરફાર માંટએ હાલ સોશિયલ મીડિયા પર આ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. જણાવી દઈએ કે હાલ ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પીએમ મોદી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય પુરુષોત્તમ રૂપાલાને આ સંબંધમાં એક લાખ ઈ-મેઈલ મોકલવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર #NoMore50 સાથે પોસ્ટ કરવાનું પણ કહ્યું. જેથી સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ સંશોધન બિલ રજૂ કરી શકાય. 

આ સાથે જ બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમે કહ્યું કે પ્રાણીઓ તેમના અધિકારો માટે અવાજ ઉઠાવી શકતા નથી. તેથી જ આપણે તેમના માટે ઊભા રહેવું પડશે. તો સાથે જ બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા તન્નાએ કહ્યું કે પ્રાણીઓ માટે બનેલા કાયદા હવે જૂના થઈ ગયા છે, તેથી તે કાયદાઓને નિવૃત્ત કરવાનો સમય આવી ગયો છે. 

ચોમાસુ સત્રમાં કાયદામાં સુધારા માટેનું બિલ રજૂ કરવાનો પ્રયાસ
જણાવી દઈએ કે આ વખતે ફરીવાર સંસદના આ ચોમાસુ સત્રમાં પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ કાયદામાં સુધારા માટેનું બિલ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે, જેથી પ્રાણીઓના અધિકારોનું રક્ષણ થઈ શકે. જેઓ પ્રાણીઓ પર ક્રૂરતા કરે છે તેમના મનમાં ડર પેદા થવો જોઈએ. કારણ કે આજના યુગમાં જે ગુનાનો દંડ 50 રૂપિયા હોય એ ગુનો કરતા પહેલા કે પછી કોઈ વિચારતું નથી પણ જો આ દંડ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવે તો આશા છે કે લોકો આવા ગુના કરતા પહેલા ઘણી વાર વિચારશે. 

આ વિચાર સાથે સોશિયલ મીડિયા પર #NoMore50 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ