બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / 'We will reach Delhi in 24 hours and then..', Shankarsinh Vaghela's pride in the Rupala controversy

વિવાદ / '24 કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડીશું અને પછી..', રૂપાલા વિવાદમાં શંકરસિંહ વાઘેલાનો હુંકાર

Vishal Dave

Last Updated: 07:56 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંકર સિંહ વાઘેલાએ કહ્યું કે આ મામલો ફક્ત ને ફક્ત ભાજપના અહમનો છે.. તે સમાજમાં ભાગલા પડાવવાનું કામ કરી રહ્યો છે

પરષોતમ રૂપાલાના વિવાદીત નિવેદન મામલે જ્યારે રૂપાલાને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પદેથી હટાવવાની માંગ થઇ રહી છે ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાનો અભિપ્રાય vtv સમક્ષ મુક્યો હતો.. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલાને ભાજપ જાણી જોઇને મોટું રૂપ આપી રહ્યુ છે.  તેમણે કહ્યું કે આ મામલો ન તો કોંગ્રેસ અને ભાજપનો છે, ન તો પટેલ અને ક્ષત્રિયોનો છે.. આ મામલો ફક્તને ફક્ત ભાજપના અહમનો છે.. 

 ભાગલા પડાવવાનું પહેલેથી જ ભાજપનું કામ રહ્યુ છેઃ શંકરસિંહ 

તેમણે કહ્યં કે ભાગલા પડાવવાનું પહેલેથી જ ભાજપનું કામ રહ્યુ છે પછી તે હિન્દુ-મુસ્લિમ હોય કે કડવા-લેઉઆ હોય.. તેમણે કહ્યું કે અત્યારે ભાજપ આ જ કામ કરી રહ્યુ છે અને આ મામલાને ચગાવી રહ્યું છે. ભાજપ ધારે તો હાલ આ પ્રશ્ન પર પૂર્ણ વિરામ મુકી શકે તેમ છે. તેમણે કહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજના નેતાઓને જ વિરોધ કરી રહેલા ક્ષત્રિયોની સામે મુકીને ક્ષત્રિય સમાજમાં પણ ભાગલા પાડવાનું કામ કરી રહ્યો છે. શંકરસિંહવાઘેલાએ એલાન કરતા ભાજપને કહ્યું હતું કે તે ક્ષત્રિય સમાજને છંછેડવાનું કામ ન કરે.. 24 કલાકમાં વાત દિલ્હી સુધી પહોંચાડીશું 

ક્ષત્રિય સમાજમાં બેઠકોનો દોર યથાવત

પરષોતમ રૂપાલાથી નારાજ થયેલા ક્ષત્રિય સમાજમાં આજે પણ બેઠકનો દોર રહ્યો યથાવત. ક્ષત્રિય સમાજના આગેવાનોને આજે અન્ય સમાજે પણ સમર્થન આપ્યું . નાડોદા,કારડીયા અને માલધારી તેમજ કાઠી સમાજે ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે. સંકલન સમિતિમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ પર અડગ રહેવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ક્ષત્રિય સમાજના આંદોલનને સમર્થન આપવાનું આ તમામ સમાજના લોકોએ જાહેર કર્યુ હતું. વૈષ્ણવ સંપ્રદાય પણ આ વિવાદમાં ક્ષત્રિય સમાજની પડખે ઉભો રહ્યો છે.  

હર્ષ સંઘવી સાથે રૂપાલાએ કરી બેઠક 

આતરફ  દિલ્લીથી પરત ફર્યા બાદ પરશોતમ રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક થઇ.રૂપાલા હર્ષ સંઘવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને વચ્ચે દિલ્લીની મુલાકાત બાદ થયેલી બેઠક ખુબ મહત્વની મનાય છે.વિવાદિત નિવેદન બાદ રૂપાલાની મુસીબત વધી છે.


ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા સામે વિરોધ પ્રદર્શન યથાવત 

આ તરફ પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇ કરેલા વિવાદાસ્પદ નિવેદનનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગામે-ગામ પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરાઈ રહી છે. ત્યારે જામનગરમાં ફરી રૂપાલાનો વિરોધ થયો છે. રાજપુત સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઇ હતી. સુત્રોચ્ચાર કરી કલેકટરને આવેદન આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી હતી. ટિકિટ  રદ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

જામનગર ઉપરાંત આણંદ જિલ્લાના સોજીત્રામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પણ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.. ક્ષત્રિય સમાજની મહિલાઓએ બેઠક કરીને આવેદનપત્ર આપ્યુ
રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા માંગ કરાઇ હતી.  

આ પણ વાંચોઃ  રૂપાલા સામે કોંગ્રેસ ઉતારશે દિગ્ગજ ઉમેદવાર, 3 સંભવિત નામમાંથી એક ફાઇનલ, ભાજપ ટેન્શનમાં
 

રૂપાલા સામે કોર્ટમાં ફરીયાદ 

પરષોતમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણીને લઇને કોર્ટમાં ફરીયાદ દાખલ થઇ છે.. ગોંડલ તાલુકાના ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી 
તેમણે ગોંડલ કોર્ટે બદનક્ષીની ફરિયાદ  નોંધાવી છે.. જેના પર   23 એપ્રિલે વધુ સુનાવણી થશે. રૂપાલા સામે કલમ 499 અને 500 મુજબની ફરિયાદ નોંધવામાં આવી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ