બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / ચૂંટણી 2019 / અન્ય જિલ્લા / What did the police or shankar chaudhary's supporters fiasco

પેટા ચૂંટણી / એવું તો શું કર્યુ પોલીસે કે શંકર ચૌધરીના સમર્થકોનો થયો ફિયાસ્કો

Dharmishtha

Last Updated: 06:43 PM, 2 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ થરાદનાં આસોદર ગામે શંકર ચૌધરીનાં સમર્થનમાં નોટામાં વોટ કરવા માટે સભા બોલાવી હતી. જોકે આ સભાનો ફિયાસકો થયો છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને એક પણ બેઠક પરથી ટિકિટ ન મળતા તેમના સમર્થકો નારાજ થયા હતા. જેને પગલે તેઓ ચૂંટણીમાં નોટા પર વધારે ભાર મુકી રહ્યાં છે.

  • શંકર ચૌધરીના સમર્થનમાં નોટામાં વોટ કરવા  બોલવાયેલી સભાનો ફિયાસકો
  • શંકર ચૌધરીને ટિકિટના મળતાં સમર્થકો છે નારાજ..
  • પોલીસ અને આચારસંહિતા અમલીકરણના અધિકારીઓએ પહોંચીને મિટિંગને રોકાવી

રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોરની શક્યતા વધારે હોઇ શંકર ચૌધરીને થરાદ બેઠકની આશા સેવી હતી. જોકે શંકર ચૌધરીને એક પણ બેઠક પરથી ટિકિટ મળી ન હોવાથી તેઓ હતાશ થયાં હતાં. ત્યારે હવે ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. જેને પગલે થરાદનાં આસોદર ગામે શંકર ચૌધરીનાં સમર્થનમાં નોટામાં વોટ કરવા માટે સભા બોલાવી હતી. જોકે આ સભાનો ફિયાસકો થયો છે.  આસોદર ગામની ગૌશાળામાં વગર મંજૂરીએ 300 જેટલાં યુવકો ભેગાં થતાં પોલીસ અને આચારસંહિતા અમલીકરણનાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને મિટિંગને રોકાવી હતી.  

સમર્થકોએ ફેરવી તોડ્યું
પોલીસ અને અધિકારીઓની ટીમને જોઈ ભેગા થયેલા યુવકોએ નોટા બાબતે ફેરવી તોળ્યુ હતું કે અમે કોઈને બોલાવ્યા નથી. તેમજ  આ અંગે લેખિતમાં આપ્યુ હતું. ત્યારે  યુવાનોએ કહ્યું હતું કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ પણ ભાજપે યુવા નેતાને ટિકિટ ન આપતા અમે નારાજ થયા છીએ. 

ક્યારે થશે મતદાન
ગુજરાતની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 24 ઓક્ટોબરે મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની 6 બેઠકો પરના ભાજપના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની આ 6 બેઠકો પરના લોકોને જેની રાહ હતી તે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચૂકી છે અને તેઓએ ફોર્મ પણ ભરી દીધા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bye-election Gujarat News gujarat shankar chaudhary ગુજરાત ગુજરાતી ન્યૂઝ પેટા ચૂંટણી શંકર ચૌધરી Bye-election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ