ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / 'ક્લિપમાં જે મહિલા દેખાય છે તે...', શું ખરેખર HDFC બેંકની કર્મચારીએ કર્યું જવાનનું અપમાન?

સ્પષ્ટતા / 'ક્લિપમાં જે મહિલા દેખાય છે તે...', શું ખરેખર HDFC બેંકની કર્મચારીએ કર્યું જવાનનું અપમાન?

Published By: Nidhi Panchal

Last Updated: 05:04 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક એવો ઓડિયો વાયરલ થયો છે જે દરેક લોકોને ચોંકાવી રહ્યો છે. આ ઓડિયો સાંભળીને દેશભક્ત લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે.

ADVERTISEMENT

HDFC Bank Employee Audio Viral : સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં HDFC બેંકની એક મહિલા કર્મચારી કથિત રીતે ફોન પર સેનાના કર્મચારી સાથે ગેરવર્તન કરતી સંભળાય છે. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક યુઝર્સે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મહિલા સામે કાર્યવાહીની માંગ કરી છે. વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહિલા HDFC બેંકની કર્મચારી છે અને લોનના વિવાદને લઈને સેનાના કર્મચારીઓને ધમકી આપતી અને દુર્વ્યવહાર કરતી જોવા મળે છે.

હાલ તો આ ઓડિયો વાયરલ થયા બાદ HDFC બેંક પર લોકો માછલા ધોઇ રહ્યા હતા. જો કે સમગ્ર મામલે હવે બેંક તરફથી પણ ખુલાસો આવ્યો છે. બેંકે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વાયરલ ઓડિયોમાં જે નામનો ઉલ્લેખ છે અને જે તસ્વીર છે તે પ્રકારની કોઇ પણ મહિલા કર્મચારી એચડીએફસી બેંકમાં કામ કરતી નથી. આ મહિલા એચડીએફસી બેંકની કર્મચારી નથી. જેથી આ ઓડિયો સાથે એચડીએફસી બેંકને કોઇ લેવા દેવા નથી. બેંક હંમેશા પોતાના દરેક નાગરિકોનું સન્માન કરે છે. ખાસ કરીને ડિફેન્સ સાથે જોડાયેલા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી એક ઓડિયો ક્લિપમાં HDFC બેંકની મહિલા કર્મચારી કથિત રીતે એક લશ્કરી અધિકારી સાથે ફોન પર દુર્વ્યવહાર કરતી સાંભળવામાં આવી રહી છે. આ ઘટના વાયરલ થતા જ યુઝર્સ દ્વારા ભારે પ્રતિક્રિયા આવી રહી છે. ઘણા લોકોએ આ મહિલાના નિવેદનોને રાષ્ટ્રવિરોધી ગણાવી બેંકને તરત જ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

viral

વાયરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા HDFC બેંકની જ કર્મચારી છે. લોનના વિવાદને લઈને આ કર્મચારીએ સૈનિક સાથે અપમાનજનક ભાષામાં વાત કરી હતી. વાયરલ ઓડિયોમાં મહિલાએ સૈનિકો સામે અતિશય આક્ષેપાત્મક શબ્દો વાપર્યા છે. મહિલાએ સૈનિકને કહ્યું કે, "તમે અશિક્ષિત છો, તેથી જ સરહદ પર મોકલાયા છો. જો તમે શિક્ષિત હોત તો કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરતા. તમારે બીજાનો હિસ્સો ન ખાવો, નહીં તો તમારા બાળકો અપંગ જન્મશે."

લશ્કરી પરિવારમાંથી હોવાનો દાવો

તે ઉપરાંત, મહિલાએ પોતે પણ લશ્કરી પરિવારમાંથી હોવાનો દાવો કર્યો અને સૈનિકને કહ્યું કે "જો તમે સારા પરિવારમાંથી હોત તો 15-16 લાખ રૂપિયાનું દેવું ન લીધું હોત. તમે દેવા પર જીવો છો અને મને સલાહ આપો છો." તેણે વધુમાં કહ્યું કે, "તમે ભિખારીની જેમ જીવો છો. શું હું તમારા પિતાનો નોકર છું?"

app promo5

આ આખો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા યુઝર્સે બેંકને ટૅગ કરીને મહિલા કર્મચારીને તરત જ બરતરફ કરવાની માંગ કરી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, "આ રાષ્ટ્રવિરોધી વર્તન છે. આ ભારતીય સશસ્ત્ર દળોના ગૌરવ અને બહાદુરી માટે હાનિકારક છે."

આ પણ વાંચો : VIDEO: ચોરી ઉપરથી સીનાજોરી! વગર ટિકિટે મુસાફરી કરતી મહિલાની TTE સાથે બબાલ

હાલમાં HDFC બેંક તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ લોકોની માંગ છે કે બેંક તાત્કાલિક પગલાં લઈ આ કર્મચારીને બરતરફ કરે જેથી આવું વર્તન ફરી ન થાય. જો કે VTV Digital દ્વારા આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral audio army officer HDFC Bank

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ