બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Big drug scam exposed in Ahmedabad in VTVGujarati's sting operation 'Gujarat bachao'

ઑપરેશન ગુજરાત બચાવો / ગુજરાત સરકારના નાક નીચે ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર, માફિયાઓનો થઈ રહ્યો છે 'વિકાસ'

Published By: Hiren

Last Updated: 09:25 PM, 18 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્થિક રીતે દિવસેને દિવસે વિકાસની હરણફાળ ભરી રહેલાં ગુજરાતનું મોટાભાગનું યુવાધન આગામી વર્ષોમાં પતન થઈ જાય તો નવાઈ ન અનુભવતાં. VTVGujarati.comની ટીમે કરેલાં 'ગુજરાત બચાવો' ઑપરેશનમાં એવી ચોંકાવનારી માહિતી મળી કે તમે જાણીને સ્તબ્ધ થઈ જશો. હજુ ગુજરાતના વાલીઓ સંતાનોને દારૂથી દૂર રાખવા મથી રહ્યા છે ત્યાં તો ધ્યાને આવ્યું કે દર વર્ષે અંદાજે 10 હજાર કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને કોણ જાણે કેટલાં અબજોનું ડ્રગ્સ ગુજરાતના યુવાનો લઈ રહ્યાં છે.  VTVGujarati.comની ટીમે કરેલાં સ્ટિંગ ઑપરેશન, ઉંઘતી રૂપાણી સરકાર સહિત સમગ્ર ગુજરાતની આંખ ઉઘાડી દે તેટલાં ભયાનક છે.

  • રાજ્યમાં ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોના સંતાનો ડ્રગ્સ લેવામાં મોખરે 
  • દારૂમાં આબરૂ જવાનાં ડરે યુવાનો ડ્રગ્સ લેવાનું વધુ પસંદ કરે છે 
  • ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી અને નેટવર્ક થ્રુ ગુજરાતમાં ઘુસે છે અબજોનું ડ્રગ્સ
  • 15 વર્ષના કિશોરથી શરૂ કરી 30 વર્ષ સુધીના યુવાનોમાં ડ્રગ્સ લેવું નવી ફેશન
  • હાઈપ્રોફાઈલ યુવાનોએ હવે પોકેટમની માટે અંદરોઅંદર ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યુ

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટાં શહેરોમાં ખુલ્લેઆમ ચાલતાં ડ્રગ્સ માફિયાઓ રાજનો મહાપર્દાફાશ થયો છે. અમે કરેલાં ‘ગુજરાત બચાવો’ ઑપરેશનમાં એવું જાણવા મળ્યું કે દારૂના અડ્ડાઓ શોધતાં યુવાનો હવે ડ્રગ્સના રવાડે ચડ્યાં છે. શાકભાજી કે પાણીપુરીની લારીઓ પર વેચાઈ રહેલા ડ્રગ્સને કારણે અજાણતાં તમારા હજારો સંતાનો આના ભોગ બની રહ્યા છે.

અમદાવાદના શાહપુરમાં જે જોવા મળ્યું તે વાલીઓના શ્વાસ થંભાવી દેશે...

VTVGujarati.comની ટીમે ડ્રગ્સના ગોરખધંધા વિશે માહિતી લેવા માટે અમદાવાદની હર એક ખૂંફિયા અને અંધારી ગલીમાં ફરીને ચોંકાવનારા સ્ટિંગ ઓપરેશન કર્યા જેમાં આંખો ફાડી નાંખે તેવી વિગતો સામે આવી છે. સૌથી ચોંકાવનારી માહિતી મળી અમદાવાદના શાહપુરમાં જ્યાં ડ્રગ્સમાં સૌથી ખતરનાક ગણાતું એવું MDMA ડ્રગ ચણા-મમરાંની જેમ માંગો ત્યારે ખુલ્લેઆમ મળી જાય છે. અમને બાતમી તો મળી હતી પરંતુ જ્યારે અમે આ મેળવવાનો પ્રયાસ કર્યો તો અમને ખૂબ જ સરળતાથી અને ખુલ્લેઆમ મળી ગયો હતો. આ માફિયાઓની હિંમત તો જુઓ કે માત્ર વેચવા સુધી નહીં પરંતુ કેવી રીતે આ નશો કરી શકો તે પણ શીખવાડે છે જેથી તેમનો ગ્રાહક સચવાઈ રહે. જુઓ આ ચોંકાવનારો વીડિયો

આખા અમદાવાદમાં માંગો તે ડ્રગ્સ મળે છે, મહિલા વેપારીઓનો દબદબો

શાહપુર બાદ અમદાવાદમાં અમે અન્ય જગ્યાઓની તપાસ કરતા જોયું તો લગભગ આખા અમદાવાદમાં માંગો ત્યાં તમને જોઈએ એ કેફી પદાર્થ મળ્યાં હતાં. ત્યારે અમારા કેમેરામાં સેટેલાઈટ, આંબાવાડી, સિંધુ ભવન રોડ, ઘાટલોડિયા, રાણીપ, શાસ્ત્રીનગર, રામદેવનગર, ગુલબાઈ ટેકરા, RTO સહિત જેવાં પૉશ વિસ્તારોમાં અફીણ, ગાંજો, બ્રાઉન સુગર, દારુ અને હૅરોઈન જેવા પદાર્થો ખુલ્લેઆમ પોલીસની મીઠી નજર નીચે વેચાય છે. જુઓ આ વીડિયો...  


રૂપાણી સરકારની ઉંઘ ઉડે તો ગુજરાતનું યુવાધન બચશે

બૂટલેગરોના હિટ લિસ્ટ બહાર પાડવામાં પણ ડરતી સરકાર ડ્રગ્સ માફિયાઓને પકડવા તો ઠીક પણ ખાલી પડકારે તો ય ભયો ભયો. સરકારના કાગળ ઉપરના લાખ પ્રયત્ન છતાંય ડ્રગ્સનો અબજોનો વેપાર બેરોકટોક વધી રહ્યો છે. આ અમે નહીં સરકારની જ ATSના આકડાં કહે છે. જો કે રૂપાણી સરકાર ડ્રગ્સ માફિયાને પકડી આપણાં સંતાનોનું જીવન બચાવશે એ તો ગુજરાતના વાલીઓ માટે સપનાં સમાન છે.  

અમદાવાદમાં ચણા-મમરાંની જેમ મળતાં ડ્રગ્સના ખતરનાક દ્રશ્યો કેમેરામાં કેદ... બચાવી લો તમારા સંતાનોને

વિદેશોમાંથી ગુજરાત પહોંચે છે ડ્રગ્સ, સુરેન્દ્રનગર જિલ્લો ડ્રગ્સનું પીઠ્ઠુ

અફઘાનિસ્તાનમાં અફીણની લખલૂટ ખેતી થાય છે જે પાકિસ્તાનના દરિયાઈ માર્ગે થઈ ગુજરાતમાં સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગરના દરિયાકાંઠે પહોંચે છે. સુરેન્દ્રનગર જિલ્લો તો જાતે ગાંજો અને અફીણની ખેતી કરતો જિલ્લો છે. આ ઉપરાંત MDMA, બ્રાઉન સુગર, હૅરોઈન પશ્ચિમ બંગાળ, પંજાબ અને રાજસ્થાનથી રેલવેના પાર્સલ અને માલગાડીઓમાં મારફતે ગુજરાતમાં ઘૂસે છે. હાલમાં ડ્રગ્સના ટ્રાન્સપોર્ટ માટે સુરત માફિયાઓનું પસંદીદું શહેર છે.


6000 રૂપિયામાં એક ચપટી મળતાં હૅરોઈન માટે યુવાનો મર્ડર કરવા તૈયાર

કેસરથી પણ મોંઘુ 6 હજાર રૂપિયામાં મળતાં 1 ગ્રામ હૅરોઈન માટે ગુજરાતનું યુવાધન કોઈ પણ વસ્તુ કરવા તૈયાર છે ખુન પણ. દૂધ અને છાશની ડિલેવરીની જેમ માત્ર એક ફોન પર માફિયાઓ હજારો રૂપિયાના 1 ગ્રામ MDMA, ચરસ, એસિડ પેપર ફ્રીમાં હોમ ડિલીવરી કરી આપે છે. અફીણ, બ્રાઉન સુગર અને ગાંજો તો જાણે મફત જ મળતો હોય તેમ શાકભાજી અને પાણીપુરી વાળાની લારીઓ પર મળી રહ્યો છે.
 

હાઈપ્રોફાઈલ યુવક-યુવતીઓ ડ્રગ્સનો વેચી પોકેટમની ઉભી કરે છે 

કોલેજના તો ઠીક પણ  સ્કૂલના બાળકો પણ ગાંજો અને ચરસને સીંગદાણાની જેમ લઈ રહ્યાં છે. કોલેજીયન અને સ્કૂલના બાળકો માટે હાઈપ્રોફાઈલ ઘરના યુવાનો અને યુવતીઓ ઘરે ન કેવાના વિશ્વાસમાં ડ્રગ્સ વેચી પોકેટમની ઉભી કરે છે. સિગારેટ અને મસાલા ખાતા યુવાનોના સર્કલમાંથી જ ડ્રગ્સની લત લાગે છે અને યુવાનને ખબર પણ નથી પડતી કે તે ડ્રગ્સનો એડિક્ટ થઈ ગયો છે. 

READ ALSO: ઑપરેશન ગુજરાત બચાવો / તમારાં બાળકોને ખતમ કરવાં ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યાં છે આ મોડસ ઑપરેન્ડી

દર વર્ષે 50 હજાર કિલોથી વધુ ડ્રગ્સની ખપત છે માફિયાઓને 

માફિયાઓ ગુજરાતમાં અંદાજે 50 હજાર કિલોથી વધુ વિવિધ પ્રકારના ડ્રગ્સ વેચી રહ્યા છે. જો કે દર વર્ષે અંદાજે 10 હજાર કિલો જેટલું ડ્રગ્સ તો પકડાઈ રહ્યું છે. ATSએ પકડેલાં ડ્રગ્સમાં 2019માં 2920 કિલો ગાંજો, 531.381 કિલો અફીણ, 102.182 કિલો હેરોઈન - બ્રાઉન સુગરનો સમાવેશ થાય છે.

ATSના આંકડાની માયાજાળ

ATSના આંકડા જોઈએ તો મગજ ચકરાવે ચઢી જાય. વર્ષ 2018 અને 2019માં પકડાયેલા ગાંજો, ચરસ, અફીણ, હેરોઈન, કોકેઈન, સિન્થેટીક ડ્રગ્સ, પોષ ડોડા વગેરેને આંકડા જોઈને તમે જ નક્કી કરો કે કેટલું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાતું હશે અને કેટલું યુવાનોના પેટમાં.

(2019ના વર્ષના આંકડા 7 મહિનાના છે)

ગાંજો
2018માં 4600 કિલો ગાંજો  
2019માં 2920 કિલો ગાંજો

ચરસ
2018માં 46.646 કિલો    
2019માં 33.968 કિલો

અફીણ
2018માં 1.592 કિલો  
2019માં 531.381 કિલો

હેરોઈન - બ્રાઉન સુગર
2018માં 5.393 કિલો  
2019માં 102.182 કિલો

સિન્થેટીક ડ્રગ્સ- પોષડોડા
2018માં 3671.427 કિલો  
2019માં 4528.623 કિલો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Bachao Gujarat Drugs Operation Gujarat Bachao VTVGujarati Sting Operation ઑપરેશન ગુજરાત બચાવો ગુજરાત ડ્રગ્સ Operation Gujarat Bachao

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ