બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / watch porcupines z class security to save babies from leopard attack

જબરી ફાઈટ / VIDEO : આયો તો બચ્ચાંને ખાવા, શાહુડીએ 'ભાલા કાંટા'થી કર્યો એવો એટેક કે ભાગ્યો મરદ મૂંછાળો દીપડો

Hiralal

Last Updated: 05:06 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જંગલમાં રોડ પર એક શાહુડીએ પોતાના બચ્ચાંને બચાવવા માટે દીપડાં સામે જાનની જાન લગાવી દીધી હતી અને આખરે દીપડાંને શિકાર પડતો મૂકીને ભાગવું પડ્યું હતું.

  • પ્રાણીઓ પણ બચ્ચાંને બચાવવા ખેલી નાખે છે જાનની બાજી
  • બચ્ચાંને બચાવવા શાહુડી ત્રાટકી દીપડાં સામે
  • કર્યો એવો એટેક કે ઊભી પૂંછડીયે ભાગ્યો દીપડો 

માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ જ્યારે પોતાના સંતાનોનો પ્રાણ સંકટમાં હોય ત્યારે તેને બચાવવા માટે પોતાનો જીવ લગાડી દે છે અને કોઈ પણ ભોગે સંતાનોને બચાવી લે છે. કાટાંવાળા ઘાતક પ્રાણી એવા શાહુડીનો તેના બચ્ચાંને દીપડાના હુમલાથી બચાવવાનો એક વીડિયો વાયરલ થયો છે. 

દીપડાંના હુમલાથી બચ્ચાને બચાવી રહેલી શાહુડીનો વીડિયો વાયરલ
એક આઈએએસ અધિકારીએ દીપડાંના હુમલાથી બચ્ચાને બચાવી રહેલી શાહુડીનો વીડિયો શેર કર્યો છે. વીડિયો અનુસાર, નર અને માદા શાહુડી તેના બચ્ચાંને લઈને રસ્તા પર નીકળી રહ્યાં છે. તેમને પેલી પાર જવું છે હવે આ દરમિયાન જંગલમાંથી અચાનક એક ખૂંખાર દીપડો આવી ચડ્યો અને તેને એમ કે શિકાર સારો છે અને લાગ જોઈને તેને એટેક કર્યો પરંતુ આ તો શાહુડી, ભેરવી નાખે, એવી તાકાત અને અધુરામાં પૂરુ ભાલાની અણીજેવા કાંટા. એક કાંટો ખૂંપાડી દે તો દીપડાના રામ રમી જાય. 
દીપડો બચ્ચાંને ખાઈ જવા માગતો હતો અને તેથી તેણે હુમલો કર્યો હતો પરંતુ જેવો શાહુડીએ જોયું કે દીપડો તેના બચ્ચાંનો શિકાર કરવા માગે છે કે તરત તે એક્શનમાં આવી અને દીપડાની સામે પડી અને તેની સામે વળતો એટેક કરતી રહી. દીપડા પણ તેની રીતે એટેક કરતો રહ્યો. માદા શાહુડી દીપડા સામે લડી તો નર શાહુડી બચ્ચાંને બચાવતું રહ્યું. ઘણી વાર સુધી રસ્તા પર શાહુડી અને દીપડાંનો જંગ ચાલતો રહ્યો હતો અને હવે શિકાર હાથમાં નહીં જ આવે અને મરવાનું થશે તે બીકે દીપડો તેમને પડતાં મૂકીને ભાગી નીકળ્યો હતો. 

લોકોએ શાહુડીની હિંમતને દાદ આપી
દીપડાંના એટેક અને શાહુડીના એન્ટી એટેકનો વીડિયો વાયરલ થયો છે. લોકોએ પણ શાહુડીની હિંમતને બીરદાવી હતી. નાના અદનું એક પ્રાણી ખૂંખાર જાનવરને પણ પાછા પાડે દે તે ઘટનાથી લોકોને ભારે નવાઈ લાગી છે અને તેઓ ધડાધડ વીડિયો શેર કરવા લાગ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

porcupines attack viral video watch porcupines વાયરલ વીડિયો OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ