બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Waterproof material will be made from the ashes of the power plant

સંશોધન / હવે પાવર પ્લાન્ટની રાખ બનશે ફાયદાકારક, તૈયાર કરાશે વોટરપ્રૂફ સામગ્રી

Published By: Dhruv

Last Updated: 06:12 PM, 27 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવર પ્લાન્ટમાંથી (Power plant) નીકળતી રાખ એટલે કે ફ્લાય એશથી હવે વોટરપ્રૂફ સામગ્રી તૈયાર કરી શકાશે. આ રાખ પર્યાવરણ માટે અત્યંત હાનિકારક હોય છે. આઇઆઇટી-હૈદરાબાદના વિજ્ઞાનીઓએ કહ્યું કે આ રાખને વોટરપ્રૂફ સામગ્રીમાં (Waterproof material) બદલી શકાય છે. તેને બનાવવા માટે સંશોધકોએ સામાન્ય રીતે સાબુ અને શેમ્પુમાં વપરાતા ‌સ્ટિય‌િરક એસિડનો પ્રયોગ કર્યો.

Power Plant

કપડાં ધોવા દરમિયાન ‌સ્ટિય‌િરક એસિડ કપડાંમાં જમા થયેલી ગંદકી ધોવાનું કામ કરે છે. તેની મદદથી કપડાંની ગંદકી એવી જ રીતે ઠીક થાય છે જેવી રીતે પાણીમાંથી તેલ અલગ થાય છે. સ્ટિય‌િરક એસિડની આ ક્ષમતાનો ઉપયોગ કરતા સંશોધકોએ સુપર હાઇડ્રોફોબિક ફ્લાય એશ કણોને વિક‌િસત કર્યા છે. પાણીની નવી સપાટી અને સામગ્રી માટે તાજેતરનાં વર્ષોમાં ‌વિજ્ઞાનીઓએ પ્રકૃતિથી પ્રેરણા મેળવી છે.

ઉદાહરણ તરીકે પીચર પ્લાન્ટનાં પાન સુપર હાઇડ્રોફોબિક હોય છે, જે છોડને પોતાનો શિકાર પકડવામાં મદદ કરે છે. કમળ પણ સુપર હાઇડ્રોફોબિક હોય છે. તેની મદદથી ખુદને સ્વચ્છ રાખે છે. ગુલાબની પાંખડીમાં પણ એ ખાસિયત હોય છે, પરંતુ કમળનાં પત્તાંની જેમ તેમાં પાણીની બુંદ હોતી નથી. તેનાથી પ્રેરાઇને વિજ્ઞાનીઓએ નવી સામગ્રી તૈયાર કરી છે. સંશોધકોએ કહ્યું કે ફ્લાય એશ આધારિત વોટરપ્રૂફ સામગ્રીનું કામ તેને બનાવવામાં વપરાતી સામગ્રી પર નિર્ભર કરે છે.

Waterproof material

અભ્યાસ દરમ્યાન સંશોધકોએ જાણ્યું કે જ્યારે અલગ અલગ આકાર અને બનાવટના ફ્લાય એશના કણોનો ઉપયોગ કરાય છે ત્યારે સુપર હાઇડ્રોફોબિક સામગ્રી ઉત્પન્ન થાય છે. તે કમળનાં પત્તાંની જેમ વ્યવહાર કરે છે. બીજી બાજુ જ્યારે એક જ આકાર અને બનાવટની ફ્લાય એશના કણનો ઉપયોગ કરીને સામગ્રી તૈયાર કરાય છે ત્યારે તે ગુલાબની પાંખડીઓની જેમ કામ કરે છે. તેમાં પાણી રોકાઇ જાય છે અને તેમાંથી બનેલી સામગ્રી પાણીનો શોષતી નથી અને તેને નીચે પણ પડવા દેતી નથી.

ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ સાયન્સ અને મેટલર્જિકલ એન્જિનિયરિંગની ડોક્ટર મુદ્રિકા ખંડેલવાલે કહ્યું કે આપણે ફ્લાય એશને સંશોધિત કરીને તેમાં વોટરપ્રૂફ સામગ્રી બનાવી શકીએ છીએ. ભવિષ્યમાં વ્યાપક રૂપથી લોખંડની સામગ્રીનો પણ તેમાં ઉપયોગ થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Power plant Technology Waterproof material lifestyle પાવર પ્લાન્ટ વોટરપ્રૂફ સામગ્રી Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ