ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / warrant issued against kangna ranaut

બોલિવૂડ / કંગના વિરુદ્ધ વોરંટ જાહેર કરાયો, આ કારણથી ફસાઈ ગઈ છે કાયદાકીય ચક્કરમાં

Published By: Nikul

Last Updated: 07:33 PM, 1 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત કે જે દરેક વાતમાં પોતાનો મત આપવા માટે જાણીતી છે તે પોતાની આ આદતને લીધે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. તેના વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • બેબાકીને લીધે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
  • તેની વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું
  • જાવેદ અખ્તરે કંગના રાનૌત પર માનહાનીનો દાવો માંડ્યો 

સોશિયલ મીડિયા પર ખૂબ મત રજૂ કરે છે કંગના

પોતાનો જુદોજ મત રાખનારી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતે એક સમયે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર બધા નવરા લોકો જ રહેતા હોય છે. પણ આજે એવુ જોવા મળી રહ્યું છે કે દેશ દુનિયાનાં કોઈ પણ મુદ્દે કંગના સોશિયલ મીડિયા પર પોતાનો મત રજૂ કર્યાં વગર રહેતી જ નથી. હવે તેને તેની આ બેબાકીને લીધે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

કંગનાને સમન પાઠવ્યા હતા તેમ છતાં તે કોર્ટમાં હાજર નહોતી રહી 

બોલિવૂડનાં ગીતકાર જાવેદ અખ્તરે કંગના રાનૌત પર માનહાનીનો દાવો માંડ્યો છે. એએનઆઈએ એક ટ્વીટ કરીને આ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે કે, અંધેરીનાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે એક્ટ્રેસ વિરુદ્ધ બેલેબલ વોરંટ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે આ કેસ માટે કંગનાને સમન પાઠવ્યા હતા તેમ છતાં તે કોર્ટમાં હાજર નહોતી રહી માટે તેના પર વોરંટ જાહેર કરાયો છે.

ANI Photo

કોઈ આધાર વગર ખોટુ નિવેદન આપી દીધુ

થોડા સમય પહેલા મુંબઈ પોલીસે એક રિપોર્ટ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કંગનાની વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ બોલિવૂડનાં ગીતકાર જાવેદ અખ્તરે દાખલ કર્યો હતો. જેમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે કંગનાએ તેમનાં અંગે કોઈ આધાર વગર ખોટુ નિવેદન આપી દીધુ છે અને તેનાંથી તેમની ઈમેજ ખરાબ થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Javed Akhtar Kangana Ranaut કંગના રનૌત જાવેદ અખ્તર બોલિવૂડ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ