બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / VTV Gujarati exposed modus operandi of drug supply in Gujarat

ઑપરેશન ગુજરાત બચાવો / તમારાં બાળકોને ખતમ કરવાં ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યાં છે આ મોડસ ઓપરેન્ડી

Published By: Gayatri

Last Updated: 02:38 PM, 18 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTVGujrati.com કરેલાં ‘ગુજરાત બચાવો’ ઑપરેશનમાં જાણાવાં મળ્યું કે વિદેશોમાંથી ડ્રગ્સ ઘુસાડવાની માફિયાની મોડસ ઓપરેન્ડીઓ ગુજરાતના યુવાધનને પતાવવાં જ બેઠી છે. કોણ જાણે ક્યારે તમારા સંતાનો પણ તેનો ભોગ બની જાય. કાશ્મીર માટે પાકિસ્તાન સામે લડી રહેલી સરકારને એ જ ખબર નથી કે પાકિસ્તાનના દરિયાઈ માર્ગેથી જ માફિયાઓ ગુજરાતમાં અબજોનું ડ્રગ્સ ઘુસાડે છે.

  • સરકાર પાકિસ્તાન પાસેથી કાશ્મીર લેવાના બદલે રાજ્યમાં ઘુસતું ડ્રગ્સ બંધ કરે તો ય બહુ   
  • ગુજરાતમાં સુરત ડ્રગ્સ માફિયા અને ગ્રાહકોનું એપી સેન્ટર, અહીંથી સમગ્ર રાજ્યમાં પુરુ પડે છે ડ્રગ્સ
  • અમદાવાદ રેલવેનો કાળીગામ ડેપો ડ્રગ્સ સપ્લાઈનું પીઠ્ઠુ

સરકારનો દમ છુટી જાય પણ માફિયાઓની ચાલ ખોટી ના પડે

સરકારી વાહનવ્યવહાર જ માફિયાઓ ડ્રગ્સ હેરફેર કરી તમામ એજન્સીઓને હાથતાળી આપી જાય છે. રેલવેના ડબ્બા અને માલગાડીઓ માફિયાઓની ફેવરિટ જગ્યા જ્યાં કોઈ જ રોક ટોક વગર હજારો કિલો ડ્રગ્સની હેરફેર થાય. એરપોર્ટ પર 10 ગ્રામ સોના માટે પણ ડ્યુટી માટે માથાકુટ કરતાં અધિકારીઓ આ ડ્રગ્સની કેટલી ડ્યુટી લેતાં હશે?  

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં થાય છે નશીલા પદાર્થોની લખલૂટ ખેતી

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી લખલૂટ થાય છે. અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાનના દરિયાઈ માર્ગે થઈ માદક દ્રવ્યો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મૂ-કાશ્મીરમાં પહોંચે છે. જેમાં માફિયાઓ માટે ગુજરાત હોટફેવરિટ સ્થાન. બીજી તરફ બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળમાં અને મ્યાનમારથી મિઝોરમ, મણીપુર, નાગાલેન્ડમાં નશીલા પદાર્થો પહોંચી જાય છે અને કાનોકાન કોઈને ખબર પણ નથી થતી. વળી કેટલાક પશ્ચિમ દેશોમાંથી દરિયાઈ માર્ગે પણ ડ્રગ્સના ઈન્ટરનેશનલ માફિયા દેશમાં ડ્રગ્સ ઘુસાડે છે.

શું કહે છે ઝોનલ ઓફિસર એ બ્રુનો (નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો, અમદાવાદ)

ગુજરાતના આ વેપલા અંગેની આખી મોડેસ ઓપરેન્ડીનો આછેરો ખ્યાલ તો નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોની અમદાવાદ ઓફીસના ઝોનલ ઓફીસર એ બ્રુનો એ આપ્યો છે. તેમને જણાવ્યું કે, ગુજરાતમાં આ વેપાર ધીરે ધીરે વધી રહ્યો છે તેને કંટ્રોલમાં લાવવો જરૂરી છે. તેમણે જ ગુજરાતના અમુક પ્રદેશની વાત કરી હતી. બીજા રાજ્યો અને દેશોમાંથી પ્રવેશી રહેલું ડ્રગ્સ કેવી રીતે ગુજરાતની જડમાં સડો પહોંચાડી રહી છે તેની પણ ખુલીને વાત કરી હતી. 

નશીલા પદાર્થોનો દરિયાઈ માર્ગથી ગુજરાતમાં થાય છે પ્રવેશ

જ્યારે વાત MD ડ્રગ્સ, બ્રાઉન સુગર, હેરોઈન, કોકેઈન, અફિણ સહિતના ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ગુજરાતમાં દરિયાઈ સરહદે જામનગર અને તો કચ્છ અને પાટડી, સુરેન્દ્રનગર, પાટણ વાળા રસ્તે પ્રવેશે છે. સુરેન્દ્રનગર જિલ્લો ડ્રગ્સ માફિયાઓનો પોતાનો જિલ્લો અહીં ઉત્પાદકો પણ છે અને હજારો ગ્રાહકો પણ. રાજ્યમાં ગાંજો અને અફીણની સૌથી વધુ ખેતી સુરેન્દ્રનગર જિલ્લામાં જ થાય છે.

કેવી રીતે ગુજરાતમાં પ્રવેશે છે ગાંજો?

ગુજરાતમાં મોટા ભાગનો ગાંજો યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં સપ્લાય થાય છે. રેલવે માર્ગે અન્ય રાજ્યોમાંથી સુરતમાં ઘુસાડાય છે ગાંજો અને અન્ય ડ્રગ્સ. સુરતના ડ્રગ્સ સપ્લાયર્સ અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં સપ્લાઈ કરે છે.  ખરેખર આ નશાની જાળ ક્યાંથી ક્યાં પહોંચે કે આપણી નજર સામેથી પસાર થતું હોય તોય કેમ નરી આંખો દેખાતુ નથી?

ઑપરેશન ગુજરાત બચાવો / ગુજરાત સરકારના નાક નીચે ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, માફિયાઓનો થઈ રહ્યો છે 'વિકાસ'

પંજાબ મોટું સપ્લાયર રાજ્ય

આસપાસના રાજ્યની વાત કરીએ તો પંજાબથી રાજસ્થાન આવેલ ડ્રગ્સ આપણા સુધી પહોંચે છે જ્યારે પશ્ચિમ બંગાળથી પણ ગુજરાત નશીલા પદાર્થોની આયાત કરે છે. ગુજરાતમાં આ નશાનો ધંધો હાલતો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યાર સુધી છુપાઈ છુપાઈને રાતના અંધારામાં થતો આ વેપલો હવે દિવસના અજવાળામાં પણ થવા લાગ્યો છે. 

સરકારી ટ્રાન્સપોર્ટથી જ ડ્રગ્સનું નેટવર્ક ફુલ્યુ ફાલ્યું

રેલવેનો ઉપયોગ સૌથી વધુ થાય છે. રેલવેના આખા કન્સાઈનમેન્ટ અમદાવાદના કાળીગામ પાસે આવેલા યાર્ડમાં ઉતરે છે જેની કાનોકાન કોઈને ખબર નથી પડતી. આ માલગાડીના ડબ્બામાં ભરેલા ચરસ ગાંજા કે અન્ય કેફી પદાર્થો અનાજ, ઘાસ કે અન્ય વસ્તુઓ સાથે રવાના કરી દેવામાં આવે છે અને તેની ડિલિવરી પણ નિશ્ચિત કરેલા માણસ લઈ લે છે.

ઑપરેશન ગુજરાત બચાવો / અમદાવાદમાં ચણા-મમરાંની જેમ મળતાં ડ્રગ્સના ખતરનાક દ્રશ્યો કેમેરામાં કેદ... બચાવી લો તમારા સંતાનોને

અનાજના ગોડાઉનના નામે કેફી દ્રવ્યોનો થાય છે સંગ્રહ

કાળીગામનું છારાનગર તેમજ માધુપુર, કાલુપુર પાસેનો કેટલાક વિસ્તારમાં તો રીતસર અનાજના ગોડાઉનના નામે જ કેફી દ્રવ્યોનો સંગ્રહ થાય છે જેની કોઈને ગંધ સુદ્ધા નથી આવતી. સામાન્ય રીતે ઓઈલ ચોરી કે કોલસા ચોરીને પકડી પાડતી પોલીસ આવડા મોટા કેફી દ્રવ્યોના કન્સાઈમેન્ટના પગેરા કેમ નથી ઝડપી શકતી? તે તો બહુ મોટો પ્રશ્ન છે. જો કે વરસે દહાડે જે ડ્રગ્સ ઝડપી પડાય છે તે તો કુલ જથ્થાના 10થી 15 ટકા પણ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Drugs Expose Gujarat Bachao VTV Gujarati VTVGujarati Sting Operation drugs supply modus operandi ઓપરેશન ગુજરાત બચાવો ગુજરાત બચાવો Operation Gujarat Bachao

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ