બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / VTV AJAB GAJAB : Why is there a space in between drug strip? know

VIDEO / VTV AJAB GAJAB : દવાની સ્ટ્રીપમાં વચ્ચે ખાલી જગ્યા કેમ રાખવામાં આવે છે? જાણો

Megha

Last Updated: 12:19 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દવાની સ્ટ્રીપમાં જેટલી પણ ગોળીઓ હોય તેના વચ્ચે ચોક્કસ અંતર રાખવામાં આવ્યું હોય છે પણ આમ કરવા પાછળનું કારણ શું છે? જુઓ

<

  • દવા ખાતા સમયે તમે ક્યારેય તેના પેકિંગ પર ધ્યાન આપ્યું છે? 
  • દવાની સ્ટ્રીપમાં વચ્ચે ખાલી જગ્યા કેમ રાખવામાં આવે છે? 
  • દવાને સુરક્ષિત રાખવા માટે આ જગ્યા સ્પેસ રાખવામાં આવે છે

બીમાર પડવાની સિઝન ચાલી રહી છે એવામાં દરેક લોકો જમીને મુખવાસની જગ્યા પર દવા ખાતા જોવા મળી રહ્યા છે પણ શું દવા ખાતા સમયે તમે ક્યારેય તેના પેકિંગ પર ધ્યાન આપ્યું છે? દવાનું પેકેટ ખરીદતા સમયે તેની એક્સપાયરી ડેટ સહિત અનેક વસ્તુઓ આપણે જોતાં હોઈશું પણ શું ક્યારેય દવાનાના પેકેટમાં વચ્ચે આવેલ ખાલી જગ્યા વિશે વિચાર્યું છે?

એક દવાની સ્ટ્રીપમાં જેટલી પણ ગોળીઓ હોય તેના વચ્ચે ચોક્કસ અંતર રાખવામાં આવ્યું હોય છે પણ આમ કરવા પાછળનું કારણ શું છે? તો બે દવા વચ્ચે રાખવામાં આવેલ આ ખાલી જગ્યાને કારણે દવાઓ એકબીજા સાથે ભળતી નથી અને કેમિકલ રિએક્શન થવાથી બચાવે છે, એટલે કે દવાને સુરક્ષિત રાખવા માટે આ જગ્યા સ્પેસ રાખવામાં આવે છે. 

આ સિવાય દવાઓ દેશના અલગ અલગ શહેરો અને ઘણી વખત બીજા દેશોમાં પણ મોકલવામાં આવે છે, એટલે ટ્રાન્સપોર્ટ સમયે આ દવા સુરક્ષિત રહે અને તૂટી ન જાય એ કારણે પણ સ્પેસ રાખવામાં આવે છે. ઉપરાંત ઘણી વખત એવું બને છે કે લોકોને દવાનું આખું પેકેટ ન જોઈતું હોય તો દવાના પેકેટને વચ્ચેથી કાપીને વહેંચવામાં આવે છે એ સમયે બીજી દવાને નુકસાન ન પંહોચે એ માટે પણ આ ખાલી જગ્યા છોડવામાં આવતી હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ