Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મહામંથન / સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જીત ભાજપને વધુ મજબૂત કરશે ?

 સ્થાનિક સ્વરાજથી લઈને વિધાનસભા અને વિધાનસભાથી લઈને સંસદ સુધી ભાજપનો રથ આગળ વધી રહ્યો છે તેને જોતા હવે લાગે છે કે માત્ર સંસદ અને વિધાનસભા જ નહીં પરંતુ સ્થાનિક સ્વરાજમાં પણ લોકો કોંગ્રેસને જાકારો આપી રહ્યા છે..ભાજપના વિકાસને લોકો હવે સ્થાનિક ક્ષેત્રે પણ વધાવી રહ્યા  છે તેમ આ ચૂંટણીનું પરિણામ સાબિત કરે છે..આ પરિણામમાં સૌથી આશ્ચર્યજનક વાત તો તે છે કે કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકે છે જ્યારે NCP 4 બેઠકો  જીતી છે..વાત જો ગત ચૂંટણીની કરીએ તો  જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપને 44 બેઠક મળી હતી. પરંતુ આ ચૂંટણીમાં 10 બેઠકોનો વધારો થયો અને 54 પર પહોંચી છે. જ્યારે કોંગ્રેસ પાસે 15 બેઠક હતી, જે ઘટીને માત્ર એક રહી ગઈ છે. જ્યારે એનસીપી પાસે એકપણ બેઠક નહોતી, જે 4 થઈ ગઈ છે. ત્યારે અહી સવાલ એ છે કે શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પછી પણ કોંગ્રેસની આંખ ઉઘડશે કે કેમ?વિધાનસભા અને સંસદ બાદ  પંચાયતીરાજમાં પણ હવે ભાજપનો પરચમ લહેરાશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ