ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:38 PM, 23 October 2025
ADVERTISEMENT
લગ્નની સિઝનનો વિરામ હવે પૂરો થવાનો છે અને થોડા જ દિવસોમાં ઘરોમાં ફરી શહેનાઈના અવાજો ગુંજી ઉઠશે. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે કે જોઈને દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું છે. વીડિયો એવા અનોખા શણગારનો છે, જે કોઈએ આજ સુધી નહીં જોયો હોય!
ADVERTISEMENT

આ વીડિયો લગ્નની રાતના પલંગનો છે, પરંતુ આ પલંગની શોભા ફૂલોથી નહીં, ફળોથી વધારી દેવામાં આવી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રૂમ ખૂબ જ સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવ્યો છે પણ પલંગ પર ફૂલોના સાથે દ્રાક્ષ, સફરજન, દાડમ, નારંગી, તરબૂચ જેવા અનેક ફળો લટકાવવામાં આવ્યા છે. જાણે કે ફૂલોની વચ્ચે ફળોની દુકાન ખૂલી હોય!
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @bangerkumarr નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો અપલોડ થયા બાદ થોડા જ સમયમાં લાખો વ્યૂઝ મળી ગયા છે અને હજારો લાઇક્સ સાથે લોકો હસતાં હસતાં લોટપોટ થઈ ગયા છે. હાલ વીડિયાનો સમય અને સ્થાન વિશે ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ ઈન્ટરનેટ પર તે ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : VIDEO : ઈ-રિક્ષા નહીં પણ ઈ-ટ્રેન! વીડિયો જોઈને તમે પણ ચકરી ખાઈ જશો
ADVERTISEMENT
લોકોએ કમેન્ટ્સમાં મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, "આ તો શાકભાજી વેચનારના લગ્નની રાત લાગે છે!" તો બીજાએ લખ્યું, "'ધીરજ મીઠી હોય છે' કહેવત અહીં સાચી પડી છે." અન્ય એકે હાસ્યસભર રીતે લખ્યું, "આ કયા વાંદરાના લગ્ન છે?" અને કોઈએ તો લખી દીધું, "વાનરના હાથમાં દ્રાક્ષ!"
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital