બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather department's big forecast for cold weather

ગુજરાત / ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ કારણે લોકોને મળશે ઠંડીથી આંશિક રાહત

Kishor

Last Updated: 10:37 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે તેવામાં હવે ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી

  • ઠંડીથી લોકોને મળશે આંશિક રાહત
  • હવામાન વિભાગની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડીમાં ઘટાડો થશે 

રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.  જોકે હવે ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. 

ઠંડીને લઇને હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે હવે હવામાન વિભાગે કહ્યું છે કે, વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

2 દિવસ તાપમાન કેટલું રહેશે ? 

હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ તાપમાન વધી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 26 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.  મહત્વનું કે, હવામાન વિભાગે 2 દિવસ પહેલા આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. 

આજે પણ હાડ થીજવતી ઠંડી 

નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત હતી. જે સવારે પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો હતો. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું,  જ્યારે અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. 

આજે સવારે ક્યાં કેટલુ તાપમાન હતું ? 

  • નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • ડીસામાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ગાંધીનગરમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • સુરેન્દ્રનગરમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • મહુવામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ