ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / WHAT IS BANNED IN INDIA AND SRI LANKA T-20 MATCH

ક્રિકેટ / ભારત-શ્રીલંકાની ટી-20 મેચમાં ભૂલથી પણ આ વસ્તુ લઇ જતાં વિચારજો, નહીંતર....

Published By: Intern

Last Updated: 07:37 AM, 5 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુવાહાટીમાં રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે T-20માં શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. મેચની મોટાભાગ ની ટીકીટો વેચાઈ ચુકી છે ત્યારે દર્શકોને મેચ જોવા માટે બેનર અને પોસ્ટર વગર જવું પડશે

ADVERTISEMENT

  • ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T-20
  • બારસાપારા સ્ટેડિયમમાં રમાશે મેચ 

ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે પ્રથમ T-20 મેચ રમાવા જઈ રહી છે મેચમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્તગોઠવી દેવાયો છે.આસામમાં થઇ રહેલા CAAના વિરોધના કારણે વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે જેમાં મેચ જોવા આવનાર દર્શકો પોતાની સાથે બેનર કે પોસ્ટરને લાવી શકશે નહિ. તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આસામ ક્રિકેટ એસોશિએશન (ACA)ના સચિવ દેવજીત સૈકિયાનું કેહવું છે કે CAAના વિરોધનો અને પોસ્ટરને સ્ટેડિયમમાં ના લઇ જવા સાથે કોઈ લેવાદેવા નથી. 

સૈકિયાએ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે આ માત્ર આસામનો જ નહિ પરંતુ આખા દેશનો સવાલ છે. કારણકે 2017માં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલ T-20માં ઓસ્ટ્રેલિયા ટીમ જે બસમાં હોટેલ જાય છે તે બસના કાચ તોડી નાખવામાં આવ્યાતા તેથી આ સુરક્ષા વધારમાં આવી છે. 

મેચ દરમિયાન ચોગ્ગા અને છક્કાના પ્લેકાડ્ર્સનો પણ દર્શકો ઉપયોગ નહિ કરો શકે.તેનો ઉપયોગ જાહેરાતો માટે થાય છે તેથી તેને પણ લઇ જવા પર પ્રતિબંધ છે. આ સાથે માર્કર પેન પણ લઇ જવા નહીં દેવાય. માત્ર પુરુષોના પર્સ, મહિલાઓના હેન્ડ પૉકિટ, મોબાઈલ ફોન અને વાહનોની ચાવી લઇ જઈ શકાશે.

BCCIએ  4 અને 6 ના પ્લેકાર્ડ્સ ન લઇ જવા મુદ્દે જણાવ્યું કે 4 અને 6 ના પ્લેકાર્ડ્સનો ઉપયોગ કંપનીની જાહેરાતો માટે થાય છે અને હાલ તેની અનુમતિ આપવામાં આવી નથી. આ મુદ્દે ત્યાંના સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરીને નિર્યણ કરાશે.

નોંધપાત્ર છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે રામાવનારી T-20 મેચ બાદ અન્ય મેચ ઇન્દોર (7 જાન્યુઆરી) અને પુણે (10 જાન્યુઆરી) માં રમાશે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Sports News Sri Lanka ભારત-શ્રીલંકા Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ