બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / VTV Gujarati Operation Gujarat Bachao drug and liquor scam caught in camera Ahmedabad

ઑપરેશન ગુજરાત બચાવો / અમદાવાદમાં ચણા-મમરાંની જેમ મળતાં ડ્રગ્સના ખતરનાક દ્રશ્યો કેમેરામાં કેદ... બચાવી લો તમારા સંતાનોને

Published By: Hiren

Last Updated: 05:13 PM, 18 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTVGujarati.comની ટીમે કરેલાં ‘ગુજરાત બચાવો’ ઑપરેશનમાં જાણાવા મળ્યું કે અમદાવાદમાં મોતનો સામાન જેવાં બ્રાઉન સુગર અને MD ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાતા મળી રહે છે. સ્ટિંગ ઓપરેશનમાં દેખાય છે કે માફિયાઓ ગ્રાહક સાચવવા નશો કરતા પણ શીખવે છે. જો કે અમદાવાદમાં તો ચણા-મમરાંની જેમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને જાણીને નવાઈ લાગશે કે ઘરે ડિલીવરી પણ થાય છે.

  • MD જેવું ખતરનાક ડ્રગ્સ અમદાવાદમાં ચોરેને ચૌટે વેયાય છે
  • દિલધડક ઓપરેશનમાં અમારી ટીમના જીવ પડીકે બંધાયા હતા
  • વેચાઈ તો ઠીક પણ ગ્રાહક સાચવવા માફિયાઓ નશો કરતાં પણ શીખવે છે

હવે અમદાવાદમાં બૂટલેગરો અને માફિયાઓનું રાજ

એક તરફ તંત્ર હપતા વસુલીને AC ઓફિસોમાં આરામ ફરમાવી રહ્યું છે ત્યારે સફેદ પાવડરના વેપારીઓ રસ્તા ઉપર મોત વેચી રહ્યા છે અને યુવા ધન હોંશે હોંશે આ મોતને ગળે વળગાળી રહ્યું છે. માફિયા અને બુટલેગરો બેફામ બન્યા છે. આ અમે નથી કહેતા પણ અમારી ટીમ જ્યારે અમદાવાદમાં બ્રાઉનસુગર અને MD લેવા પહોંચી તો અમને માત્ર ડ્રગ્સ જ નહીં પરંતુ એ કેવી રીતે લેવું અને તેનાથી કેવી જન્નતના દર્શન થાય છે તે પણ શીખવનારા માફિયા મળ્યા.

ખતરનાક સ્ટિંગ ઑપરેશનનોમાં નશેડીઓની દુનિયામાં ડોકિયું

અમારી ટીમે માથે ઝળુમતા મોતના જોખમ છતાંય આ દીલધડક સ્ટિંગ ઓપરેશનને અંજામ આપ્યો અને નશેડીઓની દુનિયામાં ડોકિયું કર્યું તો આ નર્ક આપણા હાથ વેંત જ છેટુ છે અને તે પરિવારના એવા પક્ષને ડંખી રહ્યું છે જે માસુમ છે અને ભવિષ્ય છે. વધુ ઈંતેજાર ન કરાવતા તમને અમે એ અંધારી નશાની દુનિયામાં અજવાળે લઈ જઈએ.

એક માફિયાના સંપર્કથી પોલ ખુલી

આર્થિક રીતે દિવસેને દિવસે વિકાસની હરણફાળ ભરી રહેલાં ગુજરાતનું મોટાભાગનું યુવાધન આગામી વર્ષોમાં પતન થઈ જાય તો નવાઈ ન અનુભવતાં. VTVGujarati.comની ટીમે કરેલાં 'ગુજરાત બચાવો' ઑપરેશનમાં એવી ચોંકાવનારી માહિતી મળી કે તમે જાણીને સ્તબ્ધ થઈ જશો.

નશાની દુનિયાની એક બારી જેવા એક વ્યક્તિનો સંપર્ક સાધતા તેણે અમને પહેલા લાલ દરવાજા બોલાવ્યા પછી પાલિકા બજાર પાસે એક કલાક સુધી અમને રાહ જોવડાવી અને પછી વોચ ગોઠવી જ્યારે તેને અમારા પર ભરોસો આવ્યો ત્યારે તે અમારી પાસે આવ્યો અને અમને દરિયાપુર લઈ ગયો જ્યાંથી તે પોતાના ઘરેથી MD ડ્રગ્સ લઈ આવ્યો અને અમને પીતા પણ શીખવાડ્યું. અહીં એક આખી ઘટના અમે શબ્દ સહ રજૂ કરીએ છીએ.

જુઓ આ વીડિયો Operation Gujarat Bachao: ગુજરાત સરકારના નાક નીચે ચાલે છે ડ્રગ્સનો વેપલો

સ્ટિંગ ઑપરેશન ગુજરાત બચાવો

શાસ્ત્રીનગર- બ્રાઉન સુગર

તને જ માલ ડીમ પડે છે બાકી બધાને તો કંઈ વાંધો નથીઃ શાસ્ત્રીનગરની લાલી (માદક દ્રવ્યોની વિક્રેતા)

ઘાટલોડિયામાં શાસ્ત્રીનગરની ત્રિપદા સ્કૂલની પાછળના ફ્લેટ રહેતી પંજાબી લાલી (ડ્રગ્સ વેચતી મહિલા)ને ત્યાં રાતે અમારી ટીમ ડ્રગ્સ ખરીદવા પહોંચી હતી. ત્યારે લાલી સાથે થયેલી વાતચીતના અંશો...

રિપોર્ટરઃ 150 વાળી આપોને... માલ ખુબ ડીમ છે દાદી
લાલીઃ તું ખાયા કરને..? તું ખાયા કર...
રિપોર્ટરઃ ખરેખર ખુબ ડીમ છે...
લાલીઃ બીજું કોઈ નથી બોલતું.. તું જ બોલ્યા કરે છે..
રિપોર્ટરઃ ડીમ હોય તો ડીમ જ કહુ ને

સેટેલાઈટ રામદેવનગર - ચરસ ગાંજો

શહેરનો પૉશ વિસ્તાર સેટેલાઈટના રામદેવનગર તો જાણે ચરસ અને ગાંજાનું હબ બની ગયું છે. જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે સામેથી એક યુવકે પુછ્યું માલ જોઈએ છે? ભાઈ...  રિપોર્ટરે જ્યારે હા પાડી ત્યાં ગણતરીની મિનિટોમાં ગાંજો-ચરસ હાજર હતા.

રિપોર્ટરઃ ચરસ જોઈએ છે
વેચનારઃ માલ મળશે એક નંબર પડ્યો છે
રિપોર્ટરઃ કાલેજ અમારો સીન થઈ ગયો હતો એક જણ પૈસા લઈ ગયું પણ માલ...(વચ્ચે જ અટકાવીને)
વેચનારઃ ના ભાઈ.. આપણે વસ્તુ આપીને પૈસા પછી લેવાના
રિપોર્ટરઃ હમમમ ઓકે તો લઈ આવો..
વેચનારઃ 500ની પત્તી થશે
રિપોર્ટરઃ બકા 200 રૂ ભાવ ચાલે છે ગામમાં...
વેચનારઃ હા તો 30 ગ્રામ જ મળશે... 500 રૂ માં 30 ગ્રામ માલ મળશે.
રિપોર્ટરઃ ચાલશે ...
વેચનારઃ 50 ગ્રામના 800 રૂ તમે કહો છો... બરાબર... તો મેં તમને 500 રૂ 30 ગ્રામના કહ્યાં
બીજો રિપોર્ટરઃ 200નું મળે જ છે ને યાર
વેચનારઃ અત્યારેય ક્યાંય માલ નથી.. મારી પાસે રૂા. 500 વાળુ એક જ પેકેટ પડ્યુ છે.
રિપોર્ટરઃ સારું લઈ આવ

સેટેલાઈટ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર, મેરિયેટ હોટેલ અને સદવિચાર વચ્ચે આવેલા AMTS બસસ્ટોપ પાસે ચરસ આપી ગયો. શહેરની નામી હોટેલ હોય સદવિચાર આશ્રમ હોય અને જાહેર રોડ હોય તેમ છતાં ત્યાં ધોળે દિવસે ચરસ વેચાય છે. 

ડ્રગ્સના નેટવર્કનુ મહત્વનું પગથિયું પાણીપુરીવાળો, પોલીસની ગાડીની સામે જ થઈ ગાંજાની હેરફેર

હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે અમને પોલીસની ગાડી ઉભી હોવા છતાંય એક પાણીપુરીવાળાને ત્યાંથી ગાંજો મળ્યો. રામદેવનગરથી ઈસરો જતા રોડ ઉપર જ અમે એક પાણીપુરીવાળા પાસે પાણીપુરી ખાવા ગયા. તો ત્યાં બેઠેલા એક યુવાને અમને સામેથી પૂછ્યું માલ જોઈએ છે...? અમે જેવી હા પાડી કે તે તરત જ ગાંજો લઈ આવ્યો.. અને જે રીતે અમારી સુધી આ ગાંજો પહોંચ્યો તે ખરેખર ઘણી વિચિત્ર રીત હતી.

રિપોર્ટરઃ ત્યાં મુકી દે.. હું લઈ લઈશ..
વેચનારઃ OK.. પૈસા પીંટ(પાણીપુરીવાળો)ને આપી દે જો
પાણીપુરીવાળોઃ સાહેબ ખોલીને ન જુઓ.. નાખી દો અંદર...અહીં પોલીસવાળાની ગાડી ઉભી છે.
રિપોર્ટરઃ હા મેં જોઈ
પાણીપુરીવાળોઃ જુઓ તો અહીં તો નથી આવતાને?
રિપોર્ટરઃ ના રે ના તે તો ઊંઘમાં છે ઊંઘી ગયા.. છે

સેટેલાઈટ પોલીસના નાકની નીચે જ રામદેવનગરમાં ખુલ્લેઆમ પાણીપુરીવાળાથી લઈને લારી-ગલ્લા દુકાનમાં ધમધોકાર ચરસ-ગાંજો વેચાય છે.

ગુલબાઈ ટેકરા - દારૂ

ગુલબાઈ ટેકરા હોલીવુડ તરીકે ફેમસ છે અને અહીં પુરુષો નહીં પણ મહિલા બુટલેગરોનું રાજ છે. ઠેર ઠેર ચરસ ગાંજો અને દુનિયાના તમામ કેફી દ્રવ્યોનું વેચાણ કરે છે આ વિસ્તાર. આવી માહિતી અમને અહીંના જ એક લોકલ માણસે આપી અને અમે જ્યારે તેને પૂછ્યું કે, અહીં અફીણ-ગાંજો કોણ વેચે છે? તો તેણે એક એડ્રેસ આપ્યું. અમારી ટીમ તુરંત જ એ એડ્રેસ પર પહોંચી

રિપોર્ટર અને મહિલા બુટલેગર વચ્ચેની વાતચીતના અંશો...

મહિલા બુટલેગરઃ મોબાઈલ નીચેના ખીસ્સામાં મુકી દો..
રિપોર્ટરઃ અરે યાર બંધ છે મોબાઈલ જોઈ લો.. નીચેનું ખીસ્સુ પલળી ગયું છે. એટલે ઉપર મુક્યો હતો.
બુટલેગરઃ પૈસા સારા આપ્યા તો સારી વસ્તુ મળીને?
રિપોર્ટરઃ ક્યું છે? જોવા તો દો..? એ જ છે ને?
દારૂ વેચનારઃ કાલે લઈ ગયા હતા ... તે જ છે..
અન્ય વ્યક્તિઃ ઓફિસિયલ ચોઈસ જ છે.

અન્ય એક બુટલેગર સામે આવીને રિપોર્ટરને મળ્યો અને કહ્યું...

બુટલેગરઃ આપણી પાસે માત્ર દારૂ જ છે...
રિપોર્ટરઃ કયુ પડ્યું છે?
બુટલેગરઃ ઓફિસિયલ ક્વાર્ટર
રિપોર્ટરઃ એતો બધે જ મળે છે
બુટલેગરઃ 250ની બાટલી છે
રિપોર્ટરઃ 200માં થાય તેમ નથી?
બુટલેગરઃ ના
રિપોર્ટરઃ 200માં થાય એમ હોય તો કહો...14 જોઈએ છે..ક્વાર્ટર મારવી છે...
બીજુ એક જણઃ ક્વાર્ટર મારવી છે? અરે મજા આવશે.. ચલમ-બલમ પીવાની.. ચરસ નહીં મળે?.. ગાંજો જ મળશે?
બુટલેગરઃ ગાંજો મળશે પણ પેલા મંદિરે જવું પડશે તમારે
રિપોર્ટરઃ વચ્ચે તો અહીંથી જ લીધો હતો ને?
બુટલેગરઃ અહીં નહીં. અહીં માત્ર ક્વાર્ટર અને બિયર જ મળે છે, ગાંજામાં હું જવાબદારી નથી આપતો.
રિપોર્ટરઃ ક્વાર્ટર તો લઈએ એક? ક્વાર્ટર આપો
બુટલેગરઃ 250 જ થશે આપુ?
અન્ય વ્યક્તિઃ ગાંજો લેવાનોને ભાઈ.. આ ભાઈને પૂછો.. એ આ ભાઈને ગાંજો જોઈએ છે.. લાવી આપોને ?
રિપોર્ટરઃ લાવી આપોને યાર આવું શું કરો છો?
બુટલેગરઃ તમે આ રોડ ઉપર આગળ જાઓ.. ત્યાં બળિયાદેવનું મંદિર આવશે.. ત્યાં ઈશ્વરભાઈ હશે એ આપશે તમને..
રિપોર્ટરઃ તમારૂં નામ આપુ?
બુટલેગરઃ હા .. કે જો કે, હેમંતભાઈએ મોકલ્યા છે.

આ તો માત્ર એક ઝલક છે. આંબાવાડી વિસ્તામાં ગુલબાઈ ટેકરા, સેટેલાઈટમાં રામદેવનગર, શાસ્ત્રીનગર, થલતેજ, સિન્ધુભવન રોડ, વૈષ્ણવદેવી, ગોતા, બોપલ, નદી પેલે પારના વિસ્તાર કોઈ વિસ્તારમાં આ નશો ન મળતો હોય તેવું નથી. કેટલાક વિસ્તાર તો પોલીસ સ્ટેશનની લગોલગ છે જેમ કે, રાણીપ, સાબરમતી, વાડજ પણ સ્થિતિ દિવા તળે અંધારા જેવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Bachao Gujarat Drugs Scandal Operation Gujarat Bachao VTVGujarati ઑપરેશન ગુજરાત બચાવો ગુજરાત ગુજરાત બચાવો ડ્રગ્સ Operation Gujarat Bachao

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ