બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water problems in Banaskantha district during summer, Difficulty for women in more than 30 villages of Disa for water

પાણીની મોકાણ / ભરઉનાળે બનાસકાંઠાંમાં પાણી માટે વલખાં: ડીસાના 30થી વધુ ગામમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરવા મજબૂર

Priyakant

Last Updated: 02:19 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Deesa Water Problem: રાજસ્થાનમાં નહીવત વરસાદના કારણે આ વર્ષે સીપુ ડેમમાં પાણીની આવક નહિવત, શિપુ ડેમ આધારિત ગામોમાં હાલ પાણીની વિકટ સમસ્યા

  • ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં ભરઉનાળે પાણી માટે વલખાં
  • ડીસાના 30થી વધુ ગામમાં મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલી 
  • મહિલાઓને વહેલી સવારથી પાણી ભરવા દૂર દૂર સુધી જવું પડે છે 

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના 30થી વધુ ગામોમાં હાલ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પાણી વગર હાલ ખેતી નહિવત તો મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. 

ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ દર વર્ષે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરે છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી પાણીની તંગીના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણી વગર ખેતરો કોરા જોવા મળે છે તો બીજી તરફ પાણી પીવા માટે પણ આ વર્ષે મોટી તંગી જોવા મળી રહી છે. 

મહિલાઓએ કિલોમીટર દૂર સુધી ચાલીને પાણી લાવવા મજબૂર 
બનાસકાંઠા જિલ્લાના કેટલા તાલુકાઓમાં પાણી માટે મહિલાઓએ કિલોમીટર દૂર સુધી ચાલીને પાણી લાવવા મજબૂર બનવું પડે છે. આ વર્ષે કાળઝાળ ગરમી વચ્ચે ડીસા તાલુકામાં 30થી પણ વધુ ગામોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે,  રાજસ્થાનમાં નહીવત વરસાદના કારણે આ વર્ષે સીપુ ડેમમાં પાણીની આવક થઈ ન હતી. જેના કારણે શિપુ ડેમ આધારિત ગામોમાં હાલ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં હાલ પીવા માટે પાણી મહિલાઓને દૂર દૂર સુધી લેવા જવું પડે છે જેના કારણે મહિલાઓ પણ પાણી વગર ભારે હાલાકી ભોગવી રહી છે. 

કાળજાળ ગરમી અને પાણીની વિકટ સમસ્યા 
એક તરફ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ વહેલી સવારથી જ મહિલાઓ પાણી ભરવા માટે બેડાઓ લઈ કિલોમીટર દૂર સુધી જતા નજરે પડી રહી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ પાણી વગર અનેક ગામો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ અત્યારે પાણી વગર ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતરો વાવેતર કર્યા વગર જોવા મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી પાણીના તળ 1200 ફૂટથી પણ વધુ ઊંડા જતા ખેડૂતો ખેતી ન કરવા મજબૂર બની રહ્યા છે. વારંવાર પાણીના તળ નીચે જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં ખર્ચ કરી નવા બોર બનાવવા મજબૂર બનવું પડ્યું છે 

ખેડૂતોને સમયસર પાણી ન મળતા ચિંતિત 
પંથકનાં ખેડૂતો ત્રણ ત્રણ વાર ખેતીમાં પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી પોતાના ખેતરોમાં બોર બનાવી રહ્યા છે. જોકે તેમ છતાં પણ ખેડૂતોને સમયસર પાણી ન મળતા ખેડૂતો હાલ ખેતી ન કરવા મજબૂર બન્યા છે. અત્યારે પાણી વગર ડીસા તાલુકાના થેરવાડા, વિઠોદર, જાવલ, જેરડા,  કંસારી, લક્ષ્મીપુરા, શેરપુરા, દામા, રામપુરા અને નાણી સહિત અનેક ગામોમાં હાલ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. 

ખેડૂતોને યોગ્ય વ્યવસ્થા કરી આપવા માંગ 
આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ ખેડૂતો પોતાની વેદના જણાવી રહ્યા છે કે, એક તરફ મોંઘા બિયારણો લાવી ખેતી કરવી પડે છે અને તેવા સમયે ખેતીમાં પાણી ન મળવાના કારણે પાક સુકાઈ જાય છે. જેના કારણે પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી માટે ખેડૂતોને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ