ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / watch andre russell sings shah rukh khan dunki movie song lutt putt gaya with rinku singh video
Last Updated: 10:32 PM, 31 March 2024
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2024માં શાનદાર શરૂઆત કરી છે. તેમણે શરૂઆતની બંને મેચ જીતીને 4 પોઈન્ટ મેળવ્યા છે. કોલકાતાએ પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. જે બાદ તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને ખરાબ રીતે હરાવ્યું હતું. હવે કોલકાતાની ટીમ 3 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમશે.
ADVERTISEMENT
Who did it better - Dre or Rinku 😂💜 pic.twitter.com/mpRNYsGEX5
— KolkataKnightRiders (@KKRiders) March 31, 2024
ADVERTISEMENT
રસેલ શાહરૂખનો ફેન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાનનો જાદુ KKR સ્ટાર આન્દ્રે રસેલ પર જોવા મળી રહ્યો છે. તે શાહરૂખનો ફેન છે. તેણે શાહરૂખની ફિલ્મ ડંકીનું એક ગીત ગાયું હતું. વેસ્ટ ઈન્ડિઝના સુપરસ્ટારે ગીત લટ પટ ગયા ગીત ગાયું હતું. રસેલ યકીન શક્તિશાળી બોલર્સમાંનો એક છે. તે ટીમના કો-ઓનર શાહરૂખ ખાન અને તેના ગીતોનો પણ મોટો પ્રશંસક છે.
વીડિયો શેર કર્યો
KKRએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમની સ્ટાર ફિનિશર રિંકુ સિંહ શાહરૂખ ખાનનું ગીત ગાતા જોવા મળ્યો હતો. રિંકુ લુટ્ટ પુટ ગયા ગણગણતા જોવા મળી રહ્યાં છે. રિંકુએ ફ્લાઇટ દરમિયાન રસેલને ગીત ગાવાનું કહ્યું હતું. રસેલે રિંકુને કહ્યું, આ ગીત ગાશો નહીં, આ મારું ગીત છે."
ADVERTISEMENT
વાંચવા જેવું: T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનનો કેપ્ટન જાહેર, જેની વગર ચાલે તેવું નહોતું તેને લવાયો
રસેલનું બેટ ચાલ્યું
આ પહેલીવાર નથી જ્યારે રસેલે શાહરૂખ ખાનનું ગીત ગાયું હોય અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું હોય. વર્ષની શરૂઆતમાં રસેલ પોતાની કાર ચલાવતી વખતે શાહરૂખની ફિલ્મનું એક ગીત વગાડી રહ્યો હતો. રસેલે KKR માટે 2 મેચમાં 64 રન બનાવ્યા છે. ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં તે બીજા સ્થાને છે. ફિલ સોલ્ટે રસેલ કરતાં વધુ રન બનાવ્યા છે. તેના નામે 2 મેચમાં 84 રન છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.