બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Wall collapsed due to truck collision in Kankaria Ahmedabad
Vishal Khamar
Last Updated: 08:29 AM, 13 April 2024
લોકસભાની ચૂંટણીને લઈ લોકસભાનાં ઉમેદવારો દ્વારા હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પશ્ચિમ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર દિનેશ મકવાણાનાં સમર્થનમાં કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપની બેઠક મળી હતી. બેઠક ચાલી રહી હતી તે દરમ્યાન કોર્પોરેશનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળી રહ્યું હતું. જે ટેન્કર પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ ધડાકા સાથે મહિલાઓ પર પડી હતી. દિવાલ ધરાશાયી થતા 7 થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત તમામ મહિલાઓને એલજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
કોર્પોરેશનનો ટ્રક અથડાતા દિવાલ ધરાશાયી થઈ
આ સમગ્ર બાબતે શહેર ભાજપ મહામંત્રીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લઈ પશ્ચિમ લોકસભા બેઠકનાં ઉમેદવાર દિનેશ મકવાણાનાં સમર્થનમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. જે સંમેલન પૂર્ણ થયા બાદ મહિલાઓ ફૂટપાથ પર બસની રાહ જોઈ રહી હતી. તે દરમ્યાન કાંકરિયા પિકનિક હાઉસની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ન્યુસન્સ ટેન્કરનું વાહન ત્યાંથી પસાર થતું હતુ. જે અચાનક દીવાલ સાથે અથડાયું હતું.
ADVERTISEMENT
વધુ વાંચોઃ 'બંને પક્ષ સાથે બેસીને નિરાકરણ લાવે' રૂપાલા વિવાદમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ આપ્યું નિવેદન
ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા
અમદાવાદ મહાનગર પાલિકાનું ટેન્કર દીવાલ સાથે અથડાતા દિવાલ ધરાશાયી થઈ હતી. ત્યારે દિવાલ ધરાશાયી થતા ફૂટપાથ પર ઉભેલી મહિલા કાર્યકર્તાઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઘટના બનતા જ શહેર ભાજપનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ 108 મારફતે ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલીક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.