બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / અમદાવાદના સમાચાર / Visitors will be required to pass in all AMC zonal offices from now on, find out how to get pass

અમદાવાદ / AMCની તમામ ઝોનલ ઓફિસમાં હવેથી વિઝિટર પાસ થશે ફરજિયાત, જાણો કેવી રીતે મળશે પાસ

Published By: Mehul

Last Updated: 06:27 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે મ્યુનિ. તંત્રની તમામ ઝોનલ ઓફિસમાં વિઝિટર પાસ લીધા વગર કોઈ નાગરિક પ્રવેશી ન શકે તેવી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પુનઃ વિચારણા હેઠળ મુકાઈ છે.

  • અમદાવાદ મહાપાલિકામાં 'પાસ નહિ તો પ્રવેશ નહિ' 
  • સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પુનઃ વિચારણા હેઠળ મુકાઈ 
  • ફરજિયાતપણે વિઝિટર પાસ વ્યવસ્થા દાખલ-વિચારણા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં લોકોની મુક્ત રીતે અવરજવર પર સ્વાભાવિક રીતે નિયંત્રણ લાદવું જરૂરી નથી. હવે તો આતંકવાદ પણ ચર્ચાતો નથી તેવા સંજોગોમાં વિવિધ પ્રશ્ને રજૂઆત લઈને આવનારા નાગરિકો કે તેમના પ્રતિનિધિમંડળનો ચુંટાયેલી પાંખના હોદ્દેદારો કે પછી કોઈ પણ અધિકારીની સરળતાથી મુલાકાત લેવાનો અધિકાર જળવાઈ રહેવો જોઈએ, પરંતુ લોકોનાં ધરણાં, પ્રદર્શનોથી જાણે-અજાણે અકળાઈ ઊઠનારા સત્તાધીશો 'ગમે તે વ્યક્તિ'ના પ્રવેશને રોકવા માગે છે. એટલે હવે મ્યુનિ. તંત્રની તમામ ઝોનલ ઓફિસમાં વિઝિટર પાસ લીધા વગર કોઈ નાગરિક પ્રવેશી ન શકે તેવી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પુનઃ વિચારણા હેઠળ મુકાઈ છે.

હજુ ત્રણેક વર્ષ પહેલાં દાણાપીઠ ખાતેના મ્યુનિ. મુખ્યાલયમાં કોઈ પણ નાગરિક કાર્યાલયના સમય દરમિયાન કોઈ પણ હોદ્દેદાર, કોર્પોરેટર કે અધિકારીને સરળતાથી મળી શકતા હતા.         તે માટે કોઈ પાસની પ્રથા નહોતી, પરંતુ મ્યુનિ. મુખ્યાલયમાં વિવિધ બાબતોને લઈને લોકો કે લોક પ્રતિનિધિમંડળ આવતાં હોઈ તે પૈકી કેટલાક કિસ્સામાં મુખ્યાલયમાં તોડફોડની ઘટના બની હતી, જેના કારણે કારંજ પોલીસ સ્ટેશનથી પોલીસનો બંદોબસ્ત તાકીદે મંગાવાતો હતો. ત્યાર બાદ હવે તો મુખ્યાલયમાં જ કારંજ પોલીસ ચોકી ઊભી કરાઈ છે તેમજ તોડફોડ કરનારાં તત્ત્વોને મુખ્યાલયથી દૂર રાખવા સિક્યોરિટીના તગડા જવાનોનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આની સાથે તંત્રે નાગરિકો માટે ફરજિયાતપણે વિઝિટર પાસ વ્યવસ્થા પણ દાખલ કરી છે.

વિઝિટર પાસ વ્યવસ્થા હેઠળ જે તે નાગરિકો નિયત ફોર્મમાં વ્યક્તિગત માહિતી દર્શાવીને કયા જનપ્રતિનિધિ કે અધિકારીને મળવા માગે છે અને કયા કારણથી મળવા માગે છે તેમ પણ જણાવવું પડે છે. આ માહિતીપત્રક સાથે મુલાકાતીનો ફોટો ધરાવતો વિઝિટર પાસ તૈયાર કરાયા બાદ તેના આધારે મુલાકાતીને ગેટ પરનો સિક્યોરિટી સ્ટાફ મુખ્યાલયમાં અંદર પ્રવેશવા દે છે.
જોકે કડક સિક્યોરિટી વ્યવસ્થા, પોલીસ હોવા છતાં પણ રાજકીય પક્ષો કે યુનિયનોનાં ધરણા-પ્રદર્શન વખતે મુખ્યાલયના તમામ લોખંડી દરવાજા બંધ રાખીને એક ચકલું પણ પરિસરમાં ફરકે નહીં તેવો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાય છે, જે દરમિયાન અનેક વાર અધિકારીઓ કે કોર્પોરેટરો કે પત્રકારો પણ અંદર જઈ શકતા નથી. તંત્રની વિઝિટર પાસ વ્યવસ્થાના તો લીરે લીરા ઊડી જાય છે.

સાતે'ય ઝોનમાં અમલી બનાવાશે 

હવે તંત્ર દ્વારા શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોન અને મધ્ય ઝોન- એમ સાતેય ઝોનમાં વિઝિટર પાસ વ્યવસ્થા અમલમાં મૂકવાની દિશામાં કવાયત હાથ ધરી છે. એટલે ઝોનલ ઓફિસમાં પણ મુલાકાતીઓના ફોટા પાડીને પાસ અપાશે. મ્યુનિ. ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા લોએસ્ટ કોન્ટ્રાક્ટર માણેક ટેકને હાર્ડવેર, સોફ્ટવેર અને આઠ રિસેપ્શનિસ્ટ માટે પ્રતિ માસ રૂ. 1.60 લાખ મુજબ ત્રણ વર્ષ માટે રૂ. 57.60 લાખ પ્લસ જીએસટીના ભાવે કોન્ટ્રાક્ટ પણ અપાયો છે, પરંતુ ગત તા. 30 ડિસેમ્બર-2021એ તંત્રની આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિ. કમિશનર તરફ પરત મોકલાવી હતી, જે દરખાસ્તને આવતી કાલે સાંજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં તંત્ર દ્વારા પુનઃ મંજૂરી માટે મુકાઈ છે.


મ્યુનિ. મુખ્યાલયમાં કેટલા વિઝિટર્સ પાસ નીકળે છે ?
કોરોના નહોતો તે સમયે મ્યુનિ. મુખ્યાલયમાં રોજના 250થી 300 વિઝિટર્સ પાસ નીકળતા હતા, જે કોરોનાકાળમાં ઘટીને માંડ 40થી50 થયા છે. એટલે શાસકોને ટેન્ડરની રકમ વધારે લાગતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ પાસ-પ્રવેશ મહા પાલિકા મ્યુનિ. તંત્ર લોક પ્રતિનિધિ સાત ઝોન સ્ટેન્ડિંગ કમિટી ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ