બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Vikram madam expressed her pain in the congress meeting

કોંગી નેતાનો ઉભરો / મારી, હકુભા અને કાંધલ જાડેજાની ત્રિપુટીથી કેટલાકના પેટમાં તેલ રેડાયું: વિક્રમ માડમની વેદના છલકાઈ

Dhruv

Last Updated: 12:45 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની સભામાં ખંભાળિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ માડમે કહ્યું કે, 'એકને ભાજપે અને NCPએ ટિકિટ ન આપી અને હવે વિક્રમ માડમને પૂરો કરવા નિકળ્યાં છે.'

  • ખંભાળિયા બેઠકના કોંગી ઉમેદવાર વિક્રમ માડમનું દર્દ છલકાયું
  • પોતે, હકુભા જાડેજા અને કાંધલ જાડેજાની ત્રિપુટી તૂટ્યાનો કર્યો સ્વીકાર
  • ત્રિપુટીથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે: વિક્રમ માડમ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષોએ પોતાપોતાના મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે ટિકિટ ફાળવણીને લઇ ખંભાળિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વિક્રમ માડમનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસની સભામાં વિક્રમ માડમનું દર્દ છલકાયું છે.

ત્રિપુટીથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું

વિક્રમ માડમે પોતાની, હકુભા જાડેજાની તેમજ કાંધલ જાડેજાની ત્રિપુટી તૂટ્યાનો સ્વીકાર કર્યો છે. વિક્રમ માડમે નિવેદન આપતા જણાવ્યું કે, 'ત્રિપુટીથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે. કાંધલ જાડેજાને NCPની ટિકિટ ન મળી. એકને ભાજપે ટિકિટ ન આપી અને હવે વિક્રમ માડમને પૂરો કરવા નિકળ્યાં છે.'

સૌ કોઇની નજર સૌરાષ્ટ્રની આ બેઠક પર રહેશે, જાણો કારણ

ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિક્રમ માડમે ગઇકાલે ખંભાળિયા ખાતે પ્રાંત કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ વિક્રમ માડમે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઇએ કે, આ વખતે સૌ કોઇની નજર સૌરાષ્ટ્રની આ બેઠક પર રહેશે. કારણ કે આ બેઠક પરથી AAPએ ઈસુદાન ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે તેઓની આ વખતે ખંભાળિયામાં ભાજપના મુળુભાઈ બેરા અને કોંગ્રેસના વિક્રમ માડમ બન્ને મજબૂત ઉમદવાર સામે લડશે.

એકંદરે આ બેઠક કોઈનો ગઢ નથી રહ્યો

તમને જણાવી દઇએ કે, અહેવાલ મુજબ ખંભાળિયા બેઠક પર માડમ-બેરા જેવા ભાજપ-કોંગ્રેસના મજબૂત ઉમેદવારો 20 વર્ષ બાદ ફરી વખત આમને સામને આવ્યા છે. એકંદરે આ બેઠક કોઈનો ગઢ નથી રહ્યો. પરંતુ હવે વીસ વર્ષ બાદ બે મોટા માથા ચૂંટણી લડી રહ્યાં છે તેમાં આપનો મુખ્યમંત્રી ચહેરો પણ ચૂંટણી લડશે ત્યારે કોણ કોના મત કાપશે તેની પર નજર મંડરાયેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ