ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Voter turnout in Gujarat is 4% lower than last year, Election Commission's final figures announced

ઇલેક્શન 2022 / ગુજરાતમાં ગત વર્ષ કરતાં 4% ઓછું મતદાન, ચૂંટણીપંચના ફાઇનલ આંકડા જાહેર, જુઓ તમારા વિસ્તારમાં કેટલું?

Published By: Malay

Last Updated: 09:06 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આગામી 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા મતદાનના ફાઈનલ આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • ગુજરાતમાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું 
  • 2017 કરતા 2022માં ચાર ટકા ઓછું મતદાન 
  • 2017માં નોંધાયું હતું 68 ટકા મતદાન 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ છે. ત્યારે 8મી ડિસેમ્બરે તેની મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં હાલના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ સરકાર બનાવશે તેમ લાગી રહ્યું છે. આ વચ્ચે બંને તબક્કામાં થયેલા કુલ મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. 

નર્મદા જિલ્લામાં સૌથી વધારે મતદાન 
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું છે. નર્મદા જિલ્લામાં કુલ 78.42 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં નોંધાયું છે. બોટાદ જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. 

કયા જિલ્લામાં કેટલું નોંધાયું મતદાન?


કઈ બેઠક પર કેટલું નોંધાયું મતદાન?

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ થઇ જતા 788 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થયું હતું. પ્રથમ તબક્કાની આ ચૂંટણીમાં તમામ 89 બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેની મત ગણતરી 8મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

કયા હાથ ધરાશે મતગણતરી?

 


 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Election Commission Gujarat elections 2022 Voter turnout ગુજરાત ચૂંટણી 2022 ચૂંટણી પંચના ફાઈનલ આંકડા Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ