બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: દાદાનું બુલડોઝર ગાયોની વ્હારે! કરોડો રૂપિયાની ગૌચર જમીન પર દૂર કર્યું દબાણ
Last Updated: 11:37 PM, 22 August 2024
છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એક્શન મોડમાં છે. પહેલા તેમણે ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવી અને હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં એક જ ગામમાંથી 700 વીઘા ગૌચર ખુલ્લું કરાવવામાં આવ્યું. ઉભા પાક પર બુલડોઝોર ફેરવી દેવાયાં. ક્યાંક ગૌચરની જમીન પર બુલડોઝર ચાલ્યાં તો ક્યાંક ઉભા પાક પર ટ્રેક્ટરો ફેરવી દેવાયાં તો ક્યાંક મગફળીના પાકમાં પશુઓને ખુલ્લા મુકી દેવાયા છે.
ADVERTISEMENT
ગાયોની વ્હારે આવ્યા કલેક્ટર
ADVERTISEMENT
ગીરસોમનાથના દેવળી ગામમાં જ્યાં 700 વીઘા ગૌચરની જમીન પર સ્થાનિક લોકો અને ખેડૂતોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો અને તેના પર ખેતી કરતા હતા. એટલું જ નહીં કેટલાક લોકએ તો નાળિયેરીના ઝાડનું પણ વાવેતર કરી નાખ્યું હતું. પરંતુ સરપંચની રજૂઆત પછી કલેક્ટરે આદેશ આપ્યા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે દેવળી ગામ પહોંચી ગઈ. ગૌચરની જમીન પર જેટલું પણ દબાણ હતું. તે બધુ તોડી પાડવામાં આવ્યું. ગેરકાયદે બગીચા બનાવ્યા હતા તે ઉખાડી ફેંકવામાં આવ્યા. તો મગફળીના પાકમાં ટ્રેક્ટરો ફેરવી દેવાયાં. આમ સતત ત્રણ દિવસથી દેવળી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીથી સ્થાનિક લોકો પણ ખુશ જોવા મળ્યા હતા
આ પણ વાંચો: પોલીસબેડામાં ખુશીની લહેર! 234 બિન હથિયારધારી PSIની PI તરીકે બઢતી, જુઓ પ્રમોશન લિસ્ટ
લોકો સ્વૈચ્છિક દબાણો હટાવે તેવી અપીલ
લોકોએ માત્ર ગૌચરની જમીન પર કબજો જ નહોતો કર્યો પરંતુ તેના પર શેરડી જેવા પાકનું ઉત્પાદન પણ લઈ રહ્યા હતા. જેના પર પણ તંત્ર દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યાં. તો બીજી તરફ મગફળી જેવા પાક પર ગામના પશુઓને થોડી મુકવામાં આવ્યા હતાં. આ સાથે જ જિલ્લા તંત્ર દ્વારા સરકારી અને ગૌચરની જમીનનો કબજો પણ મેળવી લેવામાં આવ્યો. જોકે આ ઝુંબેશ માત્ર એક ગામ પુરતી નથી. પરંતુ જિલ્લાના જેટલા પણ ગામમાં દબાણો હશે તેને દૂર કરવામાં આવશે. કલેક્ટરનો સ્પષ્ટ સંદેશ છે કે, લોકો સ્વેચ્છાએ દબાણો અને ગૌચર ખુલ્લા કરી મુકે. નહીંતર એક્શન માટે અમે તો છીએ જ. કલેક્ટક દિગ્વિજયસિંહ જાડેજાનો આ જ અંદાજ લોકો પસંદ પણ કરી રહ્યા છે. ત્યારે આવી રીતે દરેક જિલ્લામાં ક્યારે ગૌચરો ખાલી કરાવવાની મુહિમ શરૂ થશે તે જોવું રહ્યું. સાથે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની કામગીરીને પણ અમે આકારીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.