ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
દર વર્ષની શરૂઆતમાં ICC પાછલા વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરે છે અને આ ટીમમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમણે સમગ્ર વર્ષ દરમિયાન ક્રિકેટના તે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય છે.
Eight players that featured in the #CWC23 Final have made the cut for the ICC Men's ODI Team of the Year in 2023 ✨
— ICC (@ICC) January 23, 2024
Details 👇https://t.co/AeDisari9B
ADVERTISEMENT
ICC એ વર્ષ 2023ની મેન્સ ODI ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને તેનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, ભારતીય ટીમના ખેલાડીઓએ આ ICC ટીમ પર પ્રભુત્વ જમાવ્યું છે. ICC એવોર્ડ્સ 2023 હેઠળ, અત્યાર સુધી પુરૂષોની T20 અને ODI ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે અને બંને ટીમોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલી ODI ટીમમાં રોહિત અને કોહલી સહિત કુલ 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ICC poster for ODI team of the year.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2024
- Captain Rohit Sharma...!!! 🔥 pic.twitter.com/5gpGPoQPV5
ADVERTISEMENT
વર્લ્ડ કપમાં શાનદાર અભિયાન બાદ રોહિત શર્માને ICC મેન્સ વનડે ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને શુભમન ગિલનું નામ છે. જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ છે.
વધુ વાંચો: BCCI Awards: કોહલી-રોહિતને પાછળ છોડી આ દિગ્ગજ ખેલાડી બન્યો ક્રિકેટર ઑફ ધ યર, આજે સન્માન
ADVERTISEMENT
ICC મેન્સ ODI ટીમ ઓફ ધ યર 2023:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરીલ મિશેલ, હેનરિક ક્લાસેન (wk), માર્કો જેન્સેન, એડમ ઝમ્પા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો