બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 05:57 PM, 18 January 2023
ADVERTISEMENT
સોનુ સૂદે સજાગતાથી CPR આપી એક વ્યક્તિનો બચાવ્યો જીવ
તાજેતરમાં જ સોનુ સૂદે દુબઈ એરપોર્ટ પર એમની સમજદારી અને સમયસર સજાગતાથી એક વ્યક્તિનો જીવ બચાવ્યો. સુબાઈ એરપોર્ટ પર અચાનક એક વ્યક્તિ ઢળી પડ્યો હતો અને એ સમયે સોનુ સૂદ પણ ત્યાં હાજર હતો. સોનુ એ આ વ્યક્તિને પડતા જોયો તો તરત જ તેની મદદ માટે આગળ આવ્યો હતો અને સમજણ બતાવતા તેને આ વ્યક્તિના માથાને ટેકો આપ્યો અને પછી તેને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપવાનું શરૂ કર્યું હતું. સોનુ સૂદના પ્રયત્નોને કારણેએ વ્યક્તિ ફરીથી હોશમાં આવી ગયો અને તેનો જીવ બચી ગયો હતો.
Sonu Sood wins heart again, saves passenger's life at airport
— ANI Digital (@ani_digital) January 18, 2023
Read @ANI Story | https://t.co/zj8HjzVlgO#SonuSood #Dubai pic.twitter.com/7rk3nkn7Zg
ADVERTISEMENT
IAS અધિકારીએ CPR આપી દર્દીને બેઠો કર્યો
તો બીજી તરફ ચંદીગઢના હેલ્થ સેક્રેટરી IAS અધિકારી ગર્ગ યથપાલે એક વ્યક્તિને મોતના મુખમાં ઉગારી લીધા હતા. હાર્ટઅટેક આવતા બેભાન થયેલા વ્યક્તિને IAS ગર્ગ યથપાલે CPR આપીને બચાવ્યો હતો. આ IAS અધિકારી CPR આપતા હતા તે સમયનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ CPR વિશે જાણવું ખૂબ જ જરૂરી બને છે. આ પ્રાથમિક સારવાર કોઈનો જીવ બચાવી શકે છે.
સીપીઆર શું છે?
સીપીઆર (CPR) એટલે કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન(Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે. ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અને હ્રદય કામ કરતું અટકી જાય ત્યારે એમના શરીરમાં ઑક્સીજન પૂરું થવા લાગે છે અને એ મૃત્યુ તરફ આગળ વધે છે. એ ક્ષણે જો સમય રહેતા એમને સીપીઆર (CPR) મળી રહે તો એમનો જીવ બચી શકે છે.
કેવી રીતે આપવો સીપીઆર(CPR)?
સીપીઆર (CPR) વિશે હજુ ઘણા લોકો અજાણ છે તો તમને જણાવી દઈએ કે આ એક મેડિકલ થેરેપી છે જે સમય રહેતા હ્રદય અને શ્વાસની ખામીથી પીડાતા દર્દીને મળી રહે તો એમનો જીવ બચવાની સંભાવના ઘણી વધી જાય છે. તમને જણાવી દઈએ કે આ કોઈ મેડિકેશન નથી પણ આ એક પ્રોસેસ છે જેમાં સામાન્ય સ્થિતિમાં જ્યારે અચાનકથી કોઈનો શ્વાસ રોકાવા લાગે તો એ વ્યક્તિની છાતી પર દબાણ આપી અને મોઢા દ્વારા ઑક્સીજન આપીને એમને નવું જીવન દાન આપી શકાય છે. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય અને શ્વાસ અટકી જાય તો તમે એમને આ રીતે સીપીઆર (CPR) આપીને એમનો જીવ બચાવી શકો છો.
હાર્ટ એટેક શું છે?
હાર્ટની ધમની એટલેકે કોરોનરી આર્ટરીમાં પ્લાક જેવુ તત્વ જમા થાય છે, જેનાથી રક્ત પ્રવાહમાં અવરોધ આવે છે. એવામાં હાર્ટ સુધી લોહી પહોંચતુ નથી અને હાર્ટ એટેક આવે છે.
હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શું કરવુ જોઈએ?
હોસ્પિટલ લઇ જવામાં સમય થઇ શકે છે, એવામાં પહેલા પોતાના લેવલ પર પ્રારંભિક સારવાર આપવાનુ શરૂ કરી દો. પીડિતની છાતીની બિલ્કુલ વચ્ચે વજન આપીને ધક્કો મારો. સેન્ટર પોઈન્ટને પ્રેસ કરવાથી શ્વાસ અટકી જાય છે. દર્દીને ભાનમાં લાવવા માટે 1 મિનિટમાં 100-120 વખત ધક્કો આપતા રહો. પરંતુ ધ્યાન રાખો કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાના પ્રયાસ કરો. આ પ્રોસેસને સીપીઆર કહેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાને સમય પહેલા અપનાવવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે.
હાર્ટના દર્દીએ કઈ-કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ?
હાર્ટની સમસ્યાનુ સૌથી મોટુ કારણ ખરાબ ભોજન અને બેકાર જીવનશૈલી છે. હાર્ટ એટેકના દર્દીનુ ખાન-પાન આરોગ્યપ્રદ રહેવુ જરૂરી છે. કોઈ પણ એવુ ફૂડ જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનુ જોખમ છે, તેને બિલ્કુલ નજરઅંદાજ કરવુ જોઈએ. જેમ કે તળેલુ ભોજન, મસાલાવાળુ ભોજન, ફાસ્ટ ફૂડ, ફેટી ભોજન, દારૂ અને ધુમ્રપાન આ ઉપરાંત લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડનુ પણ સેવન ના કરવુ જોઈએ.
સીપીઆરથી બચી ગયેલા લોકોએ મૃત્યુનો અનુભવ કર્યો
મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે પરંતુ દેરક વ્યક્તિ જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર સમજે છે. એવા ઘણા લોકો છે જે મૃત્યુને તાલી આપી પાછા આવ્યા છે. વર્ષ 2022માં વૈજ્ઞાનિકોએ આવા કેટલાક લોકો પર સંશોધન કર્યું છે. સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. આ લોકોનું કહેવું છે કે તેમના માટે મૃત્યુનો અનુભવ એટલો ખરાબ નહોતો જેટલો લોકો વિચારે અને જણાવે છે. કાર્ડિયાક અરેસ્ટ પછી જે લોકોને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) આપવામાં આવ્યા હતા તેમની લોકોએ એક ઇન્ટરવ્યુમાં સંસોધનકર્તાઓને જણાવા મળ્યું હતું કે, 5માંથી 1 વ્યક્તિને મૃત્યુનો સ્પષ્ટ અનુભવ થાય છે.
સંશોધનમાં ચોંકવનારા માહિતી બહાર આવી
આ સંશોધનમાં 567 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ એવા લોકો હતા જે હોસ્પિટલમાં દાખલ હતા અને જેમના હૃદયની ધડકન બંધ થઈ ગઈ હતી અને તેમનો જીવ બચાવવા માટે ડૉક્ટરોએ તેમને ઈમરજન્સી પ્રોસિજર કરી હતી. આમાં 10 ટકાથી ઓછા લોકો સાજા થયા છે, જેઓ બચી ગયા તેઓને લાગ્યું કે તેઓ તેમના શરીરથી અલગ થઈ ગયા છે અને પીડા નથી અને તે ઘટનાથી અલગતા થીજ નિહાળી રહ્યાં છે. કેટલાક દર્દીઓએ કહ્યું કે જ્યારે તેઓ બેભાન હતા. ત્યારે તેઓ તેમના સમગ્ર જીવનનું મુલ્યાકન કરી રહ્યાં હતા.
મગજની ગતિવિધિઓ ઝડપી થઈ ગઈ
આ લોકો પર ભરોષો કરવાના બદલે સંશોધકોએ CPR દરમિયાન દર્દીઓની મગજની તરંગોની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. તેઓ ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા તરંગો જેવી પ્રવૃત્તિના સ્પાઇક્સ રીતે જાવા મળી છે જે સામાન્ય રીતે સભાન અવસ્થા દરમિયાન જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે, CPR પછીના એક કલાક સુધી જ્યારે દર્દી જીવનના કોઈ ચિહ્નો બતાવતો ન હતો ત્યારે આ તરંગોની પ્રવૃત્તિ ખૂબ જ ઝડપી જોવા મળતી હતી.
કેટલીક વાતો લોકોને યાદ હતી
AWARE II ક્લિનિકલ ટ્રાયલના ભાગ રૂપે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. પ્રથમ AWARE સંશોધન 2014માં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લેખકોએ 101 CPR બચી ગયેલા લોકોની મુલાકાત લીધી હતી. આ લોકોમાંથી 46 ટકા લોકોએ કહ્યું કે તેઓને અનુભવ યાદ છે. જે દર્દીઓની યાદોમાં સાત વસ્તુઓ ખાસ હતી, જેમાં પ્રકાશ, દેજા વુ અનુભવવું, જીવનની ઘટનાઓને યાદ કરવી અને પરિવારના સભ્યોને જોવાનો સમાવેશ થાય છે. કેટલાકે કહ્યું કે તેઓએ પ્રાણીઓ અથવા છોડ પણ જોયા છે, જ્યારે અન્ય લોકોએ જીવનના અંતમાં ભય, હિંસાનો પણ અનુભવ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.