બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / VINESH PHOGAT AND BAJRANG PUNIYA STATEMENT AFTER MEETING THE OFFICIALS

કુશ્તી યૌન શોષણ કેસ / સરકારને મળી આવ્યાં બાદ ઉગ્ર બન્યાં પહેલવાનો, વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાએ કર્યું મોટું એલાન

Vaidehi

Last Updated: 05:22 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિનેશ ફોગાટે કહ્યું કે 'બૃજભૂષણ શરણસિંહમાં જો હિમ્મત હોય તો સામે આવે અને 2 મીનિટ બેસીને વાત કરે. તે સામે બેસી શકશે જ નહીં.'

  • 'અમને સામે આવવા માટે મજબૂર ન કરો'-વિનેશ ફોગાટ
  • બૃજભૂષણની હિંમતને પડકારી વિનેશ ફોગાટે
  • કહ્યું કે હિમ્મત હોય તો સામે આવે અને વાત કરે

દિલ્હીનાં જંતર-મંતર ખાતે પહેલવાનો હડતાલ પર બેઠાં છે ત્યારે ગુરૂવારે તેમણે ખેલમંત્રાલયમાં ઓફિસરો સાથે વાતચીત કરી અને ત્યારબાદ પ્રેસ કોન્ફેરેન્સ કરી જેમાં વિનેશ ફોગાટે કહ્યું કે બૃજભૂષણ શરણસિંહમાં જો હિમ્મત હોય તો સામે આવે અને 2 મીનિટ બેસીને વાત કરે. તે સામે બેસી શકશે જ નહીં. પહેલવાનોએ જણાવ્યું કે ખેલમંત્રાલયનાં ઓફિસરોએ અમારી માંગને સાંભળી છે અને આશ્વાસન પણ આપ્યું છે. પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ પરથી નહીં હટીએ. 

'અમને સામે આવવા માટે મજબૂર ન કરો'-વિનેશ ફોગાટ
વિનેશ ફોગાટે કહ્યું કે અમારા આરોપો સાચાં છે. અમને કુશ્તીને પુન:જીવંત કરવી છે. અમને સામે આવવા માટે મજબૂર ન કરો. મારી સાથે કે અન્ય કોઈ મહિલા સાથે શું થયું છે તે સૌ કોઈ જણાવવા ઈચ્છતું નથી. જો મજબૂર કરવામાં આવશે તો કુશ્તીને દુર્ભાગ્ય થશે. અમે PM મોદીથી આશા રાખીએ છીએ કે અમારી માંગો પર ધ્યાન આપવામાં આવશે.

'અમારી પાસે 6 છોકરીઓ છે જે યૌન શોષણનો ભોગ બની છે'-પૂનિયા
'બજરંગ પૂનિયાએ કહ્યું કે આજે રેસલિંગનો દરેક સદસ્ય અહીં બેઠો છે. બૃજભૂષણે કહ્યું હતું કે આરોપો સાચા નિકળશે તો ફાંસી પર લટકી જશે. આજે અમારી પાસે એવી 6 છોકરીઓ છે જેનું યૌન શોષણ કરવામાં આવ્યું છે અને તેઓ પૂરાવા સાથે અહીં બેઠી છે.'

કયા પહેલવાન ધરણામાં હાજર 
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, આશુ મલિક, સાક્ષી મલિક, સતવર્ત કડિયાન, અંતિમ પંઘાલ, સુમિત, સુરજીત માન, સિતાંદાર મોખારિયા, રવિ દહિયા, દીપક પુનિયા, સંગીતા ફોગાટ, સરિતા મોર, સોનમ મલિક, મહાવીર ફોગાટ, સત્યા રાણા, કુલદીપ મલિક.

બૃજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપ
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓએ બૃજભૂષણ સિંહને હટાવવાની માગણીએ દિલ્હીમાં ધરણા શરુ કરી દીધા જે આજે પણ ચાલુ રહ્યાં છે અને આજે સરકારે ખેલાડીઓને ચર્ચા માટે બોલાવ્યાં હતા જેમાં ખેલાડીઓએ સરકારને સ્પસ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બૃજભૂષણ સિંહને હટાવાશે નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ