બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli video rahul dravid dominica test india vs west indies match

સ્પોર્ટ્સ / INDvsWI ટેસ્ટ મેચ પૂર્વે વિરાટ કોહલી થયો ઈમોશનલ, રાહુલ દ્રવિડને લઇ કરી દિલને સ્પર્શી જાય તેવી વાત

Bijal Vyas

Last Updated: 08:39 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોમિનિકામાં યોજાનારી ટેસ્ટ વિરાટ કોહલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે પણ ખાસ છે. કારણ કે આ મેદાન પર વિરાટ કોહલીએ પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ મેચ રમી હતી

  • શુભમન ગિલ ઓપનિંગને બદલે 3 નંબર પર બેટિંગ કરતો જોવા મળશે
  • વિરાટ કોહલીએ પણ 2011થી અત્યાર સુધીની પોતાની સફરને શાનદાર ગણાવી 
  • બની શકે કે આ વિરાટનો આ છેલ્લો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ હોય

INDvsWI: વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ ઘણા ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ બની રહી છે. યશસ્વી જયસ્વાલ આ મેચમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ તેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. તે જ સમયે, શુભમન ગિલ માટે એક નવી શરૂઆત પણ થવા જઈ રહી છે કારણ કે તે હવે ઓપનિંગને બદલે 3 નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. જો કે, ડોમિનિકામાં યોજાનારી ટેસ્ટ વિરાટ કોહલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે પણ ખાસ છે. કારણ કે આ મેદાન પર વિરાટ કોહલીએ પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ મેચ રમી હતી અને તે મેચમાં રાહુલ દ્રવિડ પણ રમી રહ્યો હતો. હવે 12 વર્ષ બાદ દ્રવિડ ટીમનો મુખ્ય કોચ છે અને વિરાટ અનુભવી ખેલાડી છે. વિરાટ અને દ્રવિડે આ મેચને ખૂબ જ ખાસ ગણાવી છે અને ચાહકો સાથે તેમના દિલની વાત પણ શેર કરી છે.

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, વિરાટ કોહલીને 2011થી અત્યાર સુધીની તેની સફર પર ગર્વ થશે. તેને યુવા ખેલાડીમાંથી મોટા વરિષ્ઠ ખેલાડી બનતો જોવો મારા માટે ખૂબ જ સારો અનુભવ રહ્યો છે.

વિરાટ કોહલી થયો ઇમોશનલ, દ્રવિડને કહી દિલની વાત 
વિરાટ કોહલીએ પણ 2011થી અત્યાર સુધીની પોતાની સફરને શાનદાર ગણાવી હતી. તેણે કહ્યું કે રાહુલ દ્રવિડ વર્ષ 2011માં તેની ટીમનો ખેલાડી હતો અને આજે તે મુખ્ય કોચ છે. વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડને કહ્યું, 'કદાચ તમે પણ ક્યારેય વિચાર્યું નહીં હોય કે 12 વર્ષ પછી અમે બંને ફરી ડોમિનિકામાં આવીશું અને તમે મુખ્ય કોચ બની શકશો અને મેં 100 ટેસ્ટ મેચ રમી હશે.' વિરાટ કોહલીએ કહ્યું કે, હું નસીબદાર છે કે તે 12 વર્ષ પછી તે ફરી એકવાર ખેલાડી તરીકે ડોમિનિકામાં પાછો ફર્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, જ્યારે તે ડોમિનિકામાં ડ્રેસિંગ રૂમમાં ગયો અને પ્રેક્ટિસ કરી તો તેને તેની પહેલી ટેસ્ટ સિરીઝ યાદ આવી ગઈ. વિરાટ કોહલીએ ડોમિનિકામાં એક ટેસ્ટ મેચ પણ રમી હતી જેમાં તેણે પ્રથમ દાવમાં 30 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં વરસાદના કારણે તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.

પહેલી ટેસ્ટ સીરીઝમાં ફ્લોપ રહ્યો હતો વિરાટ
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. વિરાટ કોહલીના બેટથી 5 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 76 રન થયા હતા. તેની સરેરાશ 15.20 હતી. જોકે ટીમ ઈન્ડિયાએ સીરિઝ1-0થી જીતી લીધી હતી. જો કે, વિરાટ કોહલી માટે ભલે પહેલી ટેસ્ટ સિરીઝ ખરાબ રહી, પરંતુ તે પછી તેણે પોતાના બેટનો કમાલ બતાવ્યો.

વિરાટે 109 ટેસ્ટ મેચમાં 48થી વધુની એવરેજથી 8479 રન બનાવ્યા છે અને તેના બેટથી 28 સદી ફટકારી છે. શક્ય છે કે વિરાટનો આ છેલ્લો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ છે કારણ કે તે 34 વર્ષનો છે. ટીમ ઈન્ડિયા વિન્ડીઝ આગળ ક્યારે આવશે તે હજુ સ્પષ્ટ નથી. તો આવી સ્થિતિમાં વિરાટ આ પ્રવાસ પર રનનો વરસાદ કરવા અને સિરીઝ જીતીને ભારત પરત ફરવા ઈચ્છે છે અને અહીંથી સારી યાદો તાજી થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ