બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / weekly tarot rashifal 16 october to 22 october 2023 mesh kark kanya tula makar could be lucky zodiac this week

સાપ્તાહિક રાશિફળ / નવરાત્રીમાં શરૂ થઈ રહ્યો છે નવો સપ્તાહ: આ ચાર રાશિના જાતકોને થશે લાભ, જાણો તમારા પર કેવી થશે અસર

Manisha Jogi

Last Updated: 02:21 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષીઓ અનુસાર ઓક્ટોબર મહિનાનું ત્રીજુ સપ્તાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ટેરો કાર્ડ અનુસાર મેષ, કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે.

  • ઓક્ટોબર મહિનાનું ત્રીજુ સપ્તાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે
  • નવરાત્રીથી નવા સપ્તાહની શરૂઆત
  • આ રાશિના જાતકોને થશે અપાર લાભ

જ્યોતિષીઓ અનુસાર ઓક્ટોબર મહિનાનું ત્રીજુ સપ્તાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. નવરાત્રીથી નવા સપ્તાહની શરૂઆત થઈ રહી છે. આ સપ્તાહ 16 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રહેશે. ટેરો કાર્ડ અનુસાર મેષ, કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 

મેષ- આ રાશિના જાતકોને જીવનમાં લાભ થઈ શકે છે. નોકરી અને ભણતરમાં પ્રમોશન થશે. નવી જગ્યાએ સ્થળાંતર થઈ શકે છે. મન આધ્યાત્મ તરફ આકર્ષિત થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે. ઘરપરિવારમાં સુખ અને શાંતિ રહેશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. 

વૃષભ- આવનારા સપ્તાહમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. આત્મવિશ્વાસ અને સ્વબળથી તમામ પરિસ્થિતિનો સામનો કરી શકશો. ધીરજ અને સમજદારીપૂર્વક નિર્ણય લેવા. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રે સફળતા મળી શકે છે. સંતાન સંબંધિત પરેશાની હશે, તે દૂર થશે. 

મિથુન- પરેશાનીથી ઘેરાયેલા રહેશો. ધીરજ અને સંયમપૂર્વક પરિસ્થિતિનો સામનો કરશો. સારા સમાચાર મળી શકે છે. સફળતા મળી શકે છે. ઘર પરિવારનું વાતાવરણ ધાર્મિક રહેશે અને આરોગ્ય સારું રહેશે. 

કર્ક- આવનારા સમયમાં સફળતા મળી શકે છે. નવા કાર્યની શરૂઆત કરી શકો છો. ભૌતિક સુખ સુવિધા મળી શકે છે. ધૈર્ય અને વિશ્વાસથી પ્રગતિ થશે. પરેશાની રહેશે, વિશ્વાસ રાખો જેથી પરિવર્તનના કારણે લાભ થશે. 

સિંહ- આવનારા સમયમાં આર અથવા પારની પરિસ્થિતિ ઊભી થશે. જે પણ નિર્ણય લેશો તે શુભ સાબિત થશે. મિત્રો અને પરિવારજનો સાથે ઉત્સવની ઊજવણી કરી શકો છો. કઠિન પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. 

કન્યા- આવનારા સપ્તાહમાં પરિશ્રમનું ફળ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રે સિનિયર તરફથી તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. પરિવારમાં તમારું માન વધશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં માંગલિક કાર્ય મળશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે. તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરવામાં આવશે. તમે પ્રફુલ્લિત અને ઉત્સાહિત રહેશો તથા આરોગ્ય સારું રહેશે. 

તુલા- ઈચ્છાપૂર્તિ થશે. બિઝનેસ, નોકરી અથવા ઘર બદલવા માંગો છો, તો તે પણ પૂર્ણ થશે. હાલનો સમય શુભ સાબિત થશે પરિવારજનોની સુરક્ષા થશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. સંતાન સંબંધિત સારા સમાચાર મલી શકે છે. મનમાં સારા વિચાર આવશે અને પરિવારજનોનો સહયોગ રહેશે. 

વૃશ્વિક- આવનારા સમયમાં લાભ થશે. જીવનમાં કોઈ એવા વ્યક્તિનું આગમન થશે, જે સફળતા સુધી પહોંચાડવામાં મદદ કરશે. સિંગલ છો, પ્રેમની સાથે પ્રગતિનો ઉપહાર પણ મળી શકે છે. જે પણ કાર્ય કરવાનું વિચારશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. નવા કાર્યની શરૂઆત થઈ શકે છે. 

ધન- ટૂંક સમયમાં જીવનસાથી મળી શકે છે. ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત થશે. સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે, જે જીવન માટે લાભકારી સાબિત થશે. ઘરમાં માંગલિક કાર્ય તઈ શકે છે. વિચારોમાં સકારાત્મકતા રહેશે. મન પ્રફિલ્લિત અને ઉત્સાહિત રહેશે.  

મકર- સંતાન સુખની ઈચ્છા છે, તો ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તે ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. આકસ્મિક નાણાંકીય લાભ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. મન પ્રસન્ન અને ઉત્સાહિત રહેશે, આરોગ્ય પણ સારું રહેશે. 

કુંભ- જે પણ પરેશાની છે, તે ટૂંક સમયમાં દૂર થશે. ઈશ્વર કઠિન પરિસ્થિતિ સામે રાહત પ્રદાન કરી શકે છે. નવા કાર્યની શરૂઆત કરી શકો છો. સફળતા મળવાની શરૂઆત થશે. 

મીન- હાલમાં ખૂબ જ કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જે પણ ઈચ્છા છે, તે ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. આરોગ્યની સમસ્યા છે, તો તેનાતી રાહત મળશે. ઈશ્વર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થશે. આધ્યાત્મમાં રસ વધશે અને આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ