ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / શું આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે? અમેરિકાના 2 વર્ષના, ભારતની 4 વર્ષની બાળકીના હેરાનીભર્યા દાવા

અજીબોગરીબ / શું આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે? અમેરિકાના 2 વર્ષના, ભારતની 4 વર્ષની બાળકીના હેરાનીભર્યા દાવા

Published By: Jay Bhatt

Last Updated: 11:40 AM, 3 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે? અમેરિકાના 2 વર્ષના, ભારતની 4 વર્ષની બાળકીના હેરાનીભર્યા દાવા

ADVERTISEMENT

Reincarnation Story: પુનર્જન્મ એક એવી અવધારણા છે જે કહે છે કે મૃત્યુ પછી આત્મા એક નવા શરીરમાં જન્મ લે છે. આ વિચાર ભારત સહિત ઘણી પ્રાચીન સંસ્કૃતિઓ અને ધર્મોમાં જોવા મળે છે, ખાસ કરીને હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મમાં વધારે હોય છે. આ પરંપરાઓ અનુસાર, આત્મા અમર છે, જ્યારે શરીર નશ્વર છે.

ઘટના જે વણઉકેલાયેલ કોયડો

ઘણી ફિલ્મોમાં પુનર્જન્મની ઘટનાઓ જોઈ હશે. પરંતુ વાસ્તવિક જીવનમાં, ઘણા લોકો તેમાં માને છે, જ્યારે કેટલાક તેમાં માનતા નથી. આજે અમે તમને એક એવી રસપ્રદ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખરેખર એક વણઉકેલાયેલ કોયડો છે. આ કહાની વાંચ્યા બાદ પણ જો તમે પુનર્જન્મમાં માનતા નહીં હોય, તો પણ તમે તેમાં વિશ્વાસ કરવાનું શરૂ કરી દો એવું પણ બની શકે. ચાલો બે રોચક અને હેરાની ભર્યા કિસ્સાની વાત કરીએ..

vtv app add

ભારતીય છોકરીએ પુનર્જન્મ વિશે વાત કરી

પુનર્જન્મના દાવાઓની ચર્ચા વચ્ચે બે વિડિઓ વાયરલ થયા છે જેમણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં એક ભારતીય છોકરીનો છે જ્યારે બીજો વીડિયો અમેરિકાના એક છોકારનો છે. આ વીડિયોમાં 1926માં જન્મેલી શાંતિ દેવીની કહાની બતાવાઈ રહી છે. ચાર વર્ષની ઉંમરે, શાંતિએ 75 માઇલ દૂર મથુરામાં તેના પુનર્જન્મ વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે પાછલા જન્મોના અનેક રહસ્યો ખોલ્યા હતા. એટલું જ નહીં પોતાના અગાવના જન્મના માતા પિતાને પણ ઓળખી લીધા હતા.

અમેરિકન છોકરાએ કર્યો હેરાનીભર્યો દાવો

ભારતીય છોકરી ઉપરાંત અમેરિકામાં વર્ષ 2009માં, ક્રિશ્ચિયન નામના છોકરાએ જાહેર કર્યું કે તે લૂ ગેહરિગ નામનો બેઝબોલ ખેલાડી છે, જેને 'ધ આયર્ન હોર્સ' ઉપનામ આપવામાં આવ્યું હતું. પહેલા તો તેના માતા પિતાએ આ વાતને અવગણ્યો હતો. જો કે તેણે બેઝબોલ આઈકન બેબ રુથની એક તસવીર જોઈને દાવો કર્યો કે તે તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. એટલુ જ નહીં પણ ક્રિશ્ચિયનને તેના મોતની તમામ વિગતોનો ખ્યાલ હતો. તે એવી માહિતી પણ જાણતો હતો જે કોઈને ખબર નહો.

વધુ વાંચો : વિશ્વનો સૌથી ભાગ્યશાળી માણસ, પ્લેન,ટ્રેન,બસ, ગાડીનો અકસ્માત, બધા મરી ગયા માત્ર એક જ બચ્યો

મૃત્યુ પછી શું થાય છે?

પુનર્જન્મનો વિચાર આજે પણ ઘણા લોકોને આકર્ષિત કરે છે. જેમાં માનનારા ઘણીવાર આવા કિસ્સાઓનો ઉલ્લેખ કરે છે. જો કે હજુ સુધી મૃત્યુ પછી શું થાય છે તે અંગે કંઈ સાબિત કરી શકાતું નથી, પરંતુ આ કિસ્સાઓ દર્શાવે છે કે ઘણા લોકો પુનર્જન્મને એવી ઘટનાઓમાં એક પરિબળ માને છે જે સમજાવી શકાતી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

indian Girl Viral Reincarnation Stories

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ