બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / BCCI Awards 2023 players including Shubman Gill, Mohammed Shami Virat Kohli and Rohit Sharma are not even named.

BCCI Awards 2023 / BCCIએ સ્ટાર ઓપનર શુભમન ગિલ સહિત આ ખેલાડીઓને આપ્યું મોટું સન્માન, વિરાટ, રોહિત લિસ્ટમાંથી આઉટ

Pravin Joshi

Last Updated: 08:50 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદમાં બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે આ સન્માન સમારોહ 2019 પછી પ્રથમ વખત યોજાયો છે.

  • BCCI દ્વારા વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરાયું
  • કોરોનાના પગલે 2019 પછી પહેલી વખત કાર્યક્રમ યોજાયો
  • રવિ શાસ્ત્રી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી સન્માનિત 
  • શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત

આજે ભારતીય ક્રિકેટરો માટે ખાસ દિવસ છે. હૈદરાબાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે આ સન્માન સમારોહ 2019 પછી પ્રથમ વખત યોજાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ત્રણેય વર્ષ માટે ખેલાડીઓનું અલગ-અલગ સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રીને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્તમાન ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને વર્ષ 2022-23 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 2021-22 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આપવામાં આવ્યો હતો. ઉપરાંત BCCIએ 2019-20 માટે ફારુક એન્જિનિયરને કર્નલ સીકે ​​નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો છે.

ગત વર્ષે ગિલે વનડેમાં બેવડી સદી ફટકારી હતી

તમને જણાવી દઈએ કે શુભમન ગિલ માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે. તે આ વર્ષે સૌથી સફળ ODI ક્રિકેટર પણ હતો. આ એક કેલેન્ડર વર્ષમાં ગીલે ODI ફોર્મેટમાં 5 સદી ફટકારી હતી. ઉપરાંત, આ જ વર્ષે, ગીલે ODIમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગિલ 2023માં કુલ 29 ODI મેચ રમ્યો, જેમાં તેણે 63.36ની શાનદાર એવરેજથી 1584 રન બનાવ્યા. આ દરમિયાન ગિલે 5 સદી અને 9 અડધી સદી ફટકારી હતી. આ વર્ષે ગિલનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 208 રન છે. જ્યારે તેના પછી વિરાટ કોહલી (1377) અને રોહિત શર્મા (1255)નું નામ આવે છે. ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, ODI, T20), શુભમન ગિલ 2023માં કુલ 48 મેચ રમ્યો, જેમાં તેણે 46.54ની એવરેજથી 2154 રન બનાવ્યા. તેના પછી કોહલીનું નામ આવે છે જેણે 35 મેચમાં 66.06ની એવરેજથી 2048 રન બનાવ્યા હતા. બોલિંગ પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજાએ ત્રણેય ફોર્મેટમાં 35 મેચ રમી અને 66 વિકેટ લીધી. જ્યારે શમીએ 56 વિકેટ લીધી હતી.

સરફરાઝ, મયંકને પણ પુરસ્કાર 

મયંક અગ્રવાલ અને સરફરાઝ ખાનને પણ વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. સરફરાઝને 2021-22માં રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવા બદલ માધવરાવ સિંધિયા એવોર્ડ મળ્યો છે. જ્યારે મયંકને 2022-23 સીઝન માટે અને રાહુલ દલાલને 2019-20 સીઝન માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો : ICCએ જાહેર કરી 'ODI ટીમ ઓફ ધ યર': ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓને મળ્યું સ્થાન, 'હિટમેન' બન્યા કેપ્ટન

શાસ્ત્રીએ 80 ટેસ્ટ અને 150 વનડે રમી હતી

બીજી તરફ 61 વર્ષીય રવિ શાસ્ત્રી હાલમાં કોમેન્ટ્રીની દુનિયામાં વ્યસ્ત છે. તેણે ભારતીય ટીમ માટે 80 ટેસ્ટ અને 150 વનડે રમી હતી. રવિ શાસ્ત્રી 2014 થી 2016 વચ્ચે ભારતીય ટીમના ડાયરેક્ટર હતા. આ પછી તેઓ મુખ્ય કોચ બન્યા અને 2021 સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ઘરઆંગણે સતત બે વખત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. જોકે, શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન કોઈ ICC ટ્રોફી જીતી શકી નથી. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતીય ટીમે 2019 વર્લ્ડ કપની સેમી ફાઈનલ અને 2021 WTCની ફાઈનલ રમી હતી.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ