બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હાલમાં દેશભરમાં ધ કશ્મીર ફાઇલ્સની નામક ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. સામાનય માણસથી લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે અને સામે પક્ષે કેટલાક લોકો વિરોધ પણકરી રહ્યા છે ત્યારે ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા આપવામાં આવશે.
સમાચાર એજન્સી ANI મારફતે મળતા સમાચાર અનુસાર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે જેમાં CRPF જવાનો તૈનાત રહેશે. નોંધનીય છે કે બોલિવૂડમાં થોડા દિવસ પહેલા કંગના રણૌતને પણ Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
ADVERTISEMENT
Film director Vivek Agnihotri has been given 'Y' category security with CRPF cover pan India: Government Sources
— ANI (@ANI) March 18, 2022
(File photo) pic.twitter.com/63l1B0BlMz
ADVERTISEMENT
ધ કાશ્મીર ફાઇલ્સ 100 કરોડને પાર
બીજી તરફ વિવેકની ફિલ્મ પણ લોકો ખૂબ જોઈ રહ્યા છે અને જોયા બાદ ભાવુક પણ થઈ રહ્યા છે. સાત જ દિવસમાં ફિલ્મનું કલેક્શન 100 કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે.
आप सबको होली की १०० करोड़ बधाइयाँ। https://t.co/vZ9Df1EQ4e
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 18, 2022
ADVERTISEMENT
રાજ્યોમાં ટેક્સ ફ્રી થઈ મૂવી
નોંધનીય છે કે આ ફિલ્મને હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ સ્ટાર્સના જોરદાર અભિનયથી સજેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જે બાદ કહી શકાય કે વિવેક અગ્નિહોત્રીએ ધમાકેદાર રેકોર્ડ બનાવ્યો છે.
ADVERTISEMENT
મોટી મૂવીઝને આપી ટક્કર
માત્ર 14 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ સાથે સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મેગા-બજેટ ફિલ્મ 'રાધે શ્યામ' અને આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થઈ હતી. પરંતુ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુનામી આવી અને પ્રેક્ષકોને છીનવી લીધી, જે અત્યારે અટકવાનું નામ નથી લઈ રહી.
વિદેશોમાં પણ ખૂબ ચર્ચા
તમને જણાવી દઈએ કે આ ફિલ્મની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ છે. વિદેશી લોકો પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ 80 અને 90ના દાયકાનું વર્ણન કરે છે, જ્યારે 1986ની ચૂંટણી પછી કાશ્મીરી હિન્દુઓ સામે હિંસા ખીણમાં શરૂ થઈ હતી. 90 ના દાયકાની શરૂઆતમાં, કાશ્મીરી પંડિતોની હત્યાના મામલા વધતા ગયા, ત્યારબાદ હજારો કાશ્મીરી પંડિતોએ રાતોરાત ઘર છોડીને કાશ્મીરથી અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.