બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / water deficiency in the body can be met with fruits and vegetables

હેલ્થ ટિપ્સ / શું ગરમીની સિઝનમાં શરીરમાં થાય છે પાણીની ઉણપ? તો આજથી જ ડાયટમાં પ્રવાહી સાથે સામેલ કરો આ ફ્રૂટ્સ અને શાકભાજી

Bijal Vyas

Last Updated: 10:24 AM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીઓમાં પરસેવો વધારે થવાના કારણે પાણીની ઉણપ થાય છે. તેની અસર બોડી પર જોવા મળે છે. પરંતુ રોજીંદા ખાવામાં આ ફળો અને શાકભાજી આ ખોટ પૂરી શકે છે.

  • તરબૂચ ડાઇજેસ્ટિવ સિસ્ટમ મજબૂત બનાવે છે
  • સંતરા ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે
  • દ્રાક્ષ શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે

શિયાળો હવે પૂરો થઇ ગયો છે અને ગરમીની શરુઆત થઇ છે, જો કે હજુ એસીની જરુર પડતી નથી. પરંતુ ગરમીની સિઝન શરુ થવાની સાથે સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની હોય છે. પાણીની ઉણપના કારણે શરીર ડિહાઇડ્રેટ થાય છે. તેમાં બેચેની, ઉલ્ટી, ઉબકા, ઝાડા, વિકનેસ જેવા લક્ષણો જોવા મળે છે. ગરમીમાં થનારી આ સામાન્ય સમસ્યા છે. લૂ લાગવાના કારણે લોકોની સમસ્યાઓ વધી જાય છે. ડિહાઇડ્રેશન હોવાના કારણે બોડીમાં પાણીની ઉણપ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક ફળો અને શાકભાજીના સેવનથી તમે આ મોટી સમસ્યાથી બચી શકો છો.

તરબૂચઃ ગરમીની સિઝન શરુ થવાની સાથે જ માર્કેટમાં તરબૂચ વેચાવા લાગે છે. તરબૂચમાં પાણીનો ભંડાર રહેલો છે, જે શરીરમાં પાણીની અછતને પૂર્ણ કરે છે. તેનાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ મજબૂત બને છે. તરબૂચમાં 92 ટકા સુધી પાણી રહેલુ છે, તેનાથી પાણીની ઉણપ પૂરી થઇ શકે છે. 

ખીરાઃ ગરમીમાં ખીરા કાકડીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી રાહત મળે છે. ખીરામાં 95 ટકા પાણી હોવાના કારણે બોડીમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે. તેમાં હાજર પોર્ટેશિયમ બ્રેનને સ્વસ્થ્ય રાખે છે. તેમાં હાજર એન્ટી-ફ્લામેટરી બોડીને પણ બચાવીને રાખે છે. 

સંતરાઃ સંતરા ગરમીમાં ગુણકારી સાબિત થાય છે. સંતરામા વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. આ કારણે તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે, તે સાથે તેમાં 95 ટકા પાણી હોવાના કારણે બોડીમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તેમાં પોર્ટેશિયમ પણ હોય છે જે બ્રેન માટે લાભદાયી છે. 

કેરીઃ ફળોનો રાજા કેરીને એમ જ નથી કહેવામાં આવતુ. કેરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન જેવા પોષક તત્વો બહુ વધારે માત્રામાં રહેલ છે. કેરી એક સારા પોષણના રુપમાં કામ કરે છે. ગરમીમાં કેરીનો રસ બેસ્ટ ડ્રિન્ક માનવામાં આવે છે. આના સેવનથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે. 

દ્રાક્ષઃ દ્રાક્ષમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, સોડિયમ, વિટામીન સહિત બધા જરુરી મિનરલ્સ મળે છે. આ શરીરમાં પાણીની ઉણપને પૂરી કરે છે. તે સાથે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. દ્રાક્ષ શરીરમાં એનર્જી આપવાના કામ પણ કરે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે દ્રાક્ષનું સેવન બેસ્ટ ઓપ્શન છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ