બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિજય સુવાળા કેસમાં આખરે થયું શું? કારણ અંગે ગાયકે કર્યો દાવો, પોલીસના પણ ખુલાસા
Last Updated: 12:21 AM, 23 August 2024
જાણીતા લોકગાયક વિજય સુવાડા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં ઝઘડાની અદાવતમાં ઓઢવ વિસ્તારને બાનમાં લેવાનો આક્ષેપ કર્યો. વિજય સુવાડાએ ખોટી ફરિયાદ હોવાનો બચાવ કર્યો છે. જેમાં દીકરીઓની મશ્કરી કરતા ઠપકો મળતા ખોટી ફરિયાદનો આરોપ લગાવામાં આવ્યો છે. ઓઢવ પોલીસે ઘટનાને લઈને ગુનો નોંધી CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર વિવાદ
અમદાવાદમાં જાણીતા લોક ગાયક વિજય સુવાડા અને તેમના ભાઈઓ અને મિત્રો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં વિજય સુવાડા અને તેના મિત્રોએ ઓઢવ વિસ્તારને બાનમાં લીધો હોવાના CCTV સામે આવ્યા છે. વિજય સુવાડા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથીયારો લઇને આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દીલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જીગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40 થી વધુ લોકો વિરૂદ્ધ ધમકી તેમજ હુમલાની કોશિષ કરવાની ફરિયાદ કરી છે. દિનેશ દેસાઈ રાજકીય આગેવાન છે અને રાજકીય કિનનાખોરી રાખીને આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે વિજય સુવાડાએ ફરિયાદને ખોટી કહીને પોતાનો બચાવ કર્યો હતો ત્યારે દિનેશ દેસાઈ સમાજની યુવતીઓની મશ્કરી કરતા હોવાની અનેક ફરિયાદ મળતા તેમને ઠપકો આપ્યો છે. જેથી ખોટી પ્રસિદ્ધિ મેળવા અને બદનામ કરવા આ ફરિયાદ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઓઢવમાં એસ્ટેટ બ્રોકરનું કામ કરતા દિનેશ દેસાઈ અને વિજય સુવાડા પહેલા મિત્રો હતા. જયારે સાત વર્ષ બન્ને ની મુલાકાત થઈ હતી ત્યારે વિજય સુવાડા સ્ટેજ શો કરતા હોવાથી અવારનવાર દિનેશ દેસાઈ સાથે મળતા હતા.
એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મુળ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના અડીસણા ગામના રહેવાસી છે. વર્ષ 2020માં વિજય સુવાડા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુ:ખ થયુ હતું જેના કારણે તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. 1 જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો ત્યારે વિજય સુવાડાનો ફોન આવ્યો અને ધમકી આપી હોવાના ફરિયાદમાં આક્ષેપ કર્યા છે. પરંતુ દિનેશભાઇ ફોન ઉઠવવાનું બંધ કરી દેતા જુદા જુદા નંબર પરથી કોલ કરવાનું શરૂ કર્યું હતું. અને થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસસ્થાને ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો: VIDEO: દાદાનું બુલડોઝર ગાયોની વ્હારે! કરોડો રૂપિયાની ગૌચર જમીન પર દૂર કર્યું દબાણ
ઓઢવ પોલીસે આ વિવાદ મામલે ગુનો નોંધીને વિજય અને દિનેશ વચ્ચે ક્યા કારણોસર તકરાર થઇ હતી તે મામલે તપાસ શરૂ કરી છે. તકરાર અને મનદુઃખના ચાર વર્ષ બાદ વિજય સુવાડા અને તેમના મિત્રોએ કેમ ગાડીઓ અને હથિયારો લઈને પહોંચ્યા હતા? આ ઝઘડા પાછળ શુ અદાવત છે? તેમાં તમામ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.