બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / વિશ્વનો સૌથી ભાગ્યશાળી માણસ, પ્લેન,ટ્રેન,બસ, ગાડીનો અકસ્માત, બધા મરી ગયા માત્ર એક જ બચ્યો
Last Updated: 11:05 PM, 13 June 2025
Frane Selak - Luckiest Man of Earth : દુર્ઘટના આ શબ્દ સાંભળીને કોઇ પણ વ્યક્તિનાં મનમાં દુર્ઘટનાઓની તસ્વીરો ફરવા લાગે છે. સૌથી પહેલા દરેક વ્યક્તિ તે જ પ્રાર્થના કરતો હોય છે, દુર્ઘટનામાં કોઇ જાનહાની ન થાય. જો કે જ્યારે વાત ભીષણ દુર્ઘટનાની કરવામાં આવે છે તો તેની આશા ઘટી જાય છે કે, કદાચ ચ આ જ દુર્ઘટનામાં કોઇ બચ્યું હોય. જો કે શું તમને ખબર છે કે, વિશ્વમાં એક એવો વ્યક્તિ જે હવાઇ દુર્ઘટના, ટ્રેન દુર્ઘટનાની સાથે સાથે બસ અને કાર દુર્ઘટનામાં પણ જીવતો બચી ગયો હતો.
ADVERTISEMENT
અમદાવાદ દુર્ઘટનામાં 270 લોકોનાં મોત
ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 અને અકસ્માત સ્થળે હાજર અન્ય 24 લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, સદનસીબે અકસ્માત દરમિયાન વિમાનમાં સવાર એક વ્યક્તિ બચી ગયો અને એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે પોતાના પગ પર ચાલી ગયો. ત્યારબાદ દુનિયા ફરી તે વ્યક્તિ વિશે ચર્ચા કરવા લાગી જે એક, બે નહીં, પરંતુ પાંચ ભયાનક અકસ્માતોમાં બચી ગયો, જ્યારે અકસ્માતમાં સામેલ અન્ય તમામ લોકો મૃત્યુ પામ્યા.
ADVERTISEMENT
ફ્રેન સેલાક - પાંચથી વધુ અકસ્માતોમાં બચી ગયો
ક્રોએશિયાના રહેવાસી ફ્રેન સેલાક પાંચથી વધુ ભયાનક અકસ્માતોનો ભોગ બન્યો હતો. જો કે દરેક વખતે તે મૃત્યુથી બચી ગયો. ફ્રેન સેલાકનું જીવન આવા અકસ્માતોથી ભરેલું હતું. જેમાં સામાન્ય રીતે કોઈ બચતું નથી. ફ્રેન સાથે પહેલો અકસ્માત 1957 માં થયો હતો. જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યો હતો અને બસ લપસી ગઈ અને નદીમાં પડી ગઈ, બસમાં ફક્ત થોડા મુસાફરો જ બચી શક્યા, જેમાં ફ્રેનનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બોઇંગ 787 નાં તમામ પ્લેનની થશે તપાસ, અમદાવાદ દુર્ઘટના બાદ સફાળુ જાગ્યું તંત્ર
ટ્રેન અને વિમાન અકસ્માતોમાં બચી ગયા
ADVERTISEMENT
ત્યાર બાદ એક ટ્રેન અકસ્માત થયો. જેમાં ટ્રેન સીધી બર્ફીલી નદીમાં પડી, જેમાં બધા લોકોના મોત થયા, પરંતુ આ વખતે પણ તે બચી ગયો. પછી વિમાનની મુસાફરી દરમિયાન, ટેકનિકલ ખામીને કારણે, વિમાનનો દરવાજો ખુલી ગયો અને તે નીચે પડી ગયો, પરંતુ સદભાગ્યે તે જ્યાં પટકાયો ત્યાં ઘાસનો વિશાળ ઢગલો હતો. જેથી તે પટકાયો અને ઘાયલ પણ થયો પરંતુ મૃત્યુથી બચી ગયો. આ અકસ્માતમાં વિમાનમાં રહેલા અન્ય લોકોનાં મોત થયો.
કાર અકસ્માતમાં પણ ત્રણ વખત મોતને હરાવ્યું
ADVERTISEMENT
આટલું જ નહીં, ફ્રેન બે વાર કાર વિસ્ફોટમાં પણ બચી ગયો, પહેલી વાર એન્જિનમાં વિસ્ફોટ થયો અને કાર બળીને રાખ થઈ ગઈ. આ દરમિયાન, તેણે સમયસર કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. બીજી વાર તેની કારની ઇંધણ ટાંકી ફાટી ગઈ અને કાર આગમાં લપેટાઈ ગઈ, પરંતુ ફ્રેનને એક પણ ખરોચ આવી નહોતી. એકવાર જ્યારે તે પહાડી રસ્તા પર મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની કાર બેકાબુ થઇ ગઇ અને ખાડામાં પડી. જો કે તે ચાલતી કારમાંથી કૂદી પડ્યો અને એક ઝાડની ડાળીએ તેને પડવાથી બચાવ્યો અને તેનો જીવ બચી ગયો.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.