ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Viral / કોણ છે કોકરોચ પાર્ટીના ફોલોઅર્સ, નામ જાણીને આંચકો લાગી જશે, 4 દિવસમાં 1.05 કરોડ ફોલોઅર્સ
Last Updated: 07:32 PM, 21 May 2026
ADVERTISEMENT
Trending News: કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર માત્ર ચાર દિવસમાં 1.5 કરોડ ફોલોઅર્સ મેળવ્યા છે. આ પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને પાછળ છોડી દીધું છે. જો કે મોટાભાગના ફોલોઅર્સ, પાકિસ્તાન, તૂર્કિ અને બીજા દેશોમાં છે.
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અચાનક ફોલોઅર્સમાં વધારો જોવા મળ્યો છે. ચાર દિવસમાં કોકરોચ પાર્ટીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા 1.5 કરોડને વટાવી ગઈ છે. આ સંખ્યા સાથે તેણે ફોલોઅર્સની દ્રષ્ટિએ ઇન્સ્ટાગ્રામ પર ભારતીય જનતા પાર્ટી એકાઉન્ટને પણ પાછળ છોડી દીધું છે.
અગાઉ કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે માત્ર 48 કલાકમાં 5.5 ફોલોઅર્સ મેળવ્યા હતા, અને ત્રણ દિવસમાં આ સંખ્યા 62 લાખ ફોલોઅર્સ સુધી પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા છે, જેને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. વધતી સંખ્યા ચોક્કસપણે સૂચવે છે કે આ પાર્ટીએ ઇન્ટરનેટ પર નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે. જો કે મોટાભાગના ફોલોઅર્સ, પાકિસ્તાન, તૂર્કિ અને બીજા દેશોમાં છે.
ભાજપના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલા ફોલોઅર્સ?
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 87 લાખ ફોલોઅર્સ છે. આવામાં કોકરોચ જનતા પાર્ટી ઇન્સ્ટાગ્રામ પર 1.5 કરોડ ફોલોઅર્સ સાથે તેને પાછળ છોડી ગઈ છે.
કોકરોચ પાર્ટીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ વાયરલ થવા પાછળ ઘણા કારણો છે. હાલમાં સ્પષ્ટપણે કહી શકાય નહીં કે કોકરોચ પાર્ટીના બધા ફોલોઅર્સ વાસ્તવિક છે કે નહીં. પહેલા ચાલો ઇન્સ્ટાગ્રામની સિસ્ટમ સમજીએ. ઇન્સ્ટાગ્રામની આખી સિસ્ટમ એક અલ્ગોરિધમ પર કાર્ય કરે છે. જો શરૂઆતમાં કોઇ કંટેંટ લાઇક્સ, શેર અને કમેંટ ઝડપી મેળવે છે, તો ઇન્સ્ટાગ્રામ તેને વધુ લોકો સુધી પહોંચાડે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Viral / Gen-Z વિદ્યાર્થીની ઉત્તરવહી જોઈને શિક્ષક પણ ચોક્યા, તમે પણ જુઓ શું લખ્યું
ADVERTISEMENT
આટલી ઝડપથી ફોલોઅર્સ કેવી રીતે મેળવ્યા?
કોકરોચ પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર ટૂંકા વિડિઓઝ પોસ્ટ કર્યા જે સીધા લોકોના હૃદયને સ્પર્શી ગયા. આ વિડિઓમાં રમૂજ, ગુસ્સો અને ઘણું બધું છે. વિડિઓનું આ મિશ્ર વર્જન ઝડપથી વાયરલ થયું અને લોકો તેની સાથે જોડાયેલા, જેના કારણે જોવાનો સમય પણ વધી ગયો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT