બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / 8000 ફૂટની ઊંચાઇએ DJના લાઇવ સેટ પર ભારતીય મહિલાએ કર્યું જોરદાર પરફોર્મ, જુઓ Video

વાયરલ / 8000 ફૂટની ઊંચાઇએ DJના લાઇવ સેટ પર ભારતીય મહિલાએ કર્યું જોરદાર પરફોર્મ, જુઓ Video

Nidhi Panchal

Last Updated: 11:07 AM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો ચોંકી ગયા છે. વીડિયોમાં એક છોકરી 8000 ફૂટની ઊંચાઈએ પેરાગ્લાઈડિંગ સાથે ડીજે વગાડતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક અનોખો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં એક છોકરી પેરાગ્લાઈડિંગ કરતી વખતે માત્ર ઉડતી જ નથી પરંતુ 8 હજાર ફૂટની ઊંચાઈએ DJ વગાડતી પણ જોવા મળે છે. તે કાનમાં હેડફોન લગાવીને બીટ્સ પર ડાન્સ કરી રહી છે અને આકાશનો નજારો કોઈ ડાન્સ ફ્લોરથી ઓછો નથી લાગતો.

viral-video

આ છોકરી ફેમસ ડીજે ટ્રિપ્સ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેણે આખું ડીજે સેટઅપ પેરાગ્લાઈડિંગ સીટ પર મજબૂત રીતે બાંધેલું છે. તેમાં મિક્સર, કન્સોલ અને અન્ય ડીજે સાધનોનો સમાવેશ થાય છે. હવામાં લટકાવેલા પગ સાથે તે પૂરતા આત્મવિશ્વાસથી સંગીત મિક્સ કરતી જોવા મળે છે. બીટ્સ બદલાતા જ તે પોતે લયમાં ડાન્સ પણ કરે છે અને કેમેરા તરફ જોઈને સ્મિત આપે છે.

વીડિયો એક નવો અનુભવ

આ વીડિયો લોકો માટે એક નવો અનુભવ છે કારણ કે અત્યાર સુધી પેરાગ્લાઈડિંગને માત્ર મનોરંજન તરીકે જ જોવામાં આવતું હતું. પરંતુ પેરાગ્લાઈડિંગને ડીજે પાર્ટીમાં ફેરવી દેવો એક અનોખો અને નવો વિચાર છે. આ જ કારણ છે કે વીડિયો ખુબ ઝડપથી વાયરલ થયો છે અને લાખો લોકોએ તેને જોયો અને શેર કર્યો છે.

આ પણ વાંચો : VIDEO:આને કે'વાય ધોળા દિવસે લૂંટ! પનીર પકોડામાં મોટું સ્કેમ, વીડિયોથી ખુલી પોલ

આ વીડિયો tryps.music નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. અનેક લોકોએ આ વીડિયો લાઈક કર્યો છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈએ લખ્યું – “શું વાત છે, અમને પણ આ રાઈડનો BTS જોઈએ છે”. બીજા યુઝરે લખ્યું – “શું સમય આવી ગયો છે, લોકો હવામાં DJ વગાડી રહ્યા છે”. તો કોઈએ મજાકમાં કહ્યું – “બહેન, તમને ડર નથી લાગતો?”.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

paragliding DJ DJ girl 8000 feet viral video
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ