બ્રેકિંગ ન્યુઝ
VTV / weather alert snowfall will occur amidst rain cold will increase in country know weather conditions for the next 24 hours
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગે દિલ્હી - એનસીઆર અને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં ગુરુવારથી રવિવાર સુધી સામાન્ય વરસાદની ચેતવણી આપી છે. બંગાળની ખાડીમાં આવેલા ઈરાની ચક્રાવાત નિવાર ખતમ થયું નથી કે એક અન્ય ચક્રાવાત દસ્તક આપી રહ્યું છે. હવામાન વિભાગે તેને લઈને પણ એલર્ટ જાહેર કર્યું છે.
Weekly Weather Review and Outlook for Next Two Weeks Dated 26.11.2020 (English)https://t.co/6MTRT2pdHN
— India Meteorological Department (@Indiametdept) November 27, 2020
ADVERTISEMENT
હવામાન વિભાગે આપ્યું 36 કલાકનું એલર્ટ
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે. આવનારા 24 કલાક સુધી તે તાકાતવર રહી શકે છે. આ વખતે ફરી એકવાર વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. 2 ડિસેમ્બરે દક્ષિણ ભારતમાં તેની અસર જોવા મળી શકે તેવું અનુમાન કરાયું છે. પહાડોમાં બરફવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. બરફના કારણે ચાલી રહેલા ઠંડા પવનોના કારણે પારો વધુ ગગડી શકે છે. આ સાથે જ 1 ડિસેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદ પણ થઈ શકે છે. આવનારા અઠવાડિયાના અંત સુધી જમ્મૂ કાશ્મીરમાં પણ બરફવર્ષા થવાનું અનુમાન છે.
Weekly Weather Review and Outlook for Next Two Weeks Dated 26.11.2020 (Hindi)https://t.co/VvP5b6ZaV4
— India Meteorological Department (@Indiametdept) November 27, 2020
ADVERTISEMENT
રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક ડિગ્રી પહોંચ્યો પારો, હવામાન વિભાગે ઠંડી વધવાની આપી ચેતવણી
ઉત્તર ભારતમાં ચાલી રહેલી શીતલહેરની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. હવામાન અનુસાર અહીં 28-30 નવેમ્બરમાં શીતલહેરની સંભાવના છે. ક્યાંક ધુમ્મસ અને વરસાદની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ બીમારીઓ ફેલાવવાની શક્યતાઓ
શિયાળો વધતાંની સાથે શરદી, ખાંસી જેવી મોસમી બીમારીઓની સંખ્યામાં વધારો થશે. માઉન્ટ આબૂમાં પારો એક ડિગ્રી નીચે પહોંચ્યો છે અને અન્ય વિસ્તારો શ્રીગંગાનગર, ચૂરુ, જયપુરમાં પણ પારો ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સવાર અને સાંજે ભારે ઠંડા પવનોના કારણે મુશ્કેલી આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.