બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Wealth of 3 trillion in the hands of the Taliban

અફઘાનિસ્તાન / કાબુલ પર કબજો કરતાં જ માલામાલ થઈ ગયું તાલિબાન, હાથ લાગ્યો આટલો મોટો ખજાનો

Ronak

Last Updated: 04:03 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાનના હાથમાં કુલ 3 ટ્રીલીયન ડોલરની સંપત્તિ આવી ગઈ છે. જેમાં ખાસ કરીને ખનીજ સંપત્તિનો ભંડાર તેમણે તેમના હસ્તક લઈ લીધો છે.

  • તાલિબાનના હાથમાં 3 ટ્રીલયન ડોલરની સંપત્તિ 
  • ખંનિજ સંપત્તિઓ પર તાલિબાનનો કબ્જો 
  • મોટા પ્રમાણમાં લિથીયમનો જથ્થો અફઘાનમાં 

અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ તાલિબાનની લોટરી લાગી ગઈ છે. કાબુલ પર કબ્જો જમાવ્યા બાદ તાલિબાને ત્રણ ટ્રીલયન ડોલરની સંપતિ પર અધિકાર મેળવી લીધો છે. જેમા સોનું, ગેસ, લોખંડ, તેલ અને અન્ય ખનિજ સંસાધનોનો ભંડાર તેમણે તેમના હસ્તક લઈ લીધો છે.

તેલનો ભંડાર તાલિબાનના કબ્જામાં  

સંયુક્ત રાજ્ય ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા 2010માં અફઘાનની ભૂમી પર ખનીજ પદાર્થોની કિંમત 1 હજાર અરબ અમેરિકી ડોલર જેટલી બતાવી હતી. પરંતુ હવે તેની કિંમત 3 હજાર અરબ ડોલર પહોચી ગઈ છે. દેશના પૂર્વ ખનન મંત્રી દ્વારાજ આ આંકડાની પુષ્ટી કરવામાં આવી છે. જોકે તે સિવાય અફઘાનમાં મોટા પ્રમાણમાં ગૈસ. તેલ જેવો ભંડાર છે. તે પણ તાલિબાને તેના કબ્જામાં લઈ લીધો છે. 

લીથિયમનો ભંડાર પણ તાલિબાનના કબ્જામાં 

ગત વર્ષે અફઘાન સરકારે ખનીજ સંસાધનો વેચીને 1 અરબ ડોલરની કમાણી કરી હતી. હાલ અપઘાનની ભૂમી પર 1.8 અરબ કાચુ તેલ છે. 2.2 અરબ ટન લોખંડ છે. 1.6 ટ્રિલિયન ક્યૂલિક ફુચ પ્રાકૃતિક ગેસ છે, 14 લાખ ટન જેટલું રેયર અર્થ મટેરિયલ છે. સાથેજ આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં જે લિથિયમ છે તેનો ભાવ પણ 20 વર્ષમાં 40 ગણો વધી જવાનો છે. 

લીથિયમમાં અફઘાનિસ્તાન સૌથી ઉપર 

અફઘાનિસ્તાનમાં લીથિયમ અને રેયર અર્થ મટિરિયલનો મોટો પ્રમાણમાં જથ્થો છે. જેની ચોક્કસ કિંમત હજુ કોઈને ખ્યાલ નથી. લીથીયમની મોટા પ્રમાણમાં માત્રા હોવાને કારણેજ અમેરિકાએ અફઘાનિસ્તાનને લિથિયમનો સાઉદી અરબ માને છે. એટલે કે જે રીતે સાઉદી અરબ તેલને કારણે માલામાલ છે. તેજ રીતે અફઘાનિસ્તાન લિથીયમમાં માલામાલ છે. 

20 વર્ષમાં લીથિયમનો ભાવ 40 ગણો વધશે 

ઉલ્લેખનીય છે કે લિથીયમ એક એવી ધાતું છે કે જે જળવાયું સંકટથી બચાવામાં મદદરૂપ છે. તેનો ઉપયોગ ગ્રીન ઉર્જાના ઉત્પાદન માટે કરવામાં આવે છે. મોબાઈલ બેટરી અને ઈલેક્ટ્રીક વાહનોની બેટરી પણ લિથીયમમાંથી બને છે. જેથી તેની માગ દિવસેને દિવસે વધી રહી છે. ઈન્ટરનેશનલ એનર્જી એંજન્સીઓનું કહેવું છે કે 20 વર્ષમાં લીથિયમના ભાવ 40 ગણા વધવાના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ