બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / VIDEO: દ્રશ્યો એવાં કે ફિલ્મ Final Destinationની યાદ આવી જશે! રોપવેમાં બેસનારા ખાસ જુએ
Last Updated: 03:34 PM, 15 September 2025
ક્યારેક ફિલ્મોમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો હકીકતમાં પણ જોવા મળે તો માણસની રુહ કંપી ઉઠે છે. કંઈક આવું જ થયું છે, જ્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો એટલો ડરામણો છે કે લોકો તેને જોઈને ફિલ્મ Final Destination યાદ કરી રહ્યા છે.
ADVERTISEMENT

આ વીડિયોમાં Ropeway Centerમાં બનેલી એક ઘટના કેદ થઈ છે. સામાન્ય રીતે લોકો રોપવેની મજા લેવા માટે પરિવાર સાથે આવે છે, પરંતુ અહીં બનેલી ઘટના ડરાવી નાખે એવી છે. વીડિયોમાં જોવા મળે છે કે એક દંપતી અને તેમના બે બાળકો ટિકિટ ચેક કરાવી રહ્યા છે. કર્મચારી પહેલો વ્યક્તિને અંદર જવા દે છે. પરંતુ એ વ્યક્તિ થોડા જ પગલાં આગળ વધે છે, એટલામાં અચાનક રોપવે મશીન તૂટી જાય છે. ક્ષણભર માટે બધાનો શ્વાસ અટકી જાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સદભાગ્યે, સતર્ક કર્મચારી તરત જ પગલું ભરે છે અને પ્રવાસીને હાથ પકડીને ખેંચી લે છે. નહીતર મોટો અકસ્માતની શક્યતા હતી. બાળકો અને પરિવારના બાકીના સભ્યો પણ આ ઘટનામાં સુરક્ષિત રહી જાય છે. કહી શકાય કે કર્મચારીની સતર્કતાએ અનેક જીવ બચાવ્યા.

ADVERTISEMENT
That moment when the park turns into Final Destination🤕 pic.twitter.com/ar2j6ABQfT
— Insane Reality Leaks (@InsaneRealitys) September 14, 2025
ADVERTISEMENT
આ 29 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર @InsaneRealitys નામના આઈડી દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે લખવામાં આવ્યું છે – “એ ક્ષણ જ્યારે પાર્ક અંતિમ મુકામમાં ફેરવાઈ જાય છે”. અત્યાર સુધીમાં આ વીડિયો 65 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે અને સેંકડો લોકો લાઈક અને કોમેન્ટ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : હવે બનાવો તમારો 3D મોડલનો પેઈન્ટ કરતો વીડિયો, ખૂબ સરળ છે, સમજો એક-એક સ્ટેપ
ADVERTISEMENT
યુઝર્સે વીડિયોને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે કહ્યું કે આ દ્રશ્ય સીધું હોલીવુડ ફિલ્મ જેવું લાગતું હતું, જ્યારે કેટલાકે કહ્યું કે આ તો હૃદયદ્રાવક ક્ષણ હતી, પણ સદનસીબે બધા બચી ગયા. એક યુઝરે તો ખાસ કરીને કર્મચારીની પ્રશંસા કરી અને કહ્યું કે – “તેના કારણે આજે આ પરિવાર સલામત છે”.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.