બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / viswanathan anand beats world chess champion magnus carlsen again to retain top

નંબર 1 / વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો: મહાન ખેલાડી વિશ્વનાથ આનંદે નંબર 1 ખેલાડીને હરાવ્યા, ટોચ પર રહ્યું ભારત

Pravin

Last Updated: 04:04 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ખેલાડી વિશ્વનાથન આનંદ નોર્વે ચેસ ટૂર્નામેંટમાં ક્લાસિકલ વર્ગના પાંચમાં રાઉન્ડમાં સોમવારે દુનિયાના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસને હરાવીને ટોચ પર પહોંચી ગયા છે.

  • ભારતીય ખેલાડીને વિશ્વમાં ડંકો વગા઼ડ્યો
  • ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને હરાવ્યો
  • કાર્લનસનને 50 ચાલમાં હરાવ્યા હતો

ભારતીય ખેલાડી વિશ્વનાથન આનંદ નોર્વે ચેસ ટૂર્નામેંટમાં ક્લાસિકલ વર્ગના પાંચમાં રાઉન્ડમાં સોમવારે દુનિયાના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસને હરાવીને ટોચ પર પહોંચી ગયા છે.  ક્લાસિકલ વર્ગ પહેલા થયેલા બ્લિટ્સ વર્ગમાં નોર્વેના સુપરસ્ટાર કાર્લસને હરાવ્યા બાદ આનંદે ફરી એક વાર રોમાંચક આર્મેગેડોન ઈનિંગ્સમાં તેમને હરાવ્યા હતા. નિયમિત ઈનિંગ્સ 40 બાદ ડ્રો રહ્યા બાદ આર્મેગેડોન ઈંનિગ્સ રમાઈ હતી.

આર્મેગેડોન ઈંનિગ્સમાં 52 વર્ષિય આનંદે પોતાનો જૂનો જાદુ બતાવતા કાર્લસનને 50 ચાલમાં હરાવ્યા હતા. આ જીતથી ભારતીય ગ્રાંડમાસ્ટરના 10 પોઈન્ટ થઈ ગયા હતા અને તે ટોચ પર ચાલી રહ્યા છે, જ્યારે ચાર તબક્કાની રમત બાકી છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેંટમાં દુનિયાના અમુક સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ રમી રહ્યા છે. આનંદે ક્લાસિકલ વર્ગની શરૂઆત ફ્રાંસના મેક્સિમ વાચિયેર લાગ્રેવ, બુલ્ગારિયાના વેસેલિન ટોપાલોવ અને ચીનના હાઓ વૈંગ વિરુદ્ધ સતત ત્રણ ઈનિંગ્સ જીતી હતી.

આનંદ વિરુદ્ધ હાર છતાં કાર્લસન 9.5 પોઈન્ટ સાથે બીજા નંબર પર ચાલી રહ્યો છે. બ્લિટ્ઝ વર્ગનો ખિતાબ જીતનારા વેસ્લી સો અઝરબેઝાનના શખરિયાર મામેદયારોવની સાથે સંયુક્ત ત્રીજા સ્થાન પર ચાલી રહ્યા છે. બંનેના 8.5 પોઈન્ટ છે. પાંચમાં રાઉન્ડમાં મામેદયારોવ વિરુદ્ધ આર્મેગેડોનને ઈનિગ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

નેધરલેન્ડના અનીષ ગિરી અને નોર્વેના આર્યન તારીએ પાંચમાં રાઉન્ડની સરખામણીમાં ક્રમશ: અજરબેઝાનના તેમૂર રાદઝાબોવ અને હાઓ વૈંગને હરાવ્યો. ફ્રાંસના મેક્સિમ વાચિયેર લાગ્રેવે સડન ડેથમાં બુલ્ગારિયાના અનુબવી ટોપાલોવને હરાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ