બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 AM, 24 January 2024
ADVERTISEMENT
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ઘરેલુ ટેસ્ટ સીરિઝ રમશે. હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીના રોજ પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવશે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પહેલી બે ટેસ્ટ મેચ નહીં રમે, તેમની જગ્યાએ ક્રિકેટર રજત પાટીદારને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. રજત પાટીદાર મધ્યપ્રદેશની ટીમ સાથે જોડાયેલા છે. રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી અંગત કારણોસર પહેલી બે ટેસ્ટ મેચમાં નહીં રમી શકે છે.
ક્રિકેટર રજત પાટીદારે ઈંગ્લેન્ડ લાયંસ સામે 151 રન કર્યા હતા અને લાયંસ સામે અભ્યાસ મેચમાં 111 રન કર્યા હતા. ગયા વર્ષે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા. રજત પાટીદારે સાઉથ આફ્રિકામાં વન ડે ડેબ્યૂ કર્યું હતું અને એક મેચમાં 22 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રજત પાટીદારને મિડલ ઓર્ડરમાં રમવાનો મોકો મળી શકે છે.
ADVERTISEMENT
રણજી ટ્રોફીમાં રજત પાટીદારનું પ્રદર્શન
રજત પાટીદારે 2022-23 રણજી સીઝનમાં 7 મેચની 12 ઈનિંગમાં 47.08ની એવરેજથી 565 રન કર્યા હતા. જેમાં 1 સદી અને 6 અડધી સદી શામેલ છે. 2021-22ની સીઝનમાં 6 મેચની 9 ઈનિંગમાં 82.25ની એવરેજથી 658 રન કર્યા હતા. જેમાં 2 સદી અને 5 અડધી સદી શામેલ છે.
રજત પાટીદાર કરિઅર
ફર્સ્ટ ક્લાસ: 55 મેચ, 4,000 રન, 45.97 એવરેજ, 12 સદી, 22 અડધી સદી
લિસ્ટ A: 58 મેચ, 1,985 રન, 36.09 એવરેજ, 3 સદી, 12 અડધી સદી
T20: 50 મેચ, 1,640 રન, 37.27 એવરેજ, 1 સદી, 14 અડધી સદી
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ શિડ્યુલ
પહેલી ટેસ્ટ મેચ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી ટેસ્ટ મેચ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
ત્રીજી ટેસ્ટ મેચ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ મેચ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટ મેચ: 7-11 માર્ચ, ધર્મશાલા
પહેલી બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), કે.એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), આવેશ ખાન, રજત પાટીદાર
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો, શોએબ બશીર, ડેન લોરેન્સ, જેક ક્રાઉલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.