બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / What happened to the 8 youths from Gujarat who left for America 6 months ago?, Last location Dominica, big update came out,

ફરિયાદ / 6 મહિના પહેલા અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 8 યુવકોનું શું થયું?, લાસ્ટ લોકેશન ડોમેનિકા, સામે આવ્યું મોટું અપડેટ

Vishal Khamar

Last Updated: 08:35 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા જવા નીકળેલા ગુજરાતનાં 8 યુવકો ગુમ થયા હતા. ત્યારે ગુજરાતી યુવાનોને ડોમેનિકા પોલીસે પકડ્યા હોવાનું એજન્ટ દ્વારા પોલીસમાં નિવેદન આપ્યું છે. હવે પોલીસ દ્વારા શું ગુજરાતનાં યુવાનો ડોમેનિકામાં પોલીસ કબ્જામાં છે કે નહી તે એક સવાલ છે.

  • અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 8 યુવકો થયા હતા ગુમ
  • ગુજરાતી યુવાનોનું છેલ્લું લોકેશન ડોમેનિકા હતું 
  • કેરેબિયન ટાપુના ડોમેનિકોમાં યુવાનો સાથે છેલ્લી વાત થઇ હતી

અમેરિકા જવા નીકળેલા ગુજરાતનાં 8 યુવકો ગુમ થયા હતા. ત્યારે ગુજરાતી યુવાનોનું છેલ્લું લોકેશન ડોમેનિકા હતું. કેરેબિયન ટાપુનાં ડોમેનિકોમાં યુવાનો સાથે છેલ્લી વાત થઈ હતી. 4 ફેબ્રુઆરીએ યુવોનોએ ડોમેનિકાથી પરિવાર સાથે વાત કરી હતી. ડોમેનિકા બાદ ગુજરાતનાં 8 યુવોનો ગુમ થયા છે. ગુજરાતી યુવોનોને ડોમેનિકા પોલીસે પકડ્યા હોવાનું એજન્ટે પોલીસમાં નિવેદન આપ્યું છે. ત્યારે શું ગુજરાતનાં યુવાનો ડોમેનિકામાં પોલીસનાં કબ્જામાં છે કે નહી તે સવાલ છે. એજન્ટ મહેન્દ્ર પટેલે યુવાનોને સૌથી પહેલા નેધરલેન્ડ મોકલ્યા હતા. તેમજ નેધરલેન્ડથી સ્પેન થઈ લુસિયામાં યુવાનોને મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. લુસિયાથી 8 યુવાનોને એજન્ટે કેરેબિયન ટાપુ ડોમેનિકા મોકલ્યા હતા. ડોમેનિકા ગયા બાદ 6 મહિનાથી યુવાનો ગુમ છે.  

6 મહિનાથી ગુમ હોવાની ફરિયાદ સુનિલ પટેલ નામના યુવકે લખાવી
ગેરકાયદેસર US  જવા નીકળેલો મહેસાણાનો યુવક ગુમ થયો છે. એજન્ટનું ડીંગુચા કનેક્શન સામે આવ્યું છે. હેડુવા રાજગર ગામના સુધીર પટેલ એજન્ટને 10 લાખ આપી અમેરિકા જવા નીકળ્યા હતા. ત્યારે 6 મહિનાથી ગુમ યુવકની સાથે 8 ગુજરાતીઓ પણ હોવાની વિગત સામે આવી હતી. બંને એજન્ટે 75 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપીંડી આચરી હતી. 6 મહિનાથી ગુમ હોવાની ફરિયાદ સુનિલ પટેલ નામનાં યુવકે લખાવી છે. 

પ્રાંતિજ પોલીસે 2 લેભાગુ એજન્ટોની કરી ધરપકડ 
જે બાદ આ તમામના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના મહેન્દ્રભાઇ પટેલ ઉર્ફે એમ.ડી. પટેલ અને મહેસાણાના મુગનાના રહેવાસી દિવ્યેશ પટેલ નામના એજન્ટો સામે ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ એજન્ટોએ યુવકો સાથે 70 લાખમાં ડીલ કરી પહેલા 20 લાખ લઈ લેવાયા હોવાનું સામે આવ્યું છે. યુવકો-યુવતીઓનો છેલ્લા 2 મહિનાથી કોઈ સંપર્ક ન થતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ