બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / what is mahabhagy rajyog and its benefits according to astrology

Astrology / કરોડપતિ બનાવી દેતો મહાભાગ્ય યોગ! આ રાશિના જાતકોની કુંડળીમાં બની રહ્યો છે સુખ-સમૃદ્ધનો સંયોગ, ક્યારે આવશે શુભઘડી

Manisha Jogi

Last Updated: 09:44 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનેક વ્યક્તિઓની કુંડળીમાં રાજયોગ લખેલો હોય છે. ગ્રહોની યુતિની મદદથી આ રાજયોગનું નિર્માણ થાય છે. તે સમયે વ્યક્તિને રાજયોગનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.

  • અનેક વ્યક્તિઓની કુંડળીમાં રાજયોગનું નિર્માણ થાય છે
  • આ સફળતાના શિખર સર કરી જાય છે
  • કુંડળીમાં આ રાજયોગનું નિર્માણ કેવી રીતે થાય છે?

ઘણી વાર જોયું હશે કે, કોઈ વ્યક્તિ સાધારણ પરિવારમાં જન્મ લે છે, પરંતુ સફળતાના શિખર સર કરી જાય છે. ઉપરાંત ગ્રહ પણ ખૂબ જ સાથ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનેક વ્યક્તિઓની કુંડળીમાં રાજયોગ લખેલો હોય છે. ગ્રહોની યુતિની મદદથી આ રાજયોગનું નિર્માણ થાય છે. તે સમયે વ્યક્તિને રાજયોગનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં શશ, રૂચક, માલવ્યા, ભદ્ર, બુધાદિત્ય, ગજકેસરી, ગજલક્ષ્મી અને મહાભાગ્ય રાજયોગનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિની કુંડળીમાં મહાભાગ્ય રાજયોગ હોય છે, તે વ્યક્તિનો જન્મ સાધારણ પરિવારમાં થાય તો પણ તે અમીર બની જાય છે. આ વ્યક્તિ ભૌતિક સુખ સુવિધાનો લાભ પ્રાપ્ત થાય છે અને ધનવાન બને છે. કુંડળીમાં આ રાજયોગનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેનાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વધુ વાંચો: જિંદગીને નરક સમાન બનાવી દેતા કાલસર્પ દોષથી મુક્તિ પામવાની તક: મહાસંકટ નિવારવા આ દિવસે કરો 5 ચમત્કારિક ઉપાય

કુંડળીમાં મહાભાગ્ય રાજયોગનું નિર્માણ
વૈદિક જ્યોતિષ અનુસાર સ્ત્રી અને પુરુષ માટે મહાભાગ્ય યોગનું નિર્માણ થવાના નિયમ અલગ અલગ હોય છે. પુરુષ અને સ્ત્રીઓની કુંડળીમાં અલગ અલગ ગ્રહોની સ્થિતિના કારણે રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગનું નિર્માણ થવા માટે ચાર પરિસ્થિતિને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 

  • વૈદિક જ્યોતિષ અનુસાર પુરુષનો દિવસે જન્મ થયો હોય અને સ્ત્રીનો રાત્રે જન્મ થયો હોય
  • પુરુષનો જન્મ વિષમ લગ્ન થયો હોય અને સ્ત્રીનો જન્મ સમ રાશિમાં થયો હોય
  • પુરુષની કુંડળીમાં સૂર્ય વિષમ રાશિમાં હોય અને સ્ત્રીની કુંડળીમાં સમ રાશિ હોય
  • પુરુષની કુંડળીમાં ચંદ્ર વિષમ રાશિમાં હોય અને સ્ત્રીનો જન્મ સમ રાશિમાં હોય

ધન અને સંપત્તિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરુષનો દિવસે જન્મ થયો હોય, જન્મકુંડળીમાં લગ્ન પહેલા સ્થાને હોય, સૂર્ય અને ચંદ્ર વિષમ રાશિમાં (મેષ, મિથુન, સિંહ) હોય તો મહાભાગ્ય યોગનું નિર્માણ થાય છે. આ પ્રકારની વ્યક્તિ રાજાઓ જેવું જીવન જીવે છે, ઉપરાંત સન્માનનીય પદ પ્રાપ્ત થાય છે. સમાજમાં માન, સમ્માન, પ્રતિષ્ઠા અને પદ પ્રાપ્તિ થાય છે. આ વ્યક્તિ અનેક ધન સંપત્તિનો માલિક હોય છે. આ વ્યક્તિ ખૂબ જ લોકપ્રિય બને છે. કોઈ સ્ત્રીની કુંડળીમાં આ યોગ હોય તો સાસરીમાં અનેક સુખ પ્રાપ્ત થાય છે. સમાજમાં એક અલગ ઓળખ બનાવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ