ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO: વહુ છે કે જલ્લાદ! સાસુને વાળ પકડીને ઢસડ્યા, પછી ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

Viral / VIDEO: વહુ છે કે જલ્લાદ! સાસુને વાળ પકડીને ઢસડ્યા, પછી ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

Published By: Nidhi Panchal

Last Updated: 11:31 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાંથી ઘરેલું હિંસાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક મહિલા પોતાની વૃદ્ધ સાસુને નિર્દયતાથી મારતી જોવા મળે છે, જ્યારે નાનો દીકરો રોકવાની વિનંતી કરે છે.

ADVERTISEMENT

ઘરેલું હિંસાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા પોતાની જ વૃદ્ધ સાસુ સાથે અત્યંત દુર્વ્યવહાર કરે છે, જ્યારે તેનો નાનો દીકરો વારંવાર વિનંતી કરે છે કે “મમ્મી, આવું ના કરો!”

punjab

આ આઘાતજનક ઘટના પંજાબના ગુરદાસપુર જિલ્લામાં બની હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં હરજીત કૌર નામની મહિલા તેની સાસુ ગુરભજન કૌરને વાળ પકડીને ખેંચે છે, થપ્પડ મારે છે અને ગાળો આપે છે. આ દરમિયાન, તેનો નાનો દીકરો વારંવાર પોતાની માતાને રોકવાનો પ્રયાસ કરે છે અને દાદીને છોડવા વિનંતી કરે છે, પરંતુ મહિલા સાંભળવા તૈયાર નથી. બાળકનો આક્ષેપ છે કે આવું વર્તન ઘરમાં વારંવાર થાય છે.

app promo5

વીડિયોમાં શું છે?

વિડિયોમાં એક સમયે હરજીત કૌર સાસુને સોફા પર ધકેલીને કહે છે, “શું તમે કૂતરી છો?” પછી તે સ્ટીલનો ગ્લાસ લઈ બે વાર મારે છે. ગુરભજન કૌર તેને દૂર કરવાની કોશિશ કરે છે, પરંતુ પુત્રવધૂ ફરીથી થપ્પડ મારે છે. આ દરમિયાન, બાળક બધું મોબાઇલમાં રેકોર્ડ કરે છે.

એક અહેવાલ મુજબ, ગુરભજન કૌરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રવધૂ તેને વારંવાર મિલકત પોતાના નામે કરવા માટે દબાણ કરતી હતી. પૌત્ર ચરતવીર સિંહે પણ પોલીસને જણાવ્યું કે તેની માતા દારૂ પીધા બાદ ઘણીવાર દાદી પર હુમલો કરે છે અને ક્યારેક પિતા તથા પોતાને પણ મારે છે. જ્યારે પોલીસે ચરતવીરને પૂછ્યું કે તેણે વચ્ચે દખલ કેમ ન કરી, ત્યારે તેણે કહ્યું, “મેં વીડિયો પુરાવા તરીકે બનાવ્યો હતો. મારી માતાએ મારી વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરી હતી અને બદલો લેવાની ધમકી આપી હતી.”

આ પણ વાંચો : VIDEO: જીંદગીમાં ક્યારેય પાપડ ખાવાનું નામ નહીં લો! એક વાર જરૂરથી જુઓ આ વીડિયો

ગુરભજન કૌરે આક્ષેપ કર્યો કે પુત્રવધૂનો હિંસાનો લાંબો ઇતિહાસ છે. ચરતવીરે અગાઉ પણ કેટલાક વીડિયો પોલીસને બતાવ્યા છે, જેમાં હરજીત કૌર પોતાના પતિને ચંપલથી મારતી જોવા મળે છે અને ક્યારેક ચરતવીરને રૂમમાં બંધ કરીને દાદીથી દૂર રાખતી જોવા મળે છે. હાલ પોલીસે હરજીત કૌરને ચેતવણી આપી છે અને મામલો વધુ તપાસ હેઠળ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Gurdaaspur news Harjeet Kaur Punjab viral video

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ