બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / vitamin b and vitamin e deficiency dizziness and tingling in hands and feet

તમને આવું થાય છે? / ક્યારેક હાથ અને પગમાં કરંટ જેવો અનુભવ થવા લાગે છે? જાણો આ સમસ્યા પાછળનું કારણ અને દૂર કરવાના ઉપાય

Arohi

Last Updated: 08:04 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને પણ ક્યારેક હાથ-પગમાં કરંટ લાગે છે અથવા એવું લાગે છે કે જાણે બઉ બધી કીડીઓ કરડી રહી છે તો આ સમસ્યાની સારવાર આ રીતે કરો...

  • ઘણી વખત થાય છે હાથ-પગમાં કરંટનો અહેસાસ
  • જાણો આવું થવા પાછળનું કારણ 
  • આ રીતે કરો તેની સારવાર 

ઘણા લોકોને તેમના હાથ અને પગમાં ઝણઝણાટીનો અનુભવ થાય છે અથવા એવું લાગે છે કે જાણે તેમને થોડો ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો છે. આવું કેમ થાય છે? અને આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય? જ્યારે શરીરમાં વિટામીન B અને વિટામીન Eની ઉણપ હોય ત્યારે આ પ્રકારની કળતર કોઈને પણ શરૂ થાય છે. 

આ વિટામિનની ઉણપને કારણે ક્યારેક એવું લાગે છે કે હાથ-પગ પર કીડીઓ કરડી રહી છે અથવા તો કીડીઓ ચટકા ભરી રહી છે. જો તમે પણ હાથ-પગમાં કળતરને કારણે પરેશાન છો તો તેને અવગણશો નહીં. આ સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલી શકાય છે. આ માટે તમે આ સરળ ટિપ્સ ફોલો કરી શકો છો.

ડાયેટમાં કરો ફેરફાર 
આ પ્રકારની કળતર દૂર કરવા માટે તમારી ડાયેટમાં થોડો ફેરફાર કરવો પડશે. આ સાથે તમારે કેટલીક જરૂરી સાવચેતીઓ પણ રાખવી પડશે. આ ટિપ્સથી તમે હાથ-પગની ઝણઝણાટીને દૂર કરી શકો છો.

શરીરમાં વિટામીન Eની ઉણપને પૂરી કરવા માટે એવાકાડોને ડાયેટમાં સામેલ કરો.

  • વિટામિન બી માટે મીટ લઈ શકાય છે.
  • શાકાહારી લોકો સ્પ્રાઉટ્સ અને વેજીટેબલ ઓઈલ લઈ શકે છે.
  • આ સિવાય સૂર્યમુખી તેલ અને રાજમા વિટામિન બીની ઉણપને પૂરી કરવામાં પણ મદદ કરે છે.
  • ડ્રાય ફ્રુટ્સમાં વિટામિન ઈ જોવા મળે છે. ખાસ કરીને બદામમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે.
  • જો તમારા હાથ અથવા પગમાંથી કોઈ પ્રકારનું પ્રેશર હોય તો તેને દૂર કરો.
  • થોડી-થોડી વારે ચાલવાનો પ્રયત્ન કરો.
  • હાથમાં જ્યારે ઝણઝણાટી જેવું લાગે તો મુઠ્ઠી બંધ કરી લો અને પછી ખોલો. થોડી વારમાં આરામ લાગશે. 

વિટામિન બી ના સોર્સ 
જે લોકો નોન-વેજ ખાય છે તેઓ તેમની ડાયેટમાં મીટ, માછલી, ચિકનનો સમાવેશ કરી શકે છે અને જે લોકો વેજ ખાય છે તેઓ હોલ ગ્રેઈન્સ, કઠોળ, દાળ અથવા સૂકા મેવા લઈ શકે છે. આ વિટામિન B માટે સારા સ્ત્રોત માનવામાં આવે છે. તમે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોનો પણ સમાવેશ કરી શકો છો.

વિટામિન Eના સોર્સ 
વિટામિન E માટે તમારે ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આ માટે તમે એવાકાડો સામેલ કરી શકો છો. તે વિટામિન Eનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે વિટામિન E માટે બદામ લઈ શકો છો. વિટામિન Eની ઉણપને સૂર્યમુખી તેલથી પણ પૂરી કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ