બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / voting if you find that someone has already cast your vote on polling booth then ask for tender vote assembly election 2022

તમને ખબર છે? / મતદાન કેન્દ્ર પર પહેલાથી જ તમારા નામનો મત પડી ગયો હોય તો શું કરશો? આ રીતે આપી શકો છો નવો વોટ

Arohi

Last Updated: 12:26 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત મતદાતા એવી ફરીયાદ કરે છે કે જ્યારે તે વોટ આપવા ગયા તો તેમને જણાવવામાં આવ્યું કે તેમનો વોટ પહેલાથી જ આપવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતિમાં શું કરવું તે જાણીએ...

  • આજે પાંચ રાજ્યોમાં બીજા તબક્કાનું મતદાન 
  • તમારા નામથી પહેલાથી જ વોટ પડી ગયો હોય તો શું કરશો? 
  • જાણો આવી સ્થિતિમાં શું છે નિયમો

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સોમવારે બીજા તબક્કાના વોટિંગમાં ઉત્તર પ્રદેશની 55 સીટો પર અને ગોવા, ઉત્તરાખંડની દરેક સીટો પર વોટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની દરેક સીટો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે પણ વોટિંગ હોય છે તો મતદાતાઓની અમુક ફરિયાદો સામે આવે છે. 

આ ફરીયાદોમાં સૌથી પ્રમુખ છે જ્યારે વોટ આપવા મતદાન કેન્દ્રની અંદર ગયા તો ત્યાં ખબર પડે કે તેમના નામનો વોટ પહેલા જ આપી દેવામાં આવ્યો છે. હોઈ શકે છે કે તમારા વિસ્તારના મતદાન કેન્દ્ર પર પણ આમ થયું હોય. 

Caption

જણાવી દઈએ કે આ સ્થિતિ માટે ચૂંટણી પંચમાં એક ખાસ નિયમ છે. જેના દ્વારા તમે તેને ચેલેન્જ કરી શકો છો અને વોટ પણ આપી શકો છો. માટે અમે તમને આજે જણાવી રહ્યા છીએ કે જો ક્યારેક તમારી સાથે અથવા કોઈ જાણકારની સાથે આમ થાય તો તે કઈ રીતે પોતાના મતાધિકારનું પાલન કરી શકે છે. તો જાણીએ શું છે ચૂંટણી પંચના નિયમો. 

શું છે વોટના નિયમ?
હકીકતે જે લોકો આ ફરીયાદ કરે છે કે તમનો વોટ પહેલા જ આપી દેવામાં આવ્યો છે તે લોકો માટે ચૂંટણી પંચની તરફથી 'ટેન્ડર વોટ' વ્યવસ્થા કરવામાં આવી છે. તમે આ ટેન્ડર વોટ દ્વારા જુના વોટને ચેન્જ કરી શકો છો અને નવો વોટ નાખી શકો છો. ચૂંટણી આયોગના નિયમોમાં સેક્શન 42 અનુસાર 'Tendered Vote'ની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દ્વારા પીઠાસીન અધિકારીઓને પહેલાથી ખાસ દિશા-નિર્દેશ આપવામાં આવે છે. સાથે જ તેમને વોટિંગ સમયે મળતી કિટમાં ટેન્ડર વોટ પણ તેમને આપવામાં આવે છે અને ચૂંટણી અધિકારીઓને મતદાન પુરૂ થયા બાદ પણ તેનો વ્યોરા આયોગને આપવાનો હોય છે. 

શું હોય છે ટેન્ડર વોટ? 
માની લો તમે વોટ આપવા માટે કોઈ મતદાન કેન્દ્ર પર ગયા અને તમને જાણકારી મળી કે તમારો વોટ પહેલાથી જ આપી દેવામાં આવ્યો છે. એવામાં તમે તેની ફરિયાદ પીઠાસીન અધિકારીને કરી શકો છો અને પોતાનું આઈડી કાર્ડ બતાવી કે તમે જ અસલી વોટર છો અને કોઈએ તમારા નામથી ખોટો વોટ આપ્યો છે અને બાદમાં તમે અધિકારી પાસે ટેન્ડર વોટની માંગણી કરી શકો છો. 

ટેન્ડર વોટ આ સ્થિતિમાં જ જાહેર કરવામાં આવે છે. પરંતુ તેનાથી તમે ઈવીએનથી તો વોટ નહીં આપી શકો પરંતુ બેલેટ દ્વારા પોતાનો વોટ આપી શકો છો. આવી સ્થિતિમાં અધિકારીને તમને વોટ આપવાનો રહેશે. જેમાં તમે પોતાનો વોટ આપી શકશો. આ એક પ્રકારનું કાગળ હોય છે. જેના દ્વારા તમે વોટ આપી શકો છો. 

કઈ રીતે થાય છે ગણતરી? 
ઘણા રિપોર્ટ્સ અનુસાર, ટેન્ડર વોટની ગણતરી એવી સ્થિતિમાં કરવામાં આવે છે જ્યારે કોઈ ઉમેદવારને સરખા વોટ મળ્યા હોય. તો આવી સ્થિતિમાં ટેન્ડર વોટ દ્વારા જ રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે વ્યક્તિના નામ પર વોટ આપવા અને ગેરકાયદેસર છે અને આમ કરતા પકડાવવા પર ગંભીર કલમમાં કાર્યવાહી કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ