ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સત્તાધીશો હવે તો ઊંઘમાંથી જાગો! તંત્રના પાપે રાજ્યના આ જિલ્લામાં દર્દીઓનો રાફડો ફાટ્યો

બચ કે રહેના / સત્તાધીશો હવે તો ઊંઘમાંથી જાગો! તંત્રના પાપે રાજ્યના આ જિલ્લામાં દર્દીઓનો રાફડો ફાટ્યો

Published By: Vishal Khamar

Last Updated: 12:43 PM, 1 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુર નગરમાં પાણી જન્ય રોગો એ માથું ઉચકતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. નગરમાં સ્વછતાનો અભાવ છે . ઠેર ઠેર ડ્રેનેજ લાઇનમાં પીવાના પાણીની લાઇનો અને નદીમાંથી ફિલ્ટર વગરનું પાણી આવતું હોવાનું પ્રાથમિક કારણ ગણવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

છોટાઉદેપુર નગરનાં લગભગ 35 હજાર લોકોના આરોગ્યની ચિંતાના કરતા નગર પાલિકાના સત્તાધીશો ને જાણે કાંઈ પડી હોય તેમ લાગતું જ નથી. નગરમાં જ્યાં જુવો ત્યાં ગંદકી જોવાઈ રહી છે. ગંદા પાણીની ગટર લાઇનમાંથી પીવાના પાણી ની લાઇનો પસાર થઈ રહી છે.

વધુ ચોંકાવનારી વાત એ છે કે ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ના હોય અને આખા નગરના ગંદા પાણીનો નિકાલ છોટાઉદેપુર નગરનામાંથી પસાર થતી ઓરસંગ નદીમા ઠાલવવામાં આવી રહ્યું છે. અને આજ ગંદુ અને દુષિત પાણી નદીમાં બનાવવામાં આવેલ વોટર વર્ક્સનાં કુવા નજીક થી પસાર થઈ રહ્યું છે. નદીમાં બનાવેલા કૂવાનું પાણી સીધું સંપ ના કુવા માં આવે છે અને ત્યાર બાદ સીધું લોકો ના ઘર માં જઈ રહ્યું છે.

ઓરસંગ નદીનાં કિનારે એક વધુ એક વોટર વર્ક્સ નો કૂવો આવેલ છે. જેમાં પાંચ વર્ષ પહેલા 60 લાખના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો .નગરપાલિકા પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં તેની ક્ષમતા અડધા શહેરને પણ શુદ્ધ પાણી આપી શકે તેટલી નથી. અને એ પ્લાન્ટ નિયમિત ચાલતો પણ નથી.

ઉપરાંત નગરજનોનો આરોપ છે કે નગરની ભૂગર્ભ ગટર લાઈન યોજના સદંતર નિષ્ફળ રહી છે. કવાંટ બ્રિજ પાસે લોકોના કનેક્શનવાળી ગટર લાઈન તૂટેલી હાલતમાં છે. આ ગંદું પાણી સીધું નદીમાં વહી જાય છે અને પાલિકાના વોટર વર્ક્સમાં ભળી જાય છે. પરિણામે નગરજનો આ જ દૂષિત પાણી પીને બીમાર પડે છે. છોટાઉદેપુરના નાગરિકો પાણીની સુરક્ષા માટે ચિંતિત છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

દિવસેને દિવસે કમળાનાં રોગના દર્દી ઓની સંખ્યા વધતી જાય છે. આ બાબતે સિવિલ હોસ્પિટલનાં ડોકટરને પૂછવા માં આવ્યું? તો તેમને પણ રોગનું કારણ દુષિત પાણી પીવાને કારણે અને દુષિત ખોરાક આરોગવાનું કારણે બતાવી રહ્યા છે. આ ચેપી રોગ હોઈ નગર ના લોકોને સાવચેતી રાખવી તેવી બાબત જણાવી.

આ પણ વાંચોઃ આમને કાયદાનો ડર નથી! સુરતમાં સરેઆમ આતશબાજી સાથે બર્થડે સેલિબ્રેશનના વીડિયોએ ઉઠાવ્યા પોલીસ પર સવાલ

છોટાઉદેપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં દુષિત પાણી ઠલવાતા નદી તો દુષિત થાય છે જ સાથો સાથ લોકોનું આરોગ્ય પણ જોખમાય રહ્યું છે. ત્યારે જો સમયસર નગર પાલિકાના સત્તાધીશો નહીં જાગે તો, આવનારા સમય માં દર્દી ઓની સંખ્યામાં વધારો થાય તેમના નવાઈ નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Civil Hospital Waterborne Diseases Chhota Udaipur News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ