ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / મદીનામાં પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થય માટે દુવા માંગી, વ્યક્તિને મળવા લાગી ધમકી

Viral / મદીનામાં પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થય માટે દુવા માંગી, વ્યક્તિને મળવા લાગી ધમકી

Published By: Nidhi Panchal

Last Updated: 10:53 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ પ્રેમ અને માનવતાનો સંદેશ, બીજી તરફ ધમકીઓ અને વિવાદ. પરંતુ વચ્ચે ઉભા છે એક યુવાન, જેણે સૌના દિલ જીતી લીધા.

ADVERTISEMENT

મથુરા-વૃંદાવનના સંત પ્રેમાનંદ જી મહારાજ હાલમાં સ્વાસ્થ્ય કારણોસર બીમાર છે. સમગ્ર દેશમાંથી તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ થઈ રહી છે. એ વચ્ચે મદીનાના એક યુવાન સુફિયાન અલ્હાબાદીએ પણ મહારાજના આરોગ્ય માટે પ્રાર્થના કરી છે. આ સમાચાર બહાર આવતા સોશિયલ મીડિયામાં સુફિયાનનું નામ ચર્ચામાં આવી ગયું છે.

premannd-ji-maharaj

સુફિયાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે મદીના શરીફના પવિત્ર સ્થળેથી પ્રેમાનંદ મહારાજના આરોગ્ય માટે દુઆ (પ્રાર્થના) કરે છે. આ માનવતાભર્યો હાવભાવ અનેક લોકોના દિલને સ્પર્શી ગયો. પરંતુ સાથે જ કેટલાક કટ્ટરપંથી તત્વોએ સુફિયાનને ધમકીઓ આપી છે, જેને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ મુદ્દે અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું, “ઇસ્લામ સહિષ્ણુતા અને માનવતાનો ધર્મ છે. સુફિયાનએ જે કર્યું તે ઇસ્લામિક મૂલ્યો મુજબ છે.” તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું કે તેઓ પણ પ્રેમાનંદ મહારાજના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે.

vtv app promotion

મૌલાના રઝવીએ આગળ કહ્યું કે, “સુફિયાને મદીના શરીફના પવિત્ર સ્થળથી હિંદુ સંત માટે પ્રાર્થના કરી, તે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. આવી પહેલ ધર્મો વચ્ચેના ભાઈચારાને મજબૂત બનાવે છે.”

આ પણ વાંચો : કિશોરીએ કેબ કરી ડ્રાઇવરે વ્હોટ્સએપમાં એવું કર્યું કે યુવતીનાં છક્કા છુટી ગયા

જ્યારે એક બાજુ સુફિયાનને ધમકીઓ મળી રહી છે, ત્યારે બીજી બાજુ હજારો લોકો તેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ધાર્મિક સહિષ્ણુતા અને માનવ એકતાનું પ્રતીક ગણાવી રહ્યા છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sufiyan Allahabadi Mathura Vrindavan Premanand Ji Maharaj

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ