બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Vijay Shekhar Sharma resigns from the post of Chairman of Paytm Bank

BIG NEWS / પેટીએમ કેસમાં મોટું અપડેટ: Paytm પેમેન્ટ બેંકના ચેરમેન વિજય શેખર શર્માનું રાજીનામું, નવા બોર્ડનું ગઠન

Vishal Dave

Last Updated: 09:33 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytmની શરૂઆત કરનાર વિજય શેખર શર્માને હવે Paytmના બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કંપનીએ સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે.

Paytmની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેંકની સેવા બંધ કરવાની જાહેરાત બાદ હવે વિજય શેખર શર્માએ Paytm બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. 

Paytmની શરૂઆત કરનાર વિજય શેખર શર્માને હવે Paytmના બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કંપનીએ સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે વિજય શેખર શર્મા Paytmમાં સૌથી વધુ શેરધારકો ધરાવતા વ્યક્તિ છે. Paytm પેમેન્ટ્સ બેંકે બોર્ડની પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. બોર્ડમાં કેટલાક નવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધરનું નામ પણ સામેલ છે. ઉપરાંત, નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

RBIએ રાહત આપી છે

થોડા દિવસો પહેલા પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા ગ્રાહકો માટે એક મોટા સમાચાર હતા. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની જમા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટેની સમયમર્યાદા 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ કરી હતી. તમને જણાવી દઈએ કે અગાઉ આરબીઆઈએ સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા કે 29 ફેબ્રુઆરી પછી બેંક દ્વારા અન્ય કોઈ બેંકિંગ સેવાઓ, જેમ કે ફંડ ટ્રાન્સફર (સેવાઓ જેવી કે AePS, IMPS વગેરે), BBPOU અને UPI સેવાઓ પ્રદાન કરવી જોઈએ નહીં.

આ પણ વાંચોઃ દીકરીનું ભવિષ્ય કરવું છે સુરક્ષિત? તો આ સ્કીમમાં કરો આટલાં રૂપિયાનું રોકાણ, થશે આટલાં લાખનો ફાયદો

આ કારણે RBIએ આ નિર્ણય લીધો છે

RBIએ કંપનીના ઓડિટ રિપોર્ટમાં જોવા મળેલી ખામીઓના આધારે Paytm પેમેન્ટ્સ બેંકની સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકનું કહેવું છે કે કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં અનિયમિતતા જોવા મળી છે. બેંકે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આ પ્રતિબંધ ક્યાં સુધી ચાલુ રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ